STORYMIRROR

Mrugtrushna *Tarang*

Children Stories Comedy Fantasy

3  

Mrugtrushna *Tarang*

Children Stories Comedy Fantasy

જિન સાથેની દોસ્તી

જિન સાથેની દોસ્તી

4 mins
204

ફાઈનલ પરીક્ષા પત્યા બાદ સ્વામી એનાં પાંચેય મિત્રો સાથે પિકનિક પર જવાનું નક્કી કરવા સરયૂ નદીને કાંઠે મળવાનું નક્કી કરી પોતાને ઘરે ગયો.

બાકીનાઓએ પણ મિટિંગ માટેનું સ્થળ સરયૂ નદીનો કિનારો સહર્ષ પસંદ કર્યો અને સહુ પોતપોતાને ઘરે ગયાં.

સાંજ પડી કે સ્વામી સરયૂ નદીને કાંઠે જવા ઉતાવળો થઈ ઉઠ્યો પણ, એજ ટાણે એનાં પપ્પાએ એને પોસ્ટ ઓફીસમાંથી લાવેલ 4 પોસ્ટ કાર્ડસ, 3 એનવલપ અને 8 રેવન્યુ સ્ટેમ્પસ મંગાવી.

સ્વામી પોતાનાં ફ્રેન્ડ્સ સાથેની ધમાલ મસ્તીમાં ભૂલી ગયો હોવાથી ફટકો ને તડાતડી જોરદાર મળવાની એ જાણી પોતાની હર હંમેશની ઢાલ સમાન દાદીને વિનવવા ગયો.

દાદીએ પણ મદદ કરી અને કાલે પોસ્ટ ઓફિસ સાથે હોસ્પિટલ ખાતેનું પણ કામ પાર પાડવાનું વચન પાળવા કહ્યું. ઉતાવળિયો સ્વામી ફ્રેન્ડ્સને મળવા જવામાં સાંભળ્યા વગર જ હા પાડી બેઠો.

સરયૂ નદીને કાંઠે ફ્રેન્ડ્સ વહેલા આવી સ્વામીની ગેરહાજરીમાં ક્રિકેટ રમતાં જોઈ સ્વામીને ખોટું લાગી આવ્યું. પણ, વાંક પોતાનો જ હતો અને સમયસર પોતે જ ન આવી શક્યો એ બાબતે કોઈ ચર્ચા કર્યા વગર પિકનિક બાબતે એ એકલો જ બબડવા લાગ્યો.

સ્વામીનો ખાસ દોસ્તાર રાજમ અને મણિ સ્વામીની હરકતો પર નારાજ તો થયા પણ નારાજગી જાહેર ન કરતાં એને મનાવવા ગયાં. સ્વામી પણ આવભગત ચાહતો જ હતો એટલે એ પણ એમની ચાલુ રમતમાં શામિલ થઈ ગયો.

ક્રિકેટની ગેમ્સનાં રુલ્સથી બેખબર સ્વામી પહેલાં જ બૉલ પર રન આઉટ થઈ ગયો.

સ્પોર્ટ્સમેન સ્પિરિટ ન કેળવતાં સ્વામી પોતે જ પોતાનાં ફ્રેન્ડસથી દૂર થવા લાગ્યો.

રિસાઈને સ્વામી એકલો જ પોતાનાં ઘર તરફ જવા નીકળ્યો. ઘણું ખરું ચાલ્યા બાદ પાછળ વળીને જોયું તો એની ગેરહાજરીમાં એનાં ફ્રેન્ડ્સ મજા કરી કરીને ક્રિકેટ રમી રહ્યા હતાં. અને, સ્વામી ઉદાસ ચહેરે જંગલનો મારગ વટાવી બેધૂંધપણે ચાલવા લાગ્યો.

યકાયક, સ્વામીની નજર સામે એક ભયાનક પ્રાણી કે જે ઊંચું તેમજ કદાવર હતો. સ્વામી એને જોઈને જ ચીસ પાડી બેઠો અને બેહોશ થઈ ગયો.

એ કદાવર પ્રાણી પણ સ્વામીની ચીસથી હેબતાઈ ગયો અને પોતાનાં ગુપ્ત સ્થાને લપાઈ ગયો. 

હોશમાં આવવા સાથે એણે જોયું કે દેખભાળ કરવા એનાં એ જ ફ્રેન્ડ્સ એની આસપાસ એને વીંટળાઈને ઊભા હતા.

સ્વામી એનાં ફ્રેન્ડને જોઈ ખૂબ ખુશ થયો. અને એણે પોતાની ચીસનું કારણ સ્પષ્ટ કર્યું.

એનાં કોઈપણ ફ્રેન્ડ્સ એ સ્વામીની વાત ન માની. ત્યાં ગુપ્ત વાસમાં સ્થાયી થયેલ એ કદાવર પ્રાણી સ્વામી સામે ફરી હાજર થયો અને એણે 'જો હુકમ મેરે એક્કા' શબ્દો ઉચ્ચારી સ્વામીને સંબોધીને સલામ ઠોકી.

સ્વામી સાથેનાં સહુ હેબતાઈ ગયાં. સહુ બાળકોને ગભરાયેલા જોઈ એ કદાવર માણસે પોતે કોણ છે એનો પરિચય આપતા જણાવ્યું કે,

"હું જીન્ન! યુગો યુગોથી આ વૃક્ષમાં કેદ હતો. થેંક્સ સ્વામીનાથન... તારાં કારણે હું આજે એ વૃક્ષમાંથી ફ્રી થઈ ગયો. હવે, તમે જે કહેશો એ હું કરવા કટીબદ્ધ છું. હું તમારો મોર્ડન સ્લેવ છું."

કદાવર પ્રાણીને પોતાની સામે ઊભેલો જોઈ પહેલા ડરેલો સ્વામી હવે એનો ખાસ ફ્રેન્ડ બની ગયો.

સ્વામીના બાકીનાં ફ્રેન્ડ્સ પણ કંકાસ ભૂલી એની સાથે રમવા તૈયાર થઈ ગયાં.

પિકનિક ગોઠવી પાસેનાં ગામમાં મેળો જોવા જવા તૈયાર થઈ ગયાં.

બીજે દિવસે સ્વામી અને એનાં ફ્રેન્ડ્સ મેળો જોવા ગયાં. પણ, એ અંતિમ દિવસ હોવાથી મેળો ત્યાંથી ઉઠવાની તૈયારીમાં હતો.

પિકનિકની મજા માણવા સ્વામીએ એનાં નવા ફ્રેન્ડ જીન્ન ને હાજર થવાનું સૂચવ્યું.

થોડી જ વારમાં જીન્ન ત્યાં હાજર થઈ ગયો.

સહુ ફન એન્ડ ફેર નાં મેદાન પર ક્રિકેટ રમવા લાગ્યાં. સ્વામીનો બેટિંગ કરવાનો વારો આવ્યો કે એ રન પર રન કરવા લાગ્યો. જીન્નની મદદથી સ્વામી રન આઉટ કે કૅચ આઉટ થઈ જ નહોતો રહ્યો.

થાકી હારીને સહુએ સ્વામીની અફલાતૂન ગેમ જોઈ એને પોતાનો કેપ્ટન બનાવી દીધો.

બોલિંગ દરમ્યાન પણ જીન્નની હેલ્પથી જ સ્વામી સહુને રન આઉટ કરવામાં સફળ થયો.

જીન્ન સાથેની ફ્રેન્ડશિપથી સ્વામી બહુ જ ખુશ હતો.

મેળામાંથી પાછા ફરતાં સ્વામીને જીન્ન પાસેથી પોતાનું વેકેશનલ હોમ વર્ક કરાવી લેવાની આઈડિયા આવી.

ઘરે આવી જીન્નને છુપાવવો ક્યાં એની ગડમથલ સ્વામીના મગજમાં શરૂ થઈ ગઈ.

ત્યાં, વેકેશનમાં મુથુકુર ગામેથી પોતાનાં મામાનાં આવવાનાં સમાચાર જાણી હંમેશ ખુશ થઈ ઉછલકુદ કરતો સ્વામી આજે સુધબુધ ખોઈ સૂનમૂન બેઠેલો જોઈ સ્વામીની દાદી તેમજ એની માઁ ને ય ફિકર થવા લાગી.

પણ, સ્વામી કંઈ પણ બોલ્યા વગર પોતાનાં રૂમમાં આવી જીન્નને છુપાવવાનાં નિતનવા આઈડિયાઝ વિચારતો ત્યાં જ બેઠો.

કેટલોય સમય પસાર થઈ ગયો. યકાયક સ્વામીને મામાનો સામાન મૂકેલા કોઠારમાં જીન્ન છુપાવવાની જગ્યા મેળવી ખુશ થઈ ગયો.

આખો દિવસ જીન્ન એ અનાજનાં કોઠારમાં છુપાઈને રહેવા લાગ્યો. રાત પડે એટલે સ્વામી અને એનો બેસ્ટ ફ્રેન્ડ જીન્ન રમવા ઓસરીમાં આવી ઘણી બધી ગેમ્સ રમતાં.

એક વખત સ્વામીના ઘરમાં એક ચોર ઘુસી ગયો. જીન્ન એ જોઈ ગયો પણ એનાં માલિકનાં હુકમ વગર કૈં પણ કરવા અસમર્થ જીન્ન કશું ન કરી શક્યો. અને એવે ટાણે જ ચાર ચોરમાંથી એકે સ્વામીના નામની બૂમ પાડી.

સ્વામી જાગીને વરંડામાં આવ્યો ત્યારે જીન્ન કોઈ માણસને પકડવા મથી રહ્યો હતો. સ્વામીએ ધીમા સૂરમાં જીન્નને પોકારી મદદની ગુહાર કરી અને એ પછી તો જીન્નએ જે ધુલાઈ કરી છે એ ચારેય ચોરની ક્રિકેવત બેટ થી અને એ પણ સ્વામી નાં હાથમાં બેટ સોંપી પોતે જ અદૃશ્ય રહીને ધમપછાડા કરવા લાગ્યો.

ચોર પગલે આવેલા ચોરથી કોઈ ન જાગ્યું. પણ, ધમચોકડીથી સહુ કરતાં સહુ ઊઠી વરંડામાં અવાજ ના સહારે ભેગા થયાં'તા.

અદૃશ્ય જીન્ન તો કોઈને ય દેખાયો નહીં પણ હવામાં ઊડતું તેમજ ચોરોને પછાડતું બેટ જોઈ સ્વામીના વકીલ પિતા તથા ઘરનાં બાકીનાઓ તો સ્વામી નાં હાથે માર ખાઈ રહેલા ચોરને જ પીટવા લાગ્યાં.

અને, એકાદ કલાકની મહેનત બાદ ચારેય ચોર કૈં પણ લીધા વગર, માર ખાઈને ભાગી ગયાં.

સ્વામીને નક્કામો ગણતા પિતા આજે ગદગદ થઈ સ્વામીના ગુણગાન ગાવા લાગ્યાં.

જીન્નની સહાયતાથી સ્વામી ખુશ અને સ્વામી ને શાબાશી આપી ઈનામ તરીકે આખોય ક્રિકેટ કિટ એને ગિફ્ટ માટે એને જે જોઈતું હોય એ અપાવવામાં સહાયક બન્યાં.

સ્વામી જીન્નનાં નામે નવો મેજિકલ ફ્રેન્ડ પામી ખુશખુશાલ થઈ ગયો.

અને, જીન્ન એની પાસે કાયમ રહે એ માટે એ આળસુ ન બનતાં સ્વામી ભણવા માટે સિન્સિયર થઈ ગયો. મેથ્સ માટે ઇંટ્રેસ્ટ લઈ ભણવા લાગ્યો અને મેથ્સનો માસ્ટર બની ગયો.     


Rate this content
Log in