GIRISH GEDIYA

Others

1  

GIRISH GEDIYA

Others

કડવી યાદો

કડવી યાદો

2 mins
36


ખબર નહી કોના પર ભરોસો કરવો એજ હવે સમજાતું નથી, જેના પર ભરોસો કરું એજ ભરોસો તોડી જાય.

વધારે તકલીફ તો એ સમય થાય જયારે કોઈ વ્યક્તિ બધી બાજુથી મુશ્કેલીમાં મુકાયેલો હોય અને એ સમય કોઈ આવી તમારી વાત સાંભળે અને કહે હું તને અને તારી બધી તકલીફ સમજુ છું અને એક હાથ લંબાવી તમારો સુખઃદુઃખમાં સાથી બની જાય એક પરિવાર બની જાય છે.

તમારી બધી તકલીફ એની સમજે અને વારંવાર એહસાસ અપાવે ચિંતા કર નહી હું છું તારી સાથે અને વ્યક્તી એની તકલિફમાં એક સાથી એવો મળી જાય તો એ મુશ્કેલીઓ વાળા વ્યક્તીનું મન ઘણું શાંત થાય અને એક પોજીટીવ વ્યક્તીનાં સાથથી એનાં વિચાર પણ બદલાય જાય અને બધી મુશ્કેલી હવે નોર્મલ લાગે છે.

પણ એક સિક્યોરિટી ફીલ કરાવતું હોય અને ઘણો સમય સાથે વિતાવ્યા પછી અચાનક તમારો સાથ છોડી દે અને ક્હે હું તમને જાણતો નથી અને ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થઇ જાય, પણ વાત એ છે આટલો સમય સાથે વિતાવ્યા પછી આવા શબ્દો વાપરી ક્હે હું તમને સમજી શકતો નથી અને તમે મને સમજી શકતા નથી અને જે મધ દરિયા લઇ જઈ ડૂબોવી દે સાથ છોડી એમાં એ તકલીફવાળા વ્યક્તીની તકલીફમાં વધુ મુસીબત ઊભી કરે ત્યારે વ્યક્તી હવે કોઈ પર ભરોસો કરી સકતો નથી સિવાય પોતાની બરબાદી ને જોયોં રહે. છે

પહેલા જે ઘાવ હતા એનાં પર આ મીઠુ નાખવા જેવું લાગે એને ઊંડી નિરાશામાં જતો રહે છે વ્યક્તી પણ સામે એ વ્યક્તિને હવે આવી કોઈ ફિલિંગ હવે નથી થતી જે પહેલા કહેતા હતા "હું તને સમજુ છું "એ હવે મોં ફેરવી દે અને કહે "આઈ ડોન્ટ લાઈક " કે પછી ક્હે કોણ છો તમે ?

જે પહેલા તકલીફ હતી એનાં કરતા વધુ તકલીફ હવે થશે, હા એ હવે રડશે નહી પણ કિસ્મત પર હસી ને કહેશે "વાહ રે ભગવાન ખુબ સરસ તારો ઇન્સાફ "

હવે આંસુ મનમાં દબાવી એ પળ પળ મરશે અને આ મનમાં છૂપાવેલું દર્દ એને રોજ યાદ અપાવતું રહે છે હવે કોઈ પર ભરોસો નહી કરું કે નાં કરી શકું.

ઇવન એ હવે ખુદ પોતાના ડિસિઝન પણ હવે શક કરશે જ, કારણ હવે એ પહેલા કરતા વધુ અનસિક્યુરિટી ને અનુભવી રહ્યો હોય છે....

પણ કોઈને હવે કંઈપણ કહી શકશે નહી..

બસ ઘૂંટી-ઘૂંટી મનમાં દબાવી એને મારશે.

સામે તો બધાં એમનો રોલ પૂરો કરી નીકળી જાય પણ આવા સેલ્ફીશ વ્યક્તિઓનો દુનિયામાં જોટો નથી.... એમની મેન્ટાલીટી એમને જ્યાં સુધી ખુશી મળે ત્યાં સુધીજ હોય અને જેવું કોઈ બાબતમાં તકલીફ !


Rate this content
Log in