કમરબંધ
કમરબંધ
રતનપુર નામનું એક નાનું ગામ હતું, ત્યાં એક નાનો પરિવાર રહેતો હતો, જેમાં પ્રવીણભાઈ, તેનાં પત્ની સરોજબેન અને પ્રવીણભાઈની માતા સાવિત્રીબેન રહેતાં હતાં.
સરોજબેનની ચાર દિવસ પહેલાંજ સુવાવડ થઈ હતી, અને તેમને ત્રણ કિ.ગ્રા.વજનવાળા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો, અને તેને ગામડાની નજીક આવેલ દવાખાનામાંથી રજા આપવામાં આવી. રજા આપ્યાનાં બીજે દિવસે સાંજે એકાએક સરોજબેનનું બાળક જોર-જોરથી રડીને કજીયો કરવાં માંડ્યો. આ દરમ્યાન પ્રવીણભાઈ ખેતરે ગયો હતો, આથી સરોજબેન મૂંઝાય ગયાં, અને બે બાકળા થઈને હેબતાઈ ગયાં, એવામાં સાવિત્રીબેન આવ્યાં અને સરોજને કહ્યું કે...
justify">"બેટા ! સરોજ તારા દીકરાને કોઈકની ભારે નજર લાગી હશે, આથી તારો દિકરો રડી રહ્યો છે !"
આટલું બોલી સાવિત્રીબેન રસોડામાં ગયાં અને લીંબુ, એક લોટામાં પાણી, અને કાજળ લઈને આવ્યાં, અને સાવિત્રીનાં દિકરાને કપાળે કાળું તિલક કર્યું, લીંબુ, અને પાણી ભરેલ લોટાથી નજર ઉતારીને એ લીંબુ ચાર રસ્તા જ્યાં મળતાં હતાં, ત્યાં ચોકડીએ મૂકીને આવ્યાં.
અફસોસ કે એ બંનેમાંથી કોઈએ પણ એ ના જોયું કે પોતાનાં બાળકની કમરે બાંધેલ કમરબંધ ખુબ જ ફિટ હોવાથી તે રડી રહ્યું, હકીકતમાં તેને કોઈની પણ નજર લાગેલ હતી નહીં !