Varsha Thakkar

Others

4  

Varsha Thakkar

Others

ચોકલેટનો ઈતિહાસ

ચોકલેટનો ઈતિહાસ

2 mins
417


ચોકલેટ શબ્દ વિશે ઘણાં તથ્ય છે. ચોકલેટની મુખ્ય સામગ્રી એવા કોકોના વૃક્ષની શોધ 2000 વર્ષ પહેલા અમેરિકાના વર્ષા વનમાં થઈ હતી. સૌ પહેલાં મેક્સિકો અને મધ્ય અમેરિકાનાં લોકોએ કોકોના ઝાડની સીંગમાં રહેલાં બીજમાંથી ચોકલેટ બનાવી હતી. ત્યારે આ ચોકલેટ ખાવાની નહીં પણ પીવાની એક વસ્તુ હતી !

1528માં સ્પેને જ્યારે મેક્સિકો પર કબજો કર્યો ત્યારે ત્યાંના રાજા મોટા પ્રમાણમાં કોકોના બીજ અને ચોકલેટ બનાવવાના યંત્રો પોતાની સાથે સ્પેન લઈ ગયાં. અને ટૂંક સમયમાં જ ચોકલેટ શ્રીમંતોનું ફેશનેબલ ડ્રીંક બની ગયું. ઇંગ્લેન્ડમાં ચોકલેટની એન્ટ્રી 1650માં થઈ ત્યાં સુધી લોકો ચોકલેટ પીતા હતા. અમેરિકાના લોકો કોકોબીજ વાટીને તેમાં વિવિધ પ્રકારના મસાલા, ચીલી વોટર, વેનિલા વગેરે નાંખી એક ચોકલેટને સ્પાઈસી અને તીખા પીવાના પદાર્થ તરીકે ઉપયોગમાં લેતાં.

ચોકલેટની મીઠી બનાવવાનું શ્રેય યુરોપને જાય છે. અંગ્રેજ ડોક્ટર 'સર હેંસ સ્લોને' દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કર્યો અને ખાવાની ચોકલેટની રેસીપી તૈયાર કરી. તેમણે ચોકલેટમાંથી મરચું હટાવીને દૂધ અને ખાંડ નાંખી કેડબરી મિલ્ક ચોકલેટની રેસીપી બનાવી, ત્યારથી ચોકલેટ મીઠી મીઠીખાવાની વસ્તુ બની ગઈ છે.

આજે તો ચોકલેટ ક્યાં ક્યાં નથી પહોંચી ? તે સર્વવ્યાપક બની ગઈ છે. અનેક રૂપમાં દરેક વયનાં લોકો પોતાનાં સ્વાદ મુજબ ચોકલેટની મીઠાશ માણી રહ્યાં છે. બજારમાં ચોકલેટના વિશેષ ગિફ્ટ પેકેટ પણ મળી જાય છે. તેનો ઉપયોગ પ્રેમનો એકરાર કરવો હોય તો ફૂલોની સાથે ચોકલેટ, રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવી હોય તો ચોકલેટ, રડતાં બાળકને હસાવવા હોય તો ચોકલેટ, સૌ વચ્ચે ખુશીની વહેંચણી કરવી હોય તો ચોકલેટ, જમ્યા પછી કંઈક ગળ્યું ખાવું હોય તો ચોકલેટ. કેટલી બધી કામની છે આ ચોકલેટ!

છેલ્લા પાંચ દસ વર્ષથી તો ચોકલેટ અનેક ચીજોમાં ભળી ગઈ છે ચોકલેટ બરફી, ચોકલેટ પેંડા, ચોકલેટ આઈસ્ક્રીમ, ચોકલેટ બિસ્કીટ, ચોકલેટ કોન, ચોકલેટ કેક, ચોકલેટ ફ્રુટ સલાડ, ઉપરાંત હોટ ચોકલેટ, બ્રાઉની વિથ ચોકલેટ, વેનીલા આઈસ્ક્રીમ વિથ હોટ ચોકલેટ....

આમ, ચોકલેટ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય મીઠાઈ અથવા ગળપણ છે. તે બાળકોથી લઈને વયસ્કોની પણ માનીતી ખાવાની ચીજ બની ગઈ છે.


Rate this content
Log in

More gujarati story from Varsha Thakkar