મારી યાદને પત્ર
મારી યાદને પત્ર
ડિયર વૈભવ
આજે તારી ખૂબ યાદ આવે છે, આ વરસતા વરસાદમાં તારી સાથે ગાળેલો સમય મને ખૂબ સતાવે છે. આજ તો આ બપોર પણ મને સમી સાંજ જેમ લાગે છે. આપણે બંને જયારે પહેલી વખત કૉલેજના કેમ્પસમાં મળેલા અને વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે એ વાતાવરણ પણ સોહામણું લાગી રહ્યું હતું, મને એ સમયે જોઈ રહ્યો હતો અને હું પલળતા શરમાઈ રહી હતી, એ સમયને કુદરતની પણ સહમતી આપવામાં આવી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. અને એ મુલાકાત શાયદ મારા જીવનની છેલ્લી અને પહેલી જ બની રહી ગઈ. આજ પણ એ દિવસ છે એ તારીખ સમય પરંતુ તું નથી. વર્ષો વીતી ગયા છે પણ તને અને એ મુલાકાત નથી ભૂલી.
મને ખબર છે આ પત્ર તને નહીં મળે
તારી બસ તારી ..