અનિરૂધસિંહજી ઝાલા

Others

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Others

ઝંખના

ઝંખના

1 min
236


સંકેતભાઈ જીવનમાં સર્વ પ્રકારનું સુખ હતું. તોય જીવનમાં એક અલગ જ પ્રકારની ઝંખના રહેતી હતી. પરમાત્મા વિશે જાણવાની.

ખુબ જ રઝળપાટ પછી પણ તેમની ઝંખના તો વધતી જ રહી. આખરે થાકીને તે ગીતાજી વાંચતાં મુખ્ય શ્લોક વાંચીને અચાનક ચમક્યાં. "યોગ: કર્મસુ કૌશલમ" બસ આજ વાત જીવનમાં ઉતારીને તે પોતાનાં પરિવારમાં હળીમળીને પ્રેમથી રહીને પોતાનું કામ નિપુર્ણતાથી કરવા લાગ્યાં. અને પોતાની ભીતરનો અંતરાત્મા પણ ધીરે ધીરે શાંત થતો હોય તેમ ધ્યાનમાં બેસતાં ત્યારે લાગતું હતું. એકવાર બિલકુલ શાંત બેઠા હતાં અને પત્ની આવતાં જ ચાનક બોલ્યાં,

  "ઝંખના હવે રહી જ નહીં. કાયમ ચિંતાતુર રહેતો પતિનો આજ ખુબ જ આનંદિત જોઈ શાંતાબેન શાંતાબેન બોલ્યાં,

 "હાશ..! સારુ થયું ઝંખના જતી રહી તમે તો ખુશ થયાં."

સંકેતભાઈ પ્રસન્ન વદને પત્નીની ભીતરથી પ્રગટેલી સહજ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ગહન શબ્દને આનંદવિભોર બનીને સાંભળીને વિચાર કરતાં જ રહી ગયાં.


Rate this content
Log in