Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Dilip Ghaswala

Children Stories

4.0  

Dilip Ghaswala

Children Stories

મા તું આવીશ ને ?

મા તું આવીશ ને ?

1 min
143



 'મા...તું આવીશ ને ?'

અને છ વર્ષીય બાળક રેહાન રડતો રડતો શાળામાંથી બહાર નીકળ્યો. રડી રડીને એની આંખો સૂઝી ગઇ હતી. સ્કૂલના ગેટની સામે જ ઝમકું ડોશી મળી. એ રોજ રેહાનને બોર ખવડાવતી પણ પૈસા નહોતી લેતી. એણે એને પાસે બોલાવી પૂછ્યું,

"કેમ રડે છે બેટા..? માસ્તરે માર્યું તને ? ચાલ હું વાલી તરીકે મળવા આવું છું. પણ એણે તો વાત સાંભળીજ નહીંને દોટ મૂકી. દોડતો દોડતો પહોંચી ગયો કબ્રસ્તાનમાં એની માની કબર પાસે જઈ ને છૂટું દફતર ફેંક્યુંને રડતાં રડતાં ફરિયાદ કરી."મા, ચાલ મારી સાથે સ્કૂલમાં માસ્તર કહે છે કે તારી માને હોમ વર્ક કરાવતા નથી આવડતું ?આવું સાવ ખોટું હોમ વર્ક કરાવવાનું. કાલે માને લઈ ને આવજે જો નહિ લાવશે ને તો સ્કૂલમાં દાખલ નહિ થવા દઈશ. મા તું આવશે ને કાલે ?આવશે ને ?મારે ખૂબ ભણવું છે. મા તું આવજે, આવીશ ને..?"

અને એ પોક મૂકી ને રડવા લાગ્યો .અને આંસુના ભાર તળે એનું શિક્ષણ દબાયું.


Rate this content
Log in