STORYMIRROR

Varsha Thakkar

Others

3  

Varsha Thakkar

Others

કાચિંડો

કાચિંડો

1 min
183

રીમા પોતાના પતિની હાજરીમાં તેનાં સાસુમા સાથે ખુબજ સારો વર્તાવ કરે અને પતિ ઘરમાંથી બહાર જાય કે તરત જ રીમાનું વર્તન બદલાઈ જતું.

 આજે સવારે ઘરનાં આંગણામાં ફૂલછોડનાં ક્યારામાં ફરતા કાચીંડાને અવાર નવાર શરીરના રંગો બદલતો જોઈ ખૂબ જ નવાઈ પામેલો નાનકડો બબુ ઘરમાં જઈ તેની મમ્મી રીમાને કાચીંડાનાં શરીરનાં બદલાતા રંગ જોવા પરાણે હાથ પકડી બહાર ખેંચી લાવ્યો અને ખુબ જ કુતુહલવશ થઈ દાદીમાને પૂછ્યું કે, "આ કાચિંડો કેમ પોતાના શરીરના રંગ બદલતો હશે ?"

દાદીમાએ રીમાનાં મોં તરફ નજર કરી બબુને માર્મિક રીતે ખૂબ જ સરસ જવાબ આપ્યો કે, "કાચિંડો તો પ્રકૃતિ સાથે અનુકૂલન સાધવા પૂરતો જ રંગ બદલે છે, આપણી માણસ જાત જેવું નહીં !"


Rate this content
Log in