લોકડાઉનની અસરો - શીખી ગઈ
લોકડાઉનની અસરો - શીખી ગઈ


કવિતા.: અજય આજ હું થાકી ગઈ છું પ્લીઝ તમે ઓનલાઈન ઓર્ડર કરી જમવાનું મંગાવી લો.
અજય .: તું ઘરે જ હતી ને? જરા અકળાઈ ને.
કવિતા. હા તો ? ઘરમાં રહેવું પાપ કર્યું ? બરાડા પાડી ને. તમારા માટે ઘરમાં રહી રસોઈ કર્યે રાખવું. હું નોકરાણી નથી ઓકે.
અજય.: ચાર મહિના થયા મમ્મી પપ્પાથી તારી જીદ ને લીધે અહીં બીજા ઘરે આવ્યા.પણ આ ચાર મહિનામાં કેટલી વખત તે ઘરમાં રસોઈ કરી ? આજ માથું દુ:ખે બહારથી મંગાવો. આજ કામવાળી નથી આવી. ઓર્ડર કરી દો. મૂડ નથી હોટેલમાં જમી લઈએ.
અરર.! અજય જો તો બધી તરફ લોકડાઉન થઈ ગયું છે. કામવાળી નહિ આવે તો ? મને આ બધા કામ નહીં ફાવે. તું કરી લેજે.
અજય, લે આ ચા ! હું કામ કરી લઈશ.
આમ અજય ઘરે રહીને ઓફિસ વર્ક અને ઘરકામ પણ કરતો રસોઈ પણ કરી લેતો.
કવિતા. અજય ઊઠ હવે સવાર થઈ ગઈ છે. અરે તને તો તાવ લાગે છે. ડોક્ટરને બોલાવવામાં આવ્યા.
નૉર્મલ છે પરંતુ આરામ કરવાની જરૂર છે.
અજય. કવિતા તે ચા પીધી? આજ હું આ રીતે તને ચા પણ.
કવિતા.: આ ચા તારી માટે
અજય. અરે વાહ તને આવડે છે ?
કવિતા. ના પણ શીખું છું અને હવે શીખી જઈશ.