Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

કામણગારી આંખ

કામણગારી આંખ

6 mins
7.2K


કાળી, ભૂરી, માંજરી, મારકણી, શરમાળ, તોફાની, કેટલાય વિશેષણ આપીને થાકતો ત્યારે અંતે બંધ પાંપણો પર હળવેથી ચુંબન આપતો શૈલ આજે મુંગો મંતર થઈ ગયો હતો. સોનાલી સાથેની પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. "તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો". આમ પણ આ ગીત શૈલને બચપનથી ગમતું. એમાં વળી સોનાલીની હરણીશી ચંચળ આંખો, ઉપર કાળી મજાની ભ્રમર એટલી કલામય હતી કે જોયા પછી આંખ ખસવાનું નામ લેતી ન હતી. એ આંખ દ્વારા એણે સોનાલીના હૈયામાં ડેરા તંબુ તાણ્યા હતાં.  

સોનાલીની આંખોનો દિવાનો શૈલ આજે  હોસ્પિટલના ખાટલામાં સૂઈને છત સામે અપલક નેત્રે તાકી રહ્યો હતો . માત્ર ડાબી આંખથી! તેની વાચા હણાઈ ગઈ હતી. શું કરવું તે ગડમથલ ચાલતી હતી. પ્રશ્ન જરૂર થાય કેમ માત્ર ડાબી આંખથી, જમણી આંખને શું થયું? આંખના ડોક્ટરની નાનીશી ભૂલને કારણે શૈલે જમણી આંખ ગુમાવી હતી. અત્યારે તેના પર માત્ર પાટો હતો. પાકો નિર્ણય લેવાનો હતો કે આનો ઈલાજ હવે કઈ રીતે કરવો. આંખના ડો. મર્ચન્ટ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ નામાંકિત હતા. કયા કારણસર આવી અક્ષમ્ય ભૂલ કરી બેઠા તેનો તેમને ખૂબ અફસોસ હતો. પોતાની ભૂલની માફી માગી. બદલામાં કઈ રીતે શૈલ અને સોનાલીને રિઝવી શકે તે સઘળું કરવા તૈયાર હતા. જેને કારણે તેમના નામને બટ્ટો ન લાગે અને 'આંખની દુનિયામાં' જે નામના કમાઈ હતી તે ધુળધાણી ન થઈ જાય.

સોનાલી આજે લગભગ દસ દિવસ પછી શૈલને હોસ્પિટલમાં એકલો મૂકી પોતાના કપડા લેવા ઘરે ગઈ હતી. તેને થયું ઘરે જઈ શાંતિથી શાવર લઈ મસ્ત એલચી અને કેસરની ચા પી પછી આવીશ. શૈલ માટે ચા થરમોસમાં લઈને આવીશ. ચાના રસિયાને ઘરની ચા પીવી ગમશે. શૈલને તો બસ સોનાલીની આંખો વિશે જ વિચાર સતાવતો હતો. શરીરના બધા અંગોનું મહત્વ છે. કિંતુ આંખ, એની શી વાત કરવી. શૈલ અંતે નિર્ણય પર આવ્યો. ડો. મર્ચન્ટ ઓપરેશન તેમજ હોસ્પિટલના એક પણ પૈસો લેવાના નથી. તેને બે કરોડ રૂપિયા બદલામાં આપવાનું સ્વિકાર્યું છે. નવી આંખ સારામાં સારી બેસાડી આપશે. જોનાર દ્વિધામાં પડી જાય કે કઈ સાચી અને કઈ ખોટી. ગમે તેટલું કરે પણ જન્મતાની સાથે મળેલી જમણી આંખની તોલે કશું ન આવે. હવે મન મનાવ્યા વગર છૂટકો ન હતો.  

પેલી ગયેલી આંખ કોઈ પણ કિમતે યા સંજોગોમાં પાછી આવવાની ન હતી. સોનાલી ખૂબ દુઃખી થઈ. પોલિસ કેસ નહી કરવાની બન્ને જણાએ બાંહેધરી આપી હતી. આજે સવારથી શૈલને નવી આંખ બેસાડવાનું ઓપરેશન ચાલતું હતું. સોનાલી વેઈટિંગ રૂમમાં કોફી પીધા કરતી હતી. અંતરથી પ્રભુને પ્રાર્થના કરતી હતી કે ઓપરેશન સફળતા પૂર્વક પુરું થાય. અંતે તે ઘડી પણ આવી પહોંચી. સ્ટ્રેચર પર શૈલને લઈને નર્સ આઈ.સી.યુ. તરફ જઈ રહી હતી. શૈલ ઓપરેશન થિયેટરમાંથી પાછો પોતાના રૂમમાં આવ્યો. જમણી આંખ પર પાટો હતો. અશક્તિ અને દવાને કારણે ઘેનમાં હતો. સોનાલી તેને જોઈને ખુશ થઈ ગઈ. અંતરમાં શૂળ ભોંકાતી હતી, જેને કારણે સોનાલીની ભૂખ, તરસ અને નિંદર  ઉડી ગયા હતા. સોનાલીને અફસોસ હતો કે શૈલની એક આંખ કામ નથી કરતી. નવી આંખ વિષે જ્યારે ડો. મર્ચન્ટ વાત કરતા ત્યારે અચૂક કહેતા ,'જો કોઈને ખબર ન હોય તો કહી ન આપે કે કઈ આંખ ખોટી છે'.

બન્યું પણ એવું જ કે શૈલ જ્યારે ઓપરેશન પછી બહાર આવ્યો અને ત્રણ દિવસે પાટો ખોલ્યો તે સમયે ત્રણે જણા અવાચક થઈ ગયા. આટલું સરસ કામ જોઈને શૈલ આંખ ગુમાવ્યાનું દુઃખ વિસરી ગયો. જુવાની હતી એટલે ડાબી આંખે બધું કામ બરાબર ચાલતું હતું. શોભાની જમણી આંખ કશા કામની ન હતી. શૈલને ગાંડા જેવો વિચાર આવી ગયો,'હવે એક આંખે જોવાનું છે તો ભલા સારું સારું જોજે. 'સોનાલી કોઈક વાર ખૂબ દુઃખી થતી. તેણે નાનપણમાં દાદીને મોતિયાના ઓપરેશન પછી આંખ ગુમાવતી જોયેલી હતી. આજે આધુનિક જમાનામાં જ્યાં લેઝર દ્વારા સર્જરી થાય છે, ત્યાં આવું પરિણામ કેવી રીતે આવ્યું? શૈલે તો આ વાત સહજ રીતે સ્વિકારી હતી. સોનાલી માટે તે ખૂબ કઠીન હતું.આજે રવિવાર હતો ને ગાડીના ડ્રાઈવરે રજા લીધી હતી. ઓપરેશન પછી બને ત્યાં સુધી શૈલ ગાડી ચલાવવાનું ટાળતો. શૈલ અને સોનાલી સિનેમા જોવા ગયા. પાછા વળતા જીદ્દી ટેક્સીવાળા તેઓ રહેતા હતા એ દિશામાં આવવાની ન પાડતા હતા. શૈલે તેનો જૂનો, કાયમનો કિમિયો અજમાવ્યો.'આને જાને કા ભાડા દેગા''.. શેઠ આપ કુછ ભી દો, હમારે ઘરકા વો રાસ્તા નહી હૈ. હમ થક ગએ હૈ'.

હારી થાકીને બન્ને જણા બસની લાઈનમાં ઉભા રહ્યા. મુંબઈ શહેરમાં સિનેમા છૂટે ત્યારે બસ પણ ખીચોખીચ ભરેલી હોય. શૈલની બાજુમાં એક નાનો પાંચ વર્ષનો છોકરો ઉભો ઉભો રડતો હતો. થાકેલો હતો અને ઉંઘ આવતી હતી. શૈલને મસ્તી સુઝી. તેણે પોતાની ડાબી આંખ કાઢી, ઉછાળી અને પાછી આંખમાં ગોઠવી દીધી.પેલું નાનું બાળક રડવાનું ભૂલી ગયું. 'અંકલ, આ તમે શું કર્યું'?'બેટા, આ બે માળવાળી બસમાં ઉપર જગ્યા છે કે નહી તે જોવા મારી આંખને મોકલી હતી'.'અરે અંકલ, તમે તો મોટા જાદુગર છો'.'હા, જો ને  બેટા આ ૧૦૨ નંબરની બીજી બસ આવી પણ પેલો કંડક્ટર બસ ઉભી જ નથી રાખતો. મારે તપાસ કરવી હતી કે તે, સાચું બોલે છે કે ખોટું'.

પેલા બાળકની મમ્મી તો દીકરો ચૂપ થયો એટલે ખુશ થઈ ગઈ. સોનાલી, ભડકી,'શું નાના બાળક જોડે મસ્તી કરે છે'. 'અરે તું તેનું મોઢું તો જો, મારી આંખ સામે જોયા કરે છે. કાલે જો જે વર્ગમાં બધાને આ વાત કરશે'. કહી શૈલ મોટેથી હસી રહ્યો. આમ શૈલે આંખ વિષે ખૂબ સહજતા પૂર્વક વર્તન કરતો. હા, પોતાના ઓપરેશન પછી એ સોનાલીની આંખોની તારિફ કરતો બંધ થઈ ગયો હતો. જે સોનાલીને શૂળની માફક ખુંચતું. સોનાલીને આ વાત પર ગંભીર વિચાર કરી રહી. બન્ને વચ્ચે પ્રણયના ફુલ ખિલવામાં  આ તેની આંખો તો કારણ બની હતી. આજે જ્યારે શૈલની એક આંખ કામ નહી કરવાથી શૈલ આંખો પ્રત્યે સાવ બેદરકાર બન્યો હતો. તેને પાછો પહેલાનો શૈલ જોઈતો હતો.

હમણાથી સોનાલી, શૈલ ઓફિસે જાય કે તરત બહાર નિકળી જતી. શૈલની આદત હતી દરરોજ ઘરે જમવા આવવાનું. બરાબર બારના ટકોરે તે ઘરે હાજર હોય. મહારાજને બધું સમજાવીને જાય. શૈલના આવતા પહેલાં તે ઘરમાં હોય. શૈલના મમ્મી વિચારે કે સોનાલી રોજ ક્યાં જતી હશે. પૂછાય તો નહી. આજકાલની સાસુઓની તાકાત જોઈએ, વહુઅને કાંઈ પણ પૂછવા માટે. તેમને ગળા સુધી વિશ્વાસ હતો, સોનાલી કોઈ ખોટું કામ નહી કરે. તે શૈલને તેમજ તેના માતા અને પિતાને ખૂબ પ્યાર આપતી હતી. લગભગ બે મહિના થઈ ગયા. શૈલ અને સોનાલીના લગ્નની પાંચમી વર્ષગાંઠ આવી રહી હતી. સોનાલીએ સુંદર વિચાર પૂર્વકની યોજના બનાવી હતી. મમ્મી અને પપ્પા તે દિવસો દરમ્યાન લોનાવાલા જવાના હતા. નસીબ સારા હતાં કે શનિવાર હતો. શુક્રવારે રાતના બહાર ડિનર લીધું, એકાદ માર્ગરીટા પણ પીધી જેનાથી ઉંઘ સારી આવે. શૈલને તો રજાનો દિવસ હોય એટલે ઉઠાડવા જવાય જ નહી. સોનાલીએ બધા પડદા પણ પાડી દીધા હતા. સૂરજનું કિરણ ક્યાંયથી અંદર આવી ન શકે. બે મહિનાથી સોનાલી,'કેમેરાની ટેકનિક અને આય મેકઅપ' બન્ને કલા શિખવા જતી હતી.

શનિવારની સવારનું અંધારું બરાબર કામે લાગ્યું. સુંદર સરળ અને કર્ણપ્રિય સંગિત ચાલુ કર્યું. પોતાની આંખોને સુંદર રીતે સજાવી. (મેકઅપ દ્વારા) આખા બેડરૂમમાં એવી રીતે પ્રોજેક્ટ કરતી હતી કે જોનાર અચંબામાં પડી જાય. અચાનક શૈલની આંખ ખુલી અને રૂમમાં ચારે દિશામાં સુંદર રીતે આંખોનું પ્રોજેક્શન થઈ રહ્યું હતું.  તે જોઈને ખુશ ખુશાલ થઈ ગયો. સોનાલી તેની બાજુમાં ન હતી. એક પળાના પણ વિલંબ વગર બોલી ઉઠ્યો,'સોનાલી તારી આવી સુંદર આંખોને આજે ઘણા વખતે માણી રહ્યો છું. તું ક્યાં છે?' સોનાલીએ રૂમમાં મીણબત્તી જલાવી. સાધારણ ઉજાસમાં સોનાલીની સુંદર, કલામય આંખો જોઈને શૈલ પોતાની જાતને રોકી ન શક્યો. બન્ને પાંપણો પર હળવેથી મહોર મારી. 


Rate this content
Log in