Meenaz Vasaya

Others

2  

Meenaz Vasaya

Others

મેઘ

મેઘ

3 mins
164


અષાઢી મેઘ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો.

અંબરે જાણે પોતાની ખુશીઓની ઝોળી હેતની હેલી અવની પર ઠાલવી રહ્યો હતો..

અંબર અને ધરાની પ્રેમ ગોષ્ટીમાં ક્યાંય ખલેલ ના પહોંચે એ હેતુથી સૂરજ પણ

વાદળ પાછળ લપાયો.

બીમારીનું ખોટું બહાનું બતાવી આકાશથી અળગો રહ્યો.

આ હેતની હેલી થી જાણે ધરતી પર ધરા અને અંબરની શાદી જેવો માહોલ રચાયો આવા અદભુત રમણીય દ્રશ્યો ને નિહાળવા કૂંપળ પણ ધરતી નો સીનો ફાડી ડોકિયું કરવા ધરતીની બહાર નીકળી.

આ કળી ઓ એ પણ પોતાનું કુવારું હદય ખોલ્યું ફૂલો એ પણ ચોમેર ફોરમ પ્રસરાવી.

ભમરાઓ પણ ગુંજન કરવા લાગ્યા. વૃક્ષો પણ નાહી ધોઈને સ્વચ્છ થયા. આ ધરતી પણ લીલી ચૂંદડી ઓઢી ભીની માટીનું મહેકતું ઓઢણું ઓઢી રૂમઝૂમ કરતી ધરતી પણ અંબર ને મળવા ચાલી.

મોર પણ જો ને નૃત્ય કરી રહ્યો છે.

પંખીઓ પણ પોતાના સુરીલા સુર

 થી વાતાવરણ ને અદભુત બનાવી રહ્યા છે.

ધરતી જાણે નવી નવેલી દુલ્હન. 

 દુલ્હન ના એક એક ડગ માટે સફેદ ચમેલી એ ધરતી પર સફેદ ચાદર તાણી.

સવાર થી માંદગીનું બહાનું બતાવી વાદળ પાછળ છૂપાયેલો સૂરજ પણ જો ને સંધ્યા ટાણે મેઘધનુષ્ય ના સાત રંગો સાથે સિંદૂર વેરતો 

જો ને આકાશે ચઢ્યો કેવો આકાશ ને દીપાવી રહ્યો છે પૂરી પ્રકૃતિ ખુશ છે.

પણ આટલા અદભુત આહ્લાદક વાતાવરણ માં પણ આરવી ખૂબ ઉદાસ હતી એની આંખોમાંથી અશ્રુ ઓની  ધારા વહી રહી હતી.

વરસાદ ના આ ફોરાં એના અંગ અંગ ને દઝાડી રહ્યા હતા.

આમ તો વર્ષા ઋતુ આરવીની પ્રિય ઋતુ હતી પણ એની સાથે જોડાયેલી કડવી યાદો ના સમરણો એને આ અદભુત માહોલ માં પણ ડંખ આપી રહ્યા હતા.

આ અદભુત અને આહલાદક વાતાવરણ માં તે હંમેશા

મેઘ સાથે લોંગ ડ્રાઈવ પર જતી એની સાથે ખૂબ વાતો કરતી.

પ્રેમની વાતો કરતી અને ભવિષ્ય ના સુંદર સપના ઓ જોતી.

મેઘ અને આરવી કોલેજ માં સાથે જ ભણતા.

આરવી પૈસે ટકે ખુંબ સુખી હતી.

પણ મેઘ ના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી.

પણ આરવી હંમેશા મેઘ ને આર્થિક રીતે મદદ કરતી રહેતી.

કેમ કે મેઘ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતો.

કોલેજ ના છેલ્લા વર્ષનું પરિણામ આવે છે

મેઘ યુનિવર્સિટી માં પ્રથમ ક્રમાંકે આવે છે.

અને આગળ અભ્યાસ માટે અમેરિકા જવાની ખૂબ ઇચ્છા હોય છે પણ આર્થિક પરિસ્થિતિ ના હિસાબે થોડો ઉદાસ થઈ જાય છે.

પણ આરવી ને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેનો બધો ખર્ચ એ ઉઠાવી લે છે .અને મેઘ ને માસ્ટર ડિગ્રી માટે અમેરિકા મોકલે છે.

વિદાય નો સમય બહુ કપરો લાગે છે.

પણ બે જ વરસ છે પછી ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે

એ વાત થી પોતાના મન ને મનાવી લે છે.

મેઘ ના જવાથી આરવી ખૂબ એકલતા અનુભવે છે.

પણ મેધ ના પત્રો અને ફોન થી મન મનાવી લે છે.

એક વર્ષ તો બધું બરાબર ચાલ્યું પણ પછી થી મેઘ ના પત્રો અને કોલ આવવાનું બંધ થઈ જાય છે.

આરવી ખૂબ દુ:ખી થઈ જાય છે. પણ સમય નહીં મળતો હોય એમ કરી મન ને મનાવી લે છે.

પણ ત્યાજ અમેરિકા માં રહેતી પોતાની મિત્ર પાસે થી ખબર પડે છે કે

મેઘે ત્યાં અમેરિકા સ્થાયી થવા માટે અમેરિકન સીટીઝન શિપ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી લીધા ત્યારે

તેના પગનીચે થી ધરતી ખસી જાય છે.

પોતાની સાથે છેતરપિંડી કરનાર મેઘ માટે તેમજ જિંદગી માટે પણ ધૃણા ઉપજે છે.

એક જીવતી લાશ બની જાઈ છે.

આ અષાઢી મેધ.

મેઘ સાથે વિતાવેલી મધુર યાદોનું કડવું સંભારણું આપી જાય છે.

અને એની ઉદાસ આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગે છે.

આ વરસાદ ની એક એક બુંદો જાણે એના હદય પર વાર કરતી હોય એવું લાગે છે.

અને પોતાની જાત ને એ સવાલ કરે છે

શું સાચા પ્રેમનું આવું જ હશે ?

હંમેશા અધૂરો રહી જતો હશે ?

સૂર્યના ઉદય સમયે સૂર્યાસ્તના અંધારા આપી ગયો. 

જીવન મારું અંધકારમય બનાવતો ગયો.


Rate this content
Log in