STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

મારો ગાંધી બાગ

મારો ગાંધી બાગ

3 mins
149

મારી ભત્રીજી મુંબઈથી આવી હતી. મારા બાળકોને પણ પણ બગીચો બહુ ગમે. અમારો ખૂબ માનીતો બાગ એટલે મહુવાનો ગાંધી બાગ.

બાગ એટલે અમારા માટે બધા સાથે મળી વાતો કરવાનું મોજ મજા કરવાનું. અને અંતાક્ષરી રમીએ. ફોટા પાડીએ. અને પળોને યાદગાર બનાવીએ.  

બગીચામાં બાંકડાની સામે જ પાણીનો ફુવારો એટલે ફોટા પણ સરસ આવે. મારું મન ગમતું સ્થળ એટલે બગીચો.

પણ આ બગીચો મને એટલે બહુ વ્હાલો કેમ કે મારા બંને શોખ અહી જળવાઈ. એક તો પ્રકૃતિ મને બેહદ પ્રિય વૃક્ષો તો જાણે મારા મિત્રો લાગે. ફૂલો તો જાણે ઈશ્વરનો ચહેરો લાગે.

જ્યારે બગીચામાં જાઉં ત્યારે હસતા ફૂલોને અને ગાતાં પંખીઓને જોઈ. ઈશ્વરને મનોમન વંદન કરું છું,

 કે આવી સરસ પ્રકૃતિ પ્રદાન કરી માનવીને કેવી અમૂલ્ય ભેટ ધરી છે.

બીજું અમારા ગાંધી બાગમાં સાંજે જાવ તો, ખૂબ સુંદર અને હૃદય સ્પર્શી વાતાવરણને આનંદિત કરે એવા રફી સાહેબ અને મુકેશજી નાં ગીતો વાગતા હોય. એ મારું આકર્ષણ કેન્દ્ર છે.

બગીચે જવું એટલે ઈશ્વર ની સમીપ જવા જેવો મને આનંદ થાય.

બગીચા ની તરોતાજા હવા ઉદાસીને ક્યાંય ભગાડી દે.

પંખી ના કર્ણપ્રિય ગાન હૃદયને નવી એનર્જી આપે.

હવાને તાલે નાચતા ફૂલો જાણે સ્વર્ગની ઝાંખી કરાવતા હોય એવું લાગે.

આ વૃક્ષ પર ના પર્ણોને શાયદ ગરબા બહુ પસંદ છે. એમ હવા ના તાલે ગરબે રમતા હોય એવું હોય એવું લાગે.

આ કુમળું ઘાસ તો માની ગોદની જેમ હૂંફ આપે.

આ વૃક્ષનો છાયડો તો જાણે પિતા નાં હૂંફાળા સ્પર્શ જેવો લાગે.

પ્રકૃતિ નું હરેક તત્વ મને મારું પોતીકું લાગે.

જાવ છું ત્યારે લાખો ઉપાધિ લઈને. પણ બગીચેથી પાછી આવું ત્યારે હજારો સ્મિત લઈને આવું છું.

ખુશ થતા બાળકોને જોઈને બચપન યાદ કરી લઉં છું.

ફરી બચપણમાં જવાની ઈશ્વર પાસે માંગણી કરી લઉં છું.

ક્યારેક ભૂખ્યા ખુલ્લા પગે દોડતા બાળકોને જોઈ ઈશ્વરને થોડીક ફરિયાદ કરી લઉં છું.

ક્યારેક નાના બાળકો ફુગ્ગા વેચતા હોય તો. એને વેપાર કરાવી,થોડીક ખુશીઓ આપી દઉં છું.

આમ ઉદાસીને હવામાં ઉડાડી ખુશીઓનો વેપાર કરી લઉં છું.

આ બગીચાનો બાંકડો એટલે રોજનો અમારો સાથી.

દીદી અને હું બંને સાથે જ બેસીએ. સુખ દુઃખ ની વાતો કરીયે. ખાઈએ. અને મોજ કરીયે. આજે દીદી મને એકલી રડતા મૂકીને ચાલી ગઈ.

 એ ચાલી ગઈ પણ સ્મરણો નહિ. આજે મારા પિયર જેવો લાગતો બગીચો ચોધાર આંસુ એ રડાવે. વીતી ગયેલા દિવસો તો ફરી નથી આવતા. પણ યાદોને ક્યાં રોકી શકાય છે !

બસ યાદોનું નજરાણું અણમોલ છે. એ હૃદયની તિજોરીમાં સલામત છે.

એક દિવસ ની વાત છે.

અમે બગીચા માંથી બહાર નીકળી પાણી પૂરી ખાવા ગયા. દીદીનો સ્વભાવ દરેકને મદદ કરવાનો 

એટલે દરેકને કઈને કઈ આપે જ. અમે પાણી પૂરી ખાતા હતા. એવામાં એક નાનકડી છોકરી આવી.

અને કદાચ ખૂબ ભૂખી હશે એવું લાગ્યું.

અમે એને પાણી પૂરી ખાવાનું કીધું તો ખાધી નહિ.

તો મે પૂછ્યું તારે કેમ નથી ખાવી ?

તો એણે જવાબ આપ્યો મારો ભાઈ પણ ભૂખ્યો છે એને મૂકીને હું કેમ ખાઉં ?

 બસ સંબંધોમાં પ્રેમ એટલે શું ? આ નાની બાળકી શીખવાડી ગઈ. અને વીસ રૂપિયાના બદલામાં એ લાખો દુઆ દેતી ગઈ.

ઈશ્વર પાસે મે પણ દુઆ કરી કે આવા લોકો પર તારી રહેમતની વર્ષા કર.

 જાજુ નહિ તો ખાવા અન્ન અને પહેરવા વસ્ત્રો મળે તોય ઘણું છે.

એક તરફ કારમાં આવતા ધનિકો છે. તો બીજી તરફ ભૂખથી તરફડતા બાળકો છે.

કઈ કેટલાય પાર્ટી અને આડા અવળા ખર્ચ કરી લાખો રૂપિયા બરબાદ કરે છે. તોય ક્યાંય અંગ ઢાંકવા કપડાં પણ નથી.

આ સમાજ ની વરવી સચ્ચાઈ છે. જ્યારે હું જાઉં ત્યારે અવલોકન કરું છું.

પણ એક માનવી તરીકે જેટલું બની શકે એવો પ્રયાસ કરું છું.

બસ ઈશ્વર જન્મારો સફળ બનાવી શકું એવું સામર્થ્ય બક્ષે.


Rate this content
Log in