Jayshree Patel

Children Stories

4.2  

Jayshree Patel

Children Stories

હિંચકો

હિંચકો

1 min
622


ગુણવંત શાહ ના સુંદર શબ્દો. . "પારણું જ્યારે ઉંમરલાયક બને ત્યારે હિંચકો બની જાય. "

  વાંચી હિંચકા સાથે જોડાયેલી ઘટનાઓ શબ્દો મા કંડારવાનું મન થઈ આવ્યું. પિતા હિંચકે બેસી ગીત ગાતા સોજા રાજકુમારી સોજા ને સુંદર સ્વપ્ન જોતી તેણી સૂઈ જતી. હિંચકો બાળપણ નો સાથીદાર. . કોઈ માને કે નહિ તેણીની હવેલી મા ચાર ચાર હિંચકા હતા.  સાસરે આવી તો . . મુંબઈમાં ઘર મોટું , આંગણું મોટું અરે બગીચો મોટો ને જાત જાતના વૃક્ષ પણ. . બદામડી. . જાંબુ ગોરાસઆમલી કેરી. . વગેરે પણ "હિંચકા " નો પૂરેપૂરો અભાવ. . . ઓટલા પર પિત્તળના કડા પણ હિંચકો જ નહિ.. જ્યારે પિયર જઈએ કે બન્ને બેનો એક એક હિંચકો પકડી લઇએ. પિતાજી પણ અમારી ગાડી આવવાના કલાક પહેલા હિંચકા પર બેસી જાય ને બા ને કહે ઝૂલી લઉ . . પછી રહેશે ત્યા સુધી નહી મળે. . . એજ પિતા ના મૃત્યુ સમયે એમને મે પ્રિય "હિંચકા"પર સુવાડ્યા તો લોકો કહેવા લાગ્યા મૃતદેહ નો આભડછેટ લાગે . . . અરે જીવ આજ હિચકે તો એમના શ્વાસ પ્રાણ હતા એનો શુ આત્મા નિકળી ગયો કે. . એ હિંચકો નિર્જીવ પાટ અભડાય. . ખૂબ દુ:ખ લાગ્યું . . . બીજી રૂમ મા હિંચકા પર આંખ ના અશ્રું લૂછતી. . . વરસો ની સ્મૃતી વાગોળી. . ક્ષણ પછી પિતાને વિદાય કરી . . . "હિંચકા"

પર સૂઈ ગઈ.  ઘર ઘર . . . હા તેણીનું સ્વપ્ન પૂર્ણ થયું સરસ . . . પણ હિંચકો પ્રશ્ન રૂપે હતો. . વરસો પછી ઘર મા એક કડુ નંખાયુ અને નેતરનો ઝૂલો આવ્યો .  મન ભરાઈ ગયું મારો ઝૂલો રોજ સવારે દસ મિનીટ એની પર બેસી ને છાપું વાંચવું ખૂબ ગમતું . . . પણ અફસોસ ઘર તૂટ્યું ને ચાર વરસ બહાર રહ્યા. . . ઘરમાં રહેવા આવતા પહેલા. . . પિત્તળના કડા આવ્યા પણ . . નંખાયા નહિ. . ઘરના સાહેબનો નકાર. ઉપરવટ ન જવાય સંસ્કાર ના કહે. . મોટી દીકરીએ માના સ્વપ્નને તૂટતા જોયું તેથી હુકમનામુ કાઢ્યું "હિંચકો" નંખાશે ને કડા છતમાં જડાયા. . . તેણી પાટિયું લાવી ને સુંદર સાંકળથી સજાવ્યો. . ગાદી તકિયાથી સજાવેલા આ હિંચકા પર. . . ઘરે આવીને બેસવાના સ્વપ્ન જોતી આવી તો પતિદેવ આરામથી ઝૂલી રહ્યા હતા. . . મન આનંદથી વિભોર થઈ ઉઠ્યુ . . ખૂબ પસંદ આવી ગઈ જગ્યા !

   આજે સવારની ફક્ત દસ મિનિટ એજ "હિંચકો"મન ની શાંતિ અર્પે છે. . . મોબાઈલના ચાર્જરની જેમ તેણીને ચાર્જ કરી દે છે. . ટૂંકી વાર્તા ના વિષય શોધી દેછે . . . કુટુંબનો એ સભ્ય છે. . નાના મારા વિદ્યાર્થીનો ચહિતો છે હિંચકો. . . રાતનો જમીને . . . આરામ આપનારો ને . . . નિંદર ન આવે તો કલ્પના નો સાથી છે. સાચેજ પારણું ઉંમરલાયક બની મારી પ્રૌઢાવસ્થા નો મિત્ર બની ગયો છે "હિંચકો".


Rate this content
Log in