Nicky Tarsariya

Children Stories Others

3  

Nicky Tarsariya

Children Stories Others

કેમ ભુલાય તારી યાદ

કેમ ભુલાય તારી યાદ

5 mins
1.1K



સમયની સાથે દોડતી જિંદગી કેટલીક યાદો બનાવતી જાય તો કેટલીક યાદો સાથે લઈ જતી હોય છે. પણ તેમાની કેટલીક યાદો એવી હોય છે જે કયારે ભુલાતી નથી. ખાસ કરીને તહેવાર સાથે જોડાયેલ યાદો, જે દર વર્ષે આવે છે અને દર વર્ષે મળે છે. તેની યાદ ખુશી લાવે છે ને ખરાબ યાદ ખુશીના સમયે રડવા મજબુર કરે છે.

નવરાત્રિ પુરી થયા પછી લગભગ બધે જ દિવાળીની તૈયારી શરુ થઈ જતી હોય છે. બિનલના ઘરે પણ દીવાળીની તૈયારી થવા લાગી હતી. ઘર સફાઇથી લઈને ઘર ડેકોરેશન સુધીની તમામ તૈયારી બિનલને જ કરવાની હતી. આ વર્ષે કોઈની વાટ ન હતી, કે કોઈ મદદ કરશે દર વર્ષે તો દેરાણી અને સાસુ હોય પણ આ વખતે તેઓ પણ ન હતા.  અને પરેશ પોતાના કામથી ઉપર આવે તો બિનલની મદદ કરે ને. આખા ઘરની સફાઈ કામવાળી સાથે મળીને કરી લીધી, પણ હજી બઘાના કબાટ બાકી હતા - તે તો તેને એકલા હાથે જ કરવાના હતા. ફટાફટ એક પછી એક કબાટ તે સાફ કરવા લાગી,

બઘાના કબાટ થઇ ગયા પણ એક તેનો કબાટ બાકી હતો જે તે કરવા નોતી માગતી. તેમા છુપાવેલ યાદોને ખોલવા નોતી માગતી. જે થવાનું હતુ તે થઇ ગયુ હવે એ નથી જ બદલવાનુ.  કરુ કે ના કરુના વિચારોમાં ખોવાયેલી બિનલ કબાટ પાસે જ બેસી ગઈ. કબાટ ખોલવાની તૈયારીમાં જ હતી ત્યાજ ખુશી બિનલ પાસે આવીને મમ્મીના ખોળામાં બેસી ગઈ. ખુશી બિનલને ફોટો બતાવતા કહે "મમ્મી આ કોનો ફોટો છે મને દાદીના રૂમમાંથી મળ્યો ! પપ્પાનો છે ?”

ફોટોને હાથમાં લેતાની સાથે જ બિનલની આખમાં આંસુ આવી ગયા. જે યાદોના કારણે તે કબાટ ખોલવા નોતી માગતી તે યાદ સામે જ આવી ગઈ. એકાએક દસ વર્ષ પહેલાં બનેલા દશ્યો નજર સામે તરવા લાગ્યા.  ફટાકડા ફુટવાના અવાજો, ચારો તરફ રોશનીથી ઝળહતુ આકાશ, ખુશીથી દિવાળી મનાવતા લોકોના આવાજ,  બાળકોની મસ્તીમા સામેલ રુમીની હસી બિનલના કાનમા ગુજતી હતી. આખના આંસુ ગાલ પર જ ઉભા હતા ને પાંચ વર્ષની ખુશી બિનલને એક જ સવાલ પૂછે જતી હતી કે -"મમ્મી આ કોણ છે "પણ બિનલ તેને જવાબ દેવા ન માગતી હોય તેમ ગુસ્સામાં  "ખુશી ગો ટુ યોર રુમ "રડતી ખુશી ત્યાથી પોતાના રૂમમાં જતી રહે છે. પણ બિનલ ત્યા જ બેઠી કબાટ ખોલે છે ને રુમીનો એક એક સામાન બહાર નિકાળીને જુવે છે.

રુમીની બઘીજ યાદો આ કબાટમાં તેને સાચવી રાખી હતી. જાણે રુમી કયારે તેનાથી દુર ગયો જ ન હોય ! એમ તેના પાંચ વર્ષના સફરની યાદ તાજી થઈ રહી હતી. રુમીનુ ફેવરીટ ટેડીબિયર જે તેને પહેલાં જન્મદિવસ પર મળેલુ ત્યારથી તે પોતાની પાસે રાખતો. એવી તો કેટલીક યાદો આ કબાટમાં છુપાવેલ હતી,  જે એક પછી એક ખુલી રહી હતી. દિવસ આખો બિનલ કબાટ પાસે બેસી રડતી રહી. રુમીની યાદોમા તે એવી ખોવાય ગઈ કે તેને ખુશીની ખબર જ ના રહી. મમ્મીના ગુસ્સાથી ડરેલી ખુશી રડતા રડતા કયારે સુઈ ગઈ હતી તે પણ બિનલને ખ્યાલ ન રહયો.  સાંજે જયારે પરેશ ઘરે આવે ત્યારે જુવે તો બિનલ ત્યા બેઠી હતી "બિનલ ક્યા સુઘી તુ આવી રીતે રડતી રહીશ તારા રડવાથી રુમી પાછો નહીં આવે અને ખુશી ? તેના રુમમા તો નથી ! "ખુશીનુ નામ સાંભળતા તે સફાળી ત્યાથી ભાગે છે અને ખુશીના રુમમા જુવે છે .પણ ખુશી તેને ક્યાય નથી મળતી."બિનલ ખુશી કયા છે તુ દર વર્ષે આવુ કરે છે. જેના કારણે આપણે કયારેય દિવાળી નથી મનાવી શકતા જે થવાનું હતુ તે થઇ ગયુ હવે શુ ? ત્યારે પણ તારી જીદના કારણે આપડે રુમીને ખોઈ નાખ્યો ! હવે હુ ખુશીને ખોવા નથી માગતો."

બને આખા ઘરમાં ફરી વળે છે. આખરે ખુશી તેને તેના જ રુમમા કબાટ પાછળ સુતેલી મળે છે. ખુશી બિનલ પાસે જ હતી પણ બિનલને રુમીની યાદોમા ખબર જ ના રહી. પરેશ ખુશીને ત્યાથી બેડ ઉપર સુવરાવે ત્યા જ ખુશી જાગી ગઈ. "મમ્મી તે ફોટો રુમી ભૈયાનો છે ને ? પપ્પા બતાવોને રુમી ભૈયાને શુ થયુ તે આપણી સાથે કેમ નથી".ખુશીના સવાલનો જવાબ પરેશ અને બિનલ બને પાસે હતો પણ ખુશીને કઈ રીતે સમજાવે કે એનો ભાઈ આ દુનિયામાં હવે નથી રહયો. "ખુશી બેટા તુ નાની છે હજી, જ્યારે તુ મોટી થાયને ત્યારે હુ તને કેવાકહીશ. અત્યારે તુ નીચે જા; તારા માટે એક ગીફટ રાખ્યુ છે." પરેશે ખુશીને સમજાવી તો દીધી પણ પોતાના મનને કેમ સમજાવે, ખુશી તે ગિફ માટે નીચે દોડી ગઈ, "આજે રુમી પણ હોત તો? " એટલુ બોલતા જ પરેશની આખોમાં આંસુ આવી ગયા. બે દિવસ પછી દિવાળી હતી સાથે જ રુમીને ગયે દસ વર્ષ પુરા થવાના હતા.

ચારો તરફ ઉત્સવ હતો .જેમ જેમ દિવસો પુરા થતા હતા, તેમતેમ મન વધારે ભારે થઇ રહયું હતું. બીનાલને એકએક પળ યાદ આવતી હતી. પણ આ પળતેને યાદ કરી રડવાનો કોઇ મતલબ ન હતો. કુદરતના નિયમ મુજબ ભૂતકાળ ભુલી ભવિષ્ય તરફ આગળ વઘવુ, પણ મા-બાપનુ મન કેમ માને ! બહારથી હસ્તો ચેહરો અંદરથી ખોખલો હતો. દિવાળીની તે અંઘારી રાત દિવાની જયોત બનીને હમેશા બુજાય ગઈ. પણ રુમીની યાદો ફટાકડાની આગ બની આજે પણ બિનલના કાનમા ગુજતી હતી ."મમ્મી, ફટાકડા મારે, ના બેટા તુ હજી નાનો છે .અને ફટાકડા નુકસાનકારક છે. તારી જ ઉમરના કેટલાય છોકરા પોતાની જાન જોખમમાં મૂકી ફટાકડાની ફેકટરીમાં કામ કરે અને પછી આપણે તેની ખરીદી કરીને ફોડીયે તેમા પણ કેટલુ નુકશાસાન. બિમાર માણસો ફટાકડાના આવાજથી વધારે બિમાર થાય, વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ અને ફટાકડાની આગ કેટલાય ઘરને બાળે. રુમી બેટા દીવાળી તો રોશનીનો તહેવાર કેહવાય જરુરી નથી કે ફટાકા ફોડીને જ દિવાળી મનાવાય." દાદી રુમીને સમજાવી જ રહયા હતા ત્યા જ બિનલ વચ્ચેથી વાત કાપતા બોલી ઉઠીે "મમ્મી બાળકો આજે ફટાકા નહી ફોડે તો કયારે ફોડશે, આપણે મોટા બોમ થોડી લાવવાના છીએ;  થોડાક નાના નાના લાવી આપશુ. રુમી આપને સાજે સાથે મળી ફટાકડા ફોડીશુ ! અત્યારે તુ રેડી થઈ જા આપને પુજા કરવાની છે."

સાંજે સાત વાગ્યે પુજા પુરી થયા પછી આખો પરિવાર એક સાથે ફટાકા ફોડવા બેસી જાય છે. રુમી બીજા બાળકોની સાથે ફુલજડી, રોકેટની મજા મણતો હાસ્ય કીલોલ કરતો હતો. અચાનક જ રોકેટ આડુ ઉડતા સીધુ જ રુમી સાથે અઠડાયુને ભયંકર આગ રુમીને વીટળાય વળી," મમ્મી..."ના છેલ્લા શબ્દની સાથે જ હંમેશા, માટે રુમીએ આ દુનિયામાંથી વિદાય લીધી.




Rate this content
Log in