એલિયન
એલિયન
બ્રહ્માંડમાં લાખો આકાશગંગા છે અને આપણી આકાશગંગામાં પણ અબજો ગ્રહ છે. સંભવ છે કે પૃથ્વી એકલો ગ્રહ નહીં હોય જેનાં પર જીવન ખીલી શકે છે. આપણા સૌરમંડળની બહાર પણ આવા ગ્રહ હશે જ્યાં જીવન હોય. બની શકે કે અન્ય ગ્રહ પર પણ જીવન હોય અને કદાચ આપણા જેવું જ હોય!
પરંતુ શું ખરેખર એલિયન્સ છે ? મોટાભાગના ખગોળવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે પૃથ્વીની જેમ બીજા કોઈ ગ્રહ પર પણ જીવન હશે. એ વિશ્વાસે જ એલિયનનોની શોધમાં દિલચસ્પ વધારી છે. સાથે સાથે તમામ ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને ચિંતા છે કે જો ક્યાંક એલીયન મળી જાય તેની અસર શી થશે ? તે કેવા હશે તેમજ આપણને પૃથ્વીવાસીઓને મળીને તેમની પ્રતિક્રિયા કેવી હશે ? શું માણસો તરફ એમનું વલણ યોગ્ય હશે ?
એવું પણ બને કે આપણે એલિયનને શોધીએ છીએ અને એ એલિયનો પણ આપણને શોધતાં હોય ? જો એલિયનો આપણને શોધતાં - શોધતાં અહીં પૃથ્વી પર આવી જાય તો આપણે તેમની સાથે વાતચીત કેવી રીતે કરીશું ? આપણે તેમની સાથે કેવો વ્યવહાર કરીશું?
દુનિયાના ટોચનાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આપણે એલીયનોનો સંપર્ક કરીશું તો ધરતી પર જીવન ખતમ થઇ જશે. આ ખતરાને જોતાં આપણે પરગ્રહવાસીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાનું બંધ કરી દેવું જોઈએ.
