લંગડી
લંગડી
1 min
423
મિત્રો સાથે સંતાકૂકડીની રમત રમતાં રમતાં, હું એક એવી જગ્યાએ સંતાઈ ગયો કે મને કોઈ પકડી જ ના શકે. ખાસ્સો સમય વિતી ગયો. મારી પાસે કોઈ ચકલું યે ના ફર્કયું. મનોમન હું સાથીઓને હંફાવવા બદલ ખુશ થતોજ રહ્યો.
લાંબા સમય પછી મારી ધીરજ ખૂટી. છુપાઈ રહેવાનો કંટાળો આવ્યો. હું બહાર આવી ગયો. જોઉં છું તો દૂર દૂર મારા સાથીઓ મારી શોઘ પડતી મૂકીને લંગડી રમતાં હતાં.
