Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

લે ખા, બટાટા પૌંઆ

લે ખા, બટાટા પૌંઆ

4 mins
14.3K


આપણે સહુ ગુજરાતી છીએ તેનો પુરાવો, સહુને બટાટા પૌંઆ ભાવે છે ! એક ગુજરાતી એવો નહી મળે જેને નહી ભાવતા હોય. બટાટા પૌંઆ બનાવવાની રીત સહુની અલગ, એના ભિન્ન ભિન્ન સ્વાદ. રવિવારની સવારના જો તાજા બટાટા પૌંઆ અને સાથે બાદશાહી ચા મળે તો જલસો થઈ જાય. કોઈને ઉપર ઝીણી સેવ ભાવે તો કોઈને કાંદા ઝીણા સમારેલાં. કોઈને લીંબુ અચૂક જોઈએ.

અંહી વાત કરવાની છે ‘અમેરિકન સ્ટાઈલ બટાટા પૌંઆની”. મોઢું વકાસતા નહી. વાંચ અને વિચારો પછી ખુલ્લા દિલે નિખાલસતા પૂર્વક તમારો જવાબ આપજો. આમ તો મને ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો વપરાશ ગમતો નથી. કિંતુ અંહી પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે વાપર્યા વગર ચાલે તેવું નથી. પહેલેથી માફી માગી લઊં છું.

આ લેખ વાંચ્યા પછી ‘બટાટા પૌંઆ’ ભાવતા નથી, એ નહી ચાલે !’

અમોલના લગ્ન થયે બે વર્ષ થયા હતા. અનુષ્કા અમેરિકામાં જન્મી હતી. અમોલને ભારતની મુલાકાત દરમ્યાન ભટકાઈ ગઈ. બન્ને નો રમુજી સ્વભાવ આકર્ષણનું કેન્દ્ર બની ગયું. બન્ને એમ.બી.એ હતા. અમોલને આગળ સી.પી.એ થવું હતું. લગ્ન પછી હ્યુસ્ટનમાં વસવાટ ચાલુ કર્યો. અનુષ્કાના મમ્મી અને પપ્પા શિકાગોમાં હતા. તેને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને ફોન કરતી. મારી પાસેથી બટાટા પૌંઆની રીત શીખી લીધી.

‘હની’ આજે બટાટા પૌંઆ બનાવું.’

અમોલને તો વિજળીનો કરંટ લાગ્યો હોય તેવો ભયંકર આંચકો લાગ્યો.

‘શું કહ્યું’ ?

‘યુ હર્ડ મી’.

‘તું બનાવીશ તો હું પ્રેમથી ખાઈશ’.

અમોલનો આનંદ માતો ન હતો. છેલ્લે મમ્મીના હાથના બટાટા પૌંઆ ખાધા પછી ભૂલી જ ગયો હતો કે ,બટાટા પૌંઆ નામની કોઈ વાનગી છે.

‘હની, વ્હેર ઈઝ ધેટ વૉક આપણે બેડ બાથ એન્ડ બિયોન્ડમાંથી લાવ્યા હતા ?’

અમોલ વિચારમાં પડી ગયો. પછી અચાનક બોલ્યો, ‘હા છ મહિના પહેલા લાવ્યા હતા, એ તો બેઝમેન્ટમાં છે’.

‘કેન યુ પ્લીઝ ગેટ ઈટ ફોર મી.’ અનુષ્કા અમેરિકામાં જન્મી હોવાથી ગુજરાતી સમજે પણ બોલવામાં અંગ્રજી વધારે હોય.

અમોલે વૉકનું બોક્સ શોધ્યું અને પછી લઈને ઉપર રસોડામાં આવ્યો.

‘થેન્ક યુ’.

અમોલ હજુ તો જવા જતો હતો ત્યાં. ‘વ્હેર ઈઝ પૌંઆ”?

એ તો પેન્ટ્રીમાં હશે’.

હની આઈ ફરગોટ હાઉ ધે લુક લાઈક’?

અરે, એમાં શું નવી વાત છે. હું તને હમણા પેન્ટ્રીમાંથી શોધી લાવીને બતાવુ. અમોલને તો ખ્યાલ હોય કે કેવા દેખાય. નાનપણમાં તેની મમ્મી બનાવતી. પેન્ટ્રીનો દરવાજો ખોલ્યોને ચક્કર આવ્યા. અનુષ્કાને ‘શોપિંગ’નો ખૂબ શોખ. લાવે બધં પણ પછી ગોઠવવું પણ પડે ને ? લગભગ પાંચ બેગો હતી જેમની તેમ પેન્ટ્રીમાં ડાહી ડમરી થઈને બેઠી હતી. એક પછી એક બધી બેગ અમોલે ખંખોળવા માંડી. છેક છેલ્લી બેગમાં સહુથી નીચેની બેગમાં પૌંઆ મલકાઈ રહ્યા હતા. જ્યારે તેનસિંહને હિમાલય ચડ્યા પછી જે આનંદ થયો હતો તેવો આનંદ અમોલના મુખ પર પૌંઆની બેગ જોઈને ફેલાઈ ગયો.

પૌંઆ લઈને અનુષ્કા પાસે આવ્યો. ‘લુક ડાર્લિંગ ,આને પૌંઆ કહેવાય’.

અનુષ્કાએ પ્રેમથી સ્મિત અને આલિંગન આપ્યું. અમોલનો ઉત્સાહ એકદમ વધી ગયો. રવિવારની સવાર મધુરું સ્મિત અને પ્રેમભર્યું આલિંગન, સ્વર્ગમાં વિહાર કરી રહ્યો. ત્યાંતો ‘અમોલ, આન્ટી ટોલ્ડમી ટુ ક્લીન વિથ...વૉટ ?’

અમોલ યાદ કરીને બોલ્યો “ચાળણી”.

‘હાઉ ડઝ ઈટ લુક લાઈક’?

‘આઈ થિંક ઈટ ઈઝ ઇન ધ ગરાજ’.

હજુ તો પેન્ટ્રીની સુગંધ નાકમાંથી છટકી ન હતી ત્યાં ગરાજમાં અમોલ દોડ્યો. મમ્મીએ આપેલી વસ્તુઓનો ત્યાં ખડકેલો હતો. અનુષ્કાને ‘જંક’ ઘરમાં ગમતું નહી. અમોલના મમ્મી જે પ્રેમથી આપે તેને ગરાજમાં સોહાવે. અમોલને વીસ મિનિટ પછી ચાળણી મળી.

‘ઓહ માય ગોડ, ઈફ યુ ડુ ધિસ ઈન કીચન, ધેર વિલ બી મેસ’.

‘ડાર્લિંગ કેન યુ પ્લિઝ ક્લિન ઈન ગરાજ. ટેક સમ ઓલ્ડ ન્યુઝ પેપર સો ઈઝી ટુ થ્રો ગાર્બેજ’.

અમોલને આવું કામ કરવું ગમે ? પણ શું થાય આજે અનુષ્કા તેને ગરમા ગરમ બટાટા પૌંઆ બનાવીને ખવડાવવાની હતી. પૌંઆ સાફ કરતાં છીંકાછીંક થઈ ગઈ. આવું કામ તેણે ક્યારેય કર્યું ન હતું. સાફ કરીને મુખ પર હાસ્ય રેલાવી ઘરમાં આવી બોલ્યો, ‘જોબ ઈઝ ડન માય લવ’.

અનુષ્કા ખૂબ ખુશ થઈ. પછી પ્રવિણા આન્ટીએ આપેલી રેસીપી વાંચવા બેઠી. ઘરના ફ્રિજમાં કોથમરી અને લીલા મરચા ન હતા. ‘અમુ ડાર્લિંગ,’ હું બટાટા અને કાંદા કટ કરું, ટીલ ધેન કેન યુ ગો ટુ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ સમ સિલાન્ત્રો અને હાલાપિનિયો’?

રવિવારની સવાર એટલે અમુ માટે સંપૂર્ણ આરામનો દિવસ. હવે પ્રિયતમાને કાંઈ ના પડાય ? જે આજે પ્રેમથી સવારના બટાટા પૌંઆ બનાવીને ખવડાવવાની હતી ! અમોલ રામે નાઈટ સુટ કાઢ્યો અને શોર્ટ્સ તેમજ ટી શર્ટ ચડાવ્યા. નજીકનિ ગ્રોસરી સ્ટોર માત્ર પાંચ માઈલ દૂર હતો. કોથમરી સાવ વિલાઈ ગયેલી હતી. મરચા કેટલા લેવાના તે પૂછવાનું ભૂલી ગયો હતો. બે પાઉન્ડ લઈને આવી ગયો.

આટલા બધા મરચા જોઈને અનુષ્કા વિફરી , ‘યુ વોન્ટ ટુ કિલ મી’.

‘કેમ શું થયું’? અમોલને આંચકો લાગ્યો.

ધીસ મચ હાલાપિનિયો. ?’

ધીરેથી બોલ્યો ,’ના જોઈએ તો ફેંકી દે’.

‘ધેર આર નો લેમન ઈન ધ ફ્રિજ’.

અમોલને આઈડિઅા આવ્યો ,’ યુઝ લેમન જ્યુસ.’

અરે અમોલ રાઈ એટલે મસ્ટ્ર્ડ સીડ્સ કોને કહેવાય. અમોલના પપ્પાને આણંદમાં કરિયાણાની દુકાન હતી. નાનપણમાં રજાઓમાં પપ્પાને મદદ કરવા જતા જેને કારણે બધા અનાજ, પાણી, મસાલાની પરખ હતી. જાણે ધાડ મારતો હોય તેમ બોલ્યો, 'લુક ધીસ બ્લેક સીડ્સ ,કોલ્ડ રાઈ, અરે મસ્ટર્ડ સિડ્સ’.

અરે અમોલ આપણે ‘બેડ બાથ અને બિયોન્ડ’માંથી વૉક લાવ્યા હતા. તેમાં સરસ બટાટા પૌંઆ બનશે. બડબડાટ કરતા અનુષ્કાએ વૉકમાં બનાવ્યા.

ખ્યાલ ન રહ્યો એટલે તેલ બમણું પડી ગયું. જો કે સ્વાદમાં સારા હતા.

‘અનુષ્કા ઘરમાં પેલી ભેળની ઝીણી સેવ છે. ગાર્નિશ વિથ ધેટ’.

છેવટે સુંદર વિચાર અમોલને આવ્યો. હની પેલી પેપર પ્લેટ જે ‘વૉલમાર્ટ’માંથી લાવ્યા હતાને તેમાં ખાઈએ. બધું તેલ એ પ્લેટમાં ‘સક’ થઈ જશે.

અનુષ્કા ,અમોલના આઈડિયા પર તાળી પાડી ઉઠી., ‘વોટ અ ગ્રેટ આઈડિયા’.

બન્ને જણા જ્યારે બેક ફાસ્ટ લેવા બેઠા ત્યારે ચા મૂકવાની કોઈનામાં ત્રેવડ ન હતી. ઘરમાં એ.સી. ૭૦ ૦ હતું તો પણ બન્નેને ખૂબ ગરમી લાગતી હતી. મિનિટ મેડનો ઓરેન્જ જ્યુસ સાથે લઈને બેઠા.

ત્યાં બારણાનો બેલ વાગ્યો.

દરવાજામાં અનુષ્કાનો ભાઈ ઉભો હતો. અમોલથી અણધારે બોલાઈ ગયું , ‘લે ખા બટાટા પૌંઆ” !

( મનમાં બબડ્યો તારી સિસ્ટરે બનાવ્યા છે)


Rate this content
Log in