કરોળિયાનો સંદેશ
કરોળિયાનો સંદેશ
હું કેટલાય દિવસથી ખૂબ મુંઝાયેલ હતી. એક જ સવાલ મને થતો હતો કે શું મારી મહેનત વ્યર્થ જશે ? મારું આટલી ધગશ થી કરેલું કાર્ય વ્યર્થ જશે ? જો નસીબમાં હોય એ જ મળવાનું હોય તો મહેનત શા માટે ? આપણા જીવનમાં કેટલાય લોકો એવા છે, જે ઓછી મહેનતે પણ ખૂબ સફળ છે. એ કપટ કરે તો પણ એ સફળ છે આવું કેમ ? કઈ કેટલીય મહેનત કર્યા પછી,
કઈ હાંસિલ ના થાય ત્યારે એક તીવ્ર પીડા થાય કે આમ કેમ ?.
હું અસમંજસ માં હતી કે હવે શું કરવું ?
પ્રયત્નો છોડી દઉં ?
કે પછી મારી દિશા ગલત છે ?
આ કેટલાય સવાલો મને મુંઝવતા હતા.
પણ એક દિવસ મને ઉકેલ મળી ગયો.
હું મારા બાથરૂમ માં રોજ સફાઈ કરું.
રોજ કરોળિયો જાળું બનાવે.
હું સાફ કરું ને એ બીજા દિવસે બનાવી નાખે.
ત્યારે મારા બધા સવાલ ના જવાબ મને મળી ગયા.
આતો ફક્ત કરોળિયો જ છે.
હું તો એક માનવ જાત હારી થાકી ને કેમ બેસી જાવ. ?
બસ નક્કી કર્યું કે સતત મહેનત કરીશ .
એક દિવસ ચોક્કસ મારી મહેનત રંગ લાવશે.
એક સફળ આદમી એટલે
૧)ધ્યેય નક્કી કરવા
૨) સ્ટ્રેટજી બનાવવી
૩) સતત મહેનત કરવી
૪) ધીરજ રાખવી
૫) સંયમ રાખવો
૬) ખુદ માં વિશ્વાસ રાખવો
૭) ઈશ્વર પર ભરોસો રાખવો
૮)કામ માટે ઉત્સાહ હોવો જોઈએ
૯)બહાના કરતા સપના મોટા હોવા જોઈએ
૧૦)સાહસ વૃત્તિ હોવી જોઈએ
બસ હું મારો ધ્યેય નક્કી કરીશ.
યોગ્ય દિશા માં યોગ્ય સમયે યોગ્ય પ્રયત્નો કરીશ.
નિષ્ફળતા મળે તો હારી ને થાકિશ નહિ.
પણ અવલોકન કરીશ.
કે ક્યાં ભૂલ છે ?
ધીરજ રાખીશ,
કેમ કે મહેનત કરવાનું આપણા હાથ માં છે.
પરંતુ કાર્ય નો બદલો ઈશ્વર ના હાથ માં છે.
માળી બીજ વાવે,
એનું જતન કરે ,
ખાતર નાખે,
તો પણ ઋતુ વગરના ફળ નહિ આવે.
બસ હું ધીરજ અને સંયમ રાખીશ.
ઈશ્વર ની અંદર આસ્થા ભરપુર રાખીશ.
કાર્ય માં ઉત્સાહ પણ પૂરો હોવો જોઈએ.
જો કાર્ય માં ઉત્સાહ હોય તો એ પીંછા જેટલું હળવું કાર્ય લાગે.
અને બમણા જોશ થી થઈ શકે.
આજે કરીશ કાલે કરીશ એવા બહાના ધરીએ છીએ ,
ક્યારેક આપણે જે આપણા ને સફળતા થી દુર લઇ જાય છે.
બસ પૂરા ખંત અને દિલો દિમાગ ને સાથ રાખે કાર્ય કરવું જોઈએ.
"સાહસ વિના સિદ્ધિ નહિ"
. સાહસ તો કરવો જોઈએ.
આપણે કંફર્ટ ઝોન છોડી ને,
સાહસ વૃત્તિ અપનાવવી જોઈએ.
જીવન માં આવતા ઝંઝાવાતો અને મુશ્કેલી, માનવી ની ભીતર માં પડેલ શક્તિ ના ભંડાર ને બહાર લાવે છે.
રાજા અને બાઝ ની વાર્તા માં,
જ્યારે બાઝ જે ડાળી ઉપર બેઠું હોય છે.
તે કાપી નાખવામાં આવે છે..
અને બાઝ આકાશ માં ખૂબ ઊંચે ઊડી શકે છે.
આપણે પણ આપણા સલામત kosheta ને છોડવો j રહ્યો.
સફળતાનું ભવ્ય ગગન આપણાં ઇન્તેઝાર માં છે.
અગર મોતી ને શોધવું છે,
તો દરિયા કિનારે બેસી ને શું ફાયદો ?
બની મરજીવા દરિયો ડહોળવા પડે.
ત્યારે જઈ ને મોતી મળે.
નિષ્ફળતા મળવાથી પોતાનું મૂલ્ય ઓછું ના આંકો.
હીરો અગર કાદવ માં પડે તો પણ.
તેનું મૂલ્ય ઘટી નથી જતું.
બસ પ્રયત્ન કરો,
સફળતા આજે નહિ તો કાલે ચોક્કસ મળશે.
ઈશ્વર સફળતા ના આપે તો,
તેના પર ની આસ્થા ના ગુમાવવી,
કેમ કે, ઘણી વાર આપણે એક બુંદ માગતા હોઈએ ,
પણ ઈશ્વર ને પૂરો સાગર આપવો હોય.
આપણી માંગણી એક ઝૂંપડી ની હોય,
પણ એ મહેલ દેવા માગતો હોય.
બસ ધીરજ, ઈશ્વર પર ની આસ્થા, ખુદ પર ભરોસો,
સખત મહેનત,સંયમ,
બસ એક દિવસ રંગ લાવશે.
સુખો ની વસંત બની,
તમારી જીવન બગીચા ને મહેકાવશે.
ના હાર તું દુઃખો ના ક્ષણિક પરપોટા થી, અય બંદા, માનવી નું મુકદ્દર પણ પળે પળે બદલાય છે. સફળતાના નું વિસ્તરિત આકાશ સૌને નસીબ થાય એવી શુભેચ્છા.
