Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

કેટલો સમય?

કેટલો સમય?

5 mins
7.5K


હેમાંગીને આ બધા કરતાં વધારે ચિંતા હતી કે હિમાંશુ ઘરે જઈને આરામ કરે. ભોળી ક્યાં જાણતી હતી કે આ આરામ ‘૨’ વર્ષ સુધી ચાલવાનો છે. ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે!’

પલંગમાં આડી પડીને હેમાંગી વિચારી રહી હતી. સમય કોઈની શિરજોરી સ્વીકારતો નથી. સમય કદાપી અટકતો નથી. સમય પાણીના રેલાની માફક સરકતો જાય છે. પાણીનો રેલો તાપમાં સૂકાઈ જાય. સમય બસ કૂચ જારી રાખે. બે વર્ષનો સમય પસાર થઈ ગયો.

હિમાંશુનો અકસ્માત થયો હતો. તે સમયે તો ખાસ લાગતું ન હતું. અરે, હિમાંશુ ઊભો થઈને પૉલિસને બધી વિગત આપી રહ્યો હતો. મને પણ ફોન કરીને બોલાવી. મારે હજુ બે પેશન્ટ જોવાના હતાં. ઈમરજન્સી હોવાને કારણે મારી સાથે કામ કરતાં ડૉક્ટર બેલ કહે, ‘યુ ગો, આઈ વિલ ટેક કેર ઓફ યોર પેશન્ટ.’

જ્યારે હું અકસ્માત સ્થળે પહોંચી ત્યારે હિમાંશુ બધી વિગતો લખાવી ચૂક્યો હતો. મને જોઈને તેને શાંતિ થઈ. ભલું થજો વાંક બીજા ડ્રાઇવરનો હતો. એણે રેડ લાઈટમાં ગાડી ભગાવી હતી. બે જણા ‘આય વિટનેસ’ પણ હતા. મનમાં હાશ હતી. હિમાંશુ હેમખેમ લાગતો હતો.

લંચ સમય હતો. ‘ચાલ લંચ ખાઈને ઘરે જઈએ.’

હિમાંશુને મારો પ્રસ્તાવ ગમ્યો. ડૉક્ટર હોવાને નાતે મેં એને તપાસ્યો.

‘અરે, યાર બચી ગયો નથી વાગ્યું.’

‘એ તો તને એમ લાગે, ઘરે જઈને ખબર પડશે!’

અમે બન્નેએ ચાલુ દિવસે સાથે આવી રીતે વર્ષો પછી લંચ લીધું. હિમાંશુની ગાડી તો ‘ટૉ ટ્રક’વાળા લઈ ગયા.

તેના દિદાર એવા હતા કે વિમાના પૈસાથી રીપેર કરાવવા કરતાં નવી ગાડી લેવી હિતાવહ લાગ્યું. ઉપકાર મનવો ઈશ્વરનો કે હિમાંશુનો વાંક ન હતો. એટલે સામેવાળાઓને વિમા કંપની સાથે ભાંજગડ કરવાની હતી. બન્ને જણા ‘આશિયાના’માં જમ્યા. હિમાંશુએ કોઈ ફરિયાદ ન કરી. ‘હું મનોમન ઈશ્વરનો પાડ માની રહી!’

હિમાંશુંને તો લંચ પછી સિનેમા જોવા જવું હતું.

‘કેમ બાળકો ઘરે નહિ આવે?’

‘આના છે ને.’

‘હની, તને તો ખબર છે, બાળકો સ્કૂલેથી આવે તે પહેલાં હું ઘરે ગમે ત્યાંથી પહોંચી જાઉં.’

‘એક દિવસમાં શું ફરક પડશે!’

‘સાહેબ, તમે ભૂલી ગયા, મારી ક્લિનિકમાં બધા મને ‘સિન્ડ્રેલા’ કહે છે. બાર વાગતાં પહેલાં ઘરે ન પહોંચે તો રથ ગાયબ!’

‘સારું થયું તે મને યાદ કરાવ્યું’.

હેમાંગીને આ બધા કરતાં વધારે ચિંતા હતી કે હિમાંશુ ઘરે જઈને આરામ કરે. ભોળી ક્યાં જાણતી હતી કે આ આરામ ‘૨’ વર્ષ સુધી ચાલવાનો છે. ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે!’

ઘરે આવ્યા પછી હિમાંશુ સૂવા ગયા. હિમાંશુની પીઠમાં સખત વાગ્યું હતું. અકસ્માત પછી ઊભો ને ઊભો હતો. લંચ કરીને ઘરે આવ્યા, જેવો સૂવા ગયો કે મોઢામાંથી ચીસ નિકળી ગઈ. હેમાંગીને હવે ફડકો પેઠો. તરત જ ‘૯૧૧’ને ફૉન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને હૉસ્પિટલમાં લઈ ગઈ.

પીઠના ‘એક્સ રે’ કઢાવ્યા. ખાસ્સુ વાગ્યું હતું. આવા અકસ્માતમાં તરત ખબર ન પડે. જેવી તેની પીઠ પલંગને અડકી અને તેની સ્થિતિમાં ફેર થયો કે અંદાઝ આવી ગયો. સારું હતું કે જુવાન લોહી હતું. પાછા પગ પર થતાં વાર ન લાગે. છતાં આજની પરિસ્થિતિ જોયા પછી હેમાંગીએ, હિમાંશુને ઝીણવટ પૂર્વક ન જણાવતાં કહ્યું, સંપૂર્ણ ‘બેડ રેસ્ટ’! કોઈ પણ કારણસર પલંગમાંથી ઉભા નહી થવાનું. ખાવું, પીવું. ઝાડો, પેશાબ અને સ્પંજ બાથ બધું પથારીમાં.

હૉસ્પિટલનો સંપર્ક સાધ્યો. અમુક મેલ નર્સને જાણતી હતી. જેઓ કાયમી ન હોય પણ જરૂરત પડે આવતાં. હેમાંગી ઘણી વખત તેના પેશન્ટ માટે જેફનું નામ સજેસ્ટ કરતી. આજે તેને પોતાને જરૂર પડી.

‘જેફ, આઈ વૉન્ટ ટુ હાયર યુ ફૉર લોંગ ટર્મ.’ જેફને પોતાની ક્લિનિક પર બોલાવ્યો. હિમાંશુના દેખતા બધી વાત કરે તો  તેને જરા અજુગતું લાગે.

જેફ સાથે હિમાંશુને મૈત્રી થઈ ગઈ. ૨૪ કલાક તેની સાથે ગાળતો. બન્ને જણા સાથે પાના રમે અને ટી.વી. જુએ. જેફનું જનરલ નૉલેજ પણ પુષ્કળ હતું. પૉલિટિક્સમાં રસ ધરાવતો. હેમાંગીની ઘણી ચિંતા ઓછી થઈ ગઈ હતી. હિમાંશુ આખો વખત પથારીમાં હોય તેના શરીરની કાળજી જેફ સારી કરતો. ખાવા પીવામાં ધ્યાન રાખે કરણ ૨૪ કલાક પથારી, શરીરને વધતાં વાર ન લાગે ! જેફ દિલથી કામ કરતો. ઘણીવાર પૈસા આપવા છતાં માણસો તેમનું કામ મનપસંદ આવે એવું નથી કરતા હોતા. જેફ એકદમ અલગ તરી આવ્યો.

તેને ૨૪ કલાક ઘરમાં રહેવાનું. જો લંચ યા ડીનરના સમયે હેમાંગી ઘરમાં હોય તો તે જમાડે. નહીં તો બધું જ કામ જેફે ઉપાડી લીધું. જે હસમુખો અને ખૂબ હોશિયાર હતો. હેમાંગીને દરરોજ ઘરે રહેવું ફાવે તેમ ન હતું. જેફને પૈસા વ્યવસ્થિત આપતી તેથી તેનું કામ ખૂબ સરસ હતું. હિમાંશુને એમ કે બે ચાર મહિનામાં સારો થઈ જશે. આજકાલ કરતાં બે વર્ષ થવા આવ્યા.

અકસ્માત દરમ્યાન ખાટલે પડ્યા પડ્યા ઘણું વિચાર્યું. પરવશતાનો અનુભવ કર્યો. સમયની અનિશ્ચિતતાને કોણ પડકારી શકે? કોને ખબર હતી આજે ઘરે જતાં અકસ્માતનો ભોગ બનવું પડશે? વાંચવાનો શોખ જે બાળપણમાં હતો તેનો પેટ ભરીને લ્હાવો માણ્યો. છતાં ‘ખાટલો’ આટલા લાંબા કાળ સુધૉ કોને વહાલો લાગે. ‘હેમાંગી પર ઘણીવાર ચિડાઈ જતો.’ હા ચિડાયા પછી પારાવાર દુખ થતું. જ્યા્રે નિરાશાની ગર્તામાં ડૂબતો ત્યારે હિમાંગી તરણું બની મને ઉગારતી. પ્રોત્સાહન આપતી. આ કાયમી સ્થિતિ નથી કહી મને ઉજ્જવલ ભવિષ્યનું સોણલું બતાવતી. મનમાં આવી સુંદર અને સહનશિલતાની મૂર્તિ હેમાંગી પર પ્યાર ઉભરાતો. જલ્દી સારા થવું ચે એવું મન મક્કમ કરી દિવસ અને રાત ગુજારતો !

બાળકો પણ પપ્પાને આખો વખત બેડમાં જોઈ થોડા સિરયસ થઈ ગયા. વારે વારે આવીને પૂછે, ‘પપા તમને કાંઇ જોઈએ છે?’ હિમાંશુ હસીને ના પાડે. તેને પોતાની સ્થિતિ જરા પણ પસંદ ન હતી. શું કરે ? નાઈલાજ હતો !

હેમાંગીને શંકા ગઈ કે હિમાંશુ ફરીથી પગ પર ઊભો થઈ સ્વતંત્રતા પૂર્વક પોતાનું કાર્ય કરી શકશે કે નહીં? સામે વાળી પાર્ટીએ પુષ્કળ પૈસા આપ્યા. પૈસા તો હેમાંગી અને હિમાંશુ પાસે પણ ક્યાં કમ હતા? હિમાંશુ આઈ.ટી.નો ખૂબ હોંશિયાર વ્યક્તિ હતો. એક વર્ષ તો ડિસએર્બિલિટી મળી. હવે નોકરી પણ ગઈ !

ખેર એ કશાની વ્યાધિ ન હતી. આજે ડૉક્ટરને બતાવીને આવ્યા. જુવાની હતી, આશા બંધાઈ આટલો ટટ્ટાર ઊભો રહી શકે છે, મતલબ તેની કરોડરજ્શજુ હવે બરાબર કામ કરતી  થઈ  ગઈ  છે.

‘બસ હવે વધારેમાં વધારે બેથી ત્રણ મહિના!’

‘શું વાત કરે છે, હજુ બે મહિના?’

એ તો હું કહું છું તારી ધર્મ પત્ની ! કાલે ડૉ. સ્મિથ શું કહે છે તે જોવાનું સવારના પહોરમાં ડૉક્ટરની ઓફિસમાંથી ફોન આવ્યો.

‘આજે નહીં કાલે, સૉરી ફૉર ઈન્કન્વીનિયન્સ.’

ડૉક્ટર સ્મિથ અને હેમાંગીને બિઝનેસ રિલેશન જતું. હિમાંશુનો રિપૉર્ટ સારો આવ્યો હતો. તેની બરાબર કાળજી લેવાઈ જેને કારણે પગભર થયો હતો.

બીજે દિવસે સવારના નવ વાગ્યામાં જવાનું હતું. હિમાંશુને તો જાણે દિલ ધક ધક કરતું હતું. એ ખૂબ ત્રાસી ગયો હતો. ડૉક્ટરે તેને રૂમમાં આવતો જોયો. હસતાં હસતાં કહે, ‘સ્ટાર્ટ વૉકિંગ માય બૉય !’


Rate this content
Log in