લિખિતંગ તારી પ્યારી માં
લિખિતંગ તારી પ્યારી માં
મારી પ્યારી ગુડિયા
મિલી
તું મજામાં હોઈશ, તને શાયદ અમેરિકામાં નવું નવું લાગતું હશે પણ તું તારી પ્રવૃત્તિમાં ગૂંથાઈ ગઈ હોઈશ એટલે તને બહુ અઘરું નહીં લાગે.
પણ બેટા તારી જ્યારે અમેરિકા જવાની ટિકિટ થઈ ત્યારે મારું દિલ ગણતરી કરવા લાગ્યું, બસ હવે થોડાક દિવસોમાં જ
મારો હદયનો ટુકડો મારાથી અલગ થઈ જશે બસ જેમ તારા જવાના દિવસો નજીક આવતા ગયા એમ મારી ઉંઘ અને ભૂખ ગાયબ થઈ ગઈ
બસ આગલા દિવસે તો મને થયું કાલે સવાર નાં ઉઠીશ ત્યારે તારો કોયલ જેવો મધુર અવાજ આ ઘર માં નહીં સંભળાય તારા ઝાંઝર નો ઝણકાર આ ઘરમાં નહીં સંભળાય ઘરમાં જાણે શાંતિ હશે
ઘરની દીવાલો પણ મને રડતી લાગી.
જાણે ! મારું કૈક મારાથી અલગ થઈ ગયું.
જાણે મારું અસ્તિત્વ ખંડિત થઈ ગયું.
જ્યારે તને એરપોર્ટ પર છોડવા આવી ત્યારે થયું સમય થોડો થંભી જાય તો કેવું સારું! બસ થોડી વધારે કલાકો તારી સાથે રહેવા મળે.
આજે ૮દિવસ થયા પણ આ દિવસ મને વરસો જેવા લાગ્યા, બગીચામાં ગઈ તારી મનપસંદ જગ્યા જોઈ તું ખૂબ યાદ આવી !
બહાર નીકળી. ક્યાંય ચેન ના પડ્યું મકાઈ લીધી પણ એ તારી ફેવરિટ એ હું ખાઈ ના શકી તારી યાદો આંખમાંથી અશ્રુ બની મુશળધાર વરસાદની જેમ વરસી પડ્યા
બસ તું ફ્લાઇટમાં બેઠી ત્યારથી ફ્લાઇટ ત્ર્ટ્રેક કર્યા કર્યું તું ક્યાં પહોંચી એ તો લોકેશનમાં જોઈ શકતી હતી પણ તારો ચહેરો મને ક્યાં દેખાતો હતો બસ તું ખુશીથી પહોંચી ગઈ એ મારા માટે બહુ ખુશીની વાત છે.
બસ તમારી પ્રગતિ અને વિકાસ માટે તો મારા દિલ ના ટુકડા ને મારાથી અલગ કર્યા.
બસ બેટા હર પળે હર ક્ષણે તું બહુ યાદ આવે છે ઘર જાણે!ખાવા દોડતું હોય એવું લાગે છે ઘર ની દીવાલો જાણે!ઉદાસ લાગે છે આ tv તારા વગર સાવ ચૂપ છે
આ લેપ ટોપ કમ્પ્યુટર જાણે! મૌન વ્રત લઈને
બેઠા છે આ તારા પસંદીદા ચા ના મગ
પણ જાણે!રસોડા માં સંતાઈ ગયા
આ બગીચા ની કેનાલી જાણે!એને પાણી
સિચનારની યાદમાં ઉદાસીનો અંચળો ઓઢીને બેઠી છે આ હવા જાણે!થંભી ગઈ એવું લાગે છે બસ આ હૈયું પણ ગમગીન છે.
બેટા તારા જવાથી જે દુઃખ થાય એ એક માં જ સમજી શકે બસ હદય ની વેદના ને આમ શબ્દો માં ક્યાં રૂપાંતરિત કરી શકાય છે !
હદય પાસે શબ્દો નથી
શબ્દો પાસે હદય નથી.
કેમ વ્યક્ત કરુ ?
મારી ઉદાસીનતા ને ?
બસ બેટા તું ખુશ રહે જ્યાં રહે આબાદ રહે
રબ તારી રખવાળી કરે કોઈ દુઃખ કોઈ તકલીફ કોઈ ગમ કોઈ ઉદાસી તને સ્પર્શી પણ નહીં શકે મારી દુઆ ઢાલ બની આ જિંદગી ની લડાઈ જીતવા મદદરૂપ થશે.
દુનિયા ની બધી ખુશી ઓ તને નસીબ થાય
તારી ઝોળી હંમેશા ખુશી ઓ થી ભરી રહે
તારા દામન માં સમાઈ નહીં એટલી ખુશી ઓ
રબ આપે તને વરસાદ ની બુંદો જેટલી મારી દુઆ મારી આશિષ સદા તારી સાથે રહેશે.
બસ ખુદા તને ખૂબ ખૂબ ખૂબ ખૂબ
કામિયાબી આપે સિતારા જેવું ઝળહળતું તારું નસીબ રહે
ઈશ્વર તારો ઘણો આભાર
સમજુ આજ્ઞાકિત પ્રેમાળ કાળજી લેનાર
બાળકો આપી ને તે મારી શ્રદ્ધા માં ખૂબ
વધારો કર્યો છે
બસ ઈશ્વર મારી ખુશી ઓ મારા બાળકો ને આપ જે એમના આંસુ તું મને આપ જે
બસ મારા બાળકો ના સપના ઓ ને કામિયાબી બક્ષી દે
બસ બેટા વધારે કઈ નહીં પણ તું તારી સંભાળ રાખ જે તારા હેલ્થની જ્યારે પણ ઉદાસ થા ત્યારે અડધી રાતે કોલ કર જે મે ખુશી ઓ ને પટાવી ને મારા ઓશિકા નીચે રાખી છે બસ તું હંમેશા ખુશ રહે આકાશ ની ઊંચાઈ જેટલી કામિયાબી મળે.
લિખિતંગ તારી પ્યારી માં ના ખૂબ ખૂબ દુઆ આશિષ
