Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

"જગત ભૂખ્યો છે

"જગત ભૂખ્યો છે

1 min
11.9K


"કેટલી વાર લાગી તમને ? આ છોકરો બે દિવસ થી ભુખ્યો છે." મીઠો ઠપકો આપતા રમલી બોલી.

" આ લે, બિસ્કિટ નું પેકેટ. એક દયાળુ ભાઈએ આપ્યું છે." મોઢા પરથી માસ્ક ઉતારીને મનસુખ બોલ્યો.

"પણ..આ મોઢા પર ! અને કંઈ ધાનના લાવ્યા ? અડધો કલાકથી આ જગતને શાંત કરવા હાંડીમાં પાણી નાખીને હલાવ્યા કરવું છું. આપણે પણ ત્રણ દિવસથી ભુખ્યા છીએ." રમલી બોલી.

"આ જોને મજુરી માટે નિકળ્યો પણ આ મહામારીમાં કંઈ કામ મલ્યું નહીં. લોકડાઉન ચાલે છે. એક દયાળુ ભાઈએ બિસ્કીટનું પેકેટ અને આ માસ્ક. મુખ પટો આપ્યો. કહે આ પહેરી ને જ બહાર જવું. દાણા તો મલ્યા નહીં. પણ નજીકના મેદાન માં ચકલા માટે દાણા પડ્યા હતા. એ થોડા વિણ્યા છે. એ દાણા સાફ કરીને ધોઈને ઢીલી ખીચડી જેવું બનાવ." બોલતાં બોલતાં મનસુખના મુખ પર નાનકડું વિજય સ્મિત આવી ગયું.


Rate this content
Log in