STORYMIRROR

Bhanu Shah

Children Stories

3  

Bhanu Shah

Children Stories

કલ્પનાની પાંખે

કલ્પનાની પાંખે

1 min
174

ચિન્ટુને દરરોજ રાત્રે વાર્તા સાંભળીને સૂવાની ટેવ. મોનાબેન તેના માટે દરરોજ નવી નવી વાર્તા શોધી રાખે.

 એક દિવસ 'અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગની 'વાર્તા કરી,

 " અલ્લાઉદ્દીન નામનો એક છોકરો હતો. જેને ભણવાનું જરાય ગમતું નહીં. તે આખો દિવસ રખડ્યા કરતો. એની બુઢી માતા એને ટોકતી પણ એ કોઈનું માનતો નહીં. એક દિવસ એને રસ્તામાં પડેલી દીવડા જેવી વસ્તુ જોઈ.

એને તે ઘરે લઈ આવ્યો.

ખૂણામાં મૂકી સૂઈ ગયો.

રાતે એણે જોયું દીવો પ્રકાશ આપતો હતો. એને રાતે અજવાળું નહોતું જોઈતું એટલે એણે ફૂંક મારી તો ધુમાડાના ગોટે - ગોટાં નીકળ્યાં. એમાંથી

એક કદાવર રાક્ષસ નીકળ્યો. જેનું નામ જીન હતું. જીને કહ્યું ,તું ફૂંક મારીને એમાંથી તને

જોઈએ તે વસ્તુ નીકળશે. અલ્લાઉદીનને તો મજા પડી ગઈ પછી મા દીકરો દરરોજ નવાં નવાં કપડાં પહેરવાં લાગ્યાં અને સારી સારી વસ્તુ ખાવાં લાગ્યાં.

 અલ્લાઉદીને ક્યારેય કોઈ સુંદર છોકરી જોઈ નહોતી એને ચિરાગ પાસે માગવાનો વિચાર આવ્યો.

તેણે ફૂંક મારી તો પરી જેવી સુંદર છોકરી બહાર આવી. તેની સાથે વાતો કરી અને તેની મિત્ર બની ગઈ. અલ્લાઉદીન તો ખુશ ખુશ થઈ ગયો. "

 ચિન્ટુ કહે મમ્મી,"સાચે જ આવું બને તો કેવી મજા પડે. "

  મમ્મીએ સમજાવ્યો,

"આવું બધું તો વાર્તામાં થાય. બાકી આપણે આગળ આવવું હોય તો ભણવું પડે ,મહેનત કરવી પડે અને કંઇક બનવું પડે. "

 ફેન્ટસી માટે ક્યારેક વાર્તા પણ સંભળાય. "


Rate this content
Log in