જલપરીની જાદુઈ લાકડી
જલપરીની જાદુઈ લાકડી
આહિલ આઠ વર્ષનું એક બાળક હોય છે. અને માતપિતાનું એક માત્ર સંતાન હતું. એના માતાપિત પણ ખૂબ લાડકોડથી રાખતા હતા. એક દિવસ સ્કૂલે ગયા બાદ તેના માતાપિતા બહાર જાય છે, અને એક રોડ એક્સિડન્ટમાં બંનેનું મૃત્યુ થાય છે, આહીલના પાડોશી સ્કુલેથી આહિલને ઘરે લઈ આવે છે. પણ આહિલ તો ત્યાંનો માહોલ જોઈ ખૂબ ગભરાઇ જાય છે,અને બેહોશ થઈ જાય છે. પાડોશી ઓ બધી વિધિઓ પૂર્ણ કરે છે, પણ આહિલ ખાવા પીવાનું બધું છોડી દે છે,અને એના મમ્મી પપ્પાને મળવાની જીદ કરે છે. આખો દિવસ એ રોયા જ કરે છે.
એક દિવસ તે દરીયા કિનારે જાય છે, એને બધી વાતો યાદ આવે છે, એની મમ્મી હંમેશા જલપરીની વાતો કરતી અને કહેતી કે જલપરી પાસે આપણે જે માગીએ એ આપે. એને પણ મમ્મી પપ્પાની યાદ આવતી હોય છે, એટલે થયું કે લાવ જલપરી પાસે જઈ હું મમ્મી પપ્પા માગી આવું અને એ દરીયા કિનારે જાય છે. દરીયા કિનારે જઈ જલપરી જલપરી એવા અવાજો કરે છે, પણ કોઈ જવાબ દેતું નથી. અને તે જોર જોરથી રડવા લાગે છે. અને એનો અવાજ સાંભળી એક જલપરી બહાર આવે છે, અને આહિલને રડતો જોઈ સવાલ કરે છે. અને તે એના માતપિતા પરત મેળવવા માટે કહે છે. ત્યારે જલપરી સચ્ચાઈ બતાવી એનું દિલ તોડવા નહોતી માંગતી. તેથી કહે છે બેટા હું જ તારી માં છું, ઈશ્વરે મને જલપરી બનાવી દીધી. આહિલ તો ખૂબ ખુશ થઈ એને ભેંટી પડે છે. ત્યારે જલપરી એને એક જાદુઈ લાકડી આપે છે, અને કહે છે તું એના પાસે જે માગીશ ને એ આપશે તને,
આહિલ તો ખુશ થઈને ઘરે જાય છે. અને લાકડીનો ઉપયોગ કરી બધા મિત્રોને પુસ્તકો પેન્સિલ બેગ એવું બધું આપે છે. આહિલ ખૂબ ખુશ છે,લાકડી પાસે જે માગે એ મળી જાય છે. આવી રીતે જલપરીને પણ એ મળતો રહે છે.
એક દિવસ બાજુમાં રહેતા પીન્ટુ ને એ જાદુઈ લાકડી વિશે જાણવાની આતુરતા થઈ, જ્યારે આહિલ સુતો હોય છે,ત્યારે જાદુઈ લાકડીની ચોરી કરીને ખૂબ દૂર ભાગી જાય છે. લાકડી પાસે એવી માંગણી કરે છે કે, આહીલની બધી જાહોજલાલી ચાલી જાય. પણ આવું કંઈ નાં થયું તો તેને લાગ્યું ખરેખર આ જાદુઈ લાકડી નથી.કેમ કે પીન્ટુ એ માગેલું કશું મળ્યું નહિ.
પીન્ટુને ઘણો અફસોસ થાય છે અને જાદુઈ લાકડી લઈ આહીલ પાસે આવે છે, ત્યારે આવીને કહે છે આ જાદુઈ લાકડી નથી, ત્યારે આહીલ કહે છે જાદુઈ લાકડી જ છે, પણ એ ત્યારે જ કામ કરે જ્યારે તમે ભલાઈના કામ કરો, પીન્ટુ પણ તે દિવસથી આહીલ સાથે જોડાઈ અને ભલાઈના કામોમાં મદદરૂપ થવા લાગ્યો.
ભલે કહાની કાલ્પનિક છે પણ બોધ વાસ્તવિક આપી જાય છે, બીજા માટે તમે ભલાઈ કરો છો, ત્યારે ઈશ્વર તમારી હરએક પ્રાર્થના કબૂલ કરે છે. ભલાઈનો બદલો ઈશ્વર તમને અચૂક આપે છે.
