Zalak bhatt

Others

4.0  

Zalak bhatt

Others

ગુરુતા

ગુરુતા

5 mins
85


  મુખ્ય પાત્ર : સોહમ સાધુ

  માતા : સુનિતી

  પિતા : સુદેવ

  ગામ: સરભેદ

  કૌશા : શિવા ની માતા

  શિવા : એક સ્ટુડન્ટ

       એક સ્કૂલમાંથી પ્રવાસ લઈને શિક્ષકો દિલ્હી,આગ્રા ગયા હતાં. ને ત્યાં જ તાજમહેલ લાલ કિલ્લો જેવા વિખ્યાત સ્થળોની જાણકારી આપતા હતાં. ને આગ્રામાં શિક્ષકોએ સરભેદ ગામમાં રહેલા સોહમ ગુરુ વિશે સાંભળ્યું. એ ગુરુ હાલ તો સદેહે નહોતા છતાં. તેમના માર્ગ પર ચાલનારા શિષ્યો પુરા વિશ્વમાંથી બન્યા હતાં. શિક્ષકો પોતાના સ્ટુડન્ટને આ જગ્યા દેખા નહી જાય છે. બધા સ્ટુડન્ટ ગુરુને, દિવ્ય સ્થાન ને ,લાયબ્રેરી આવું બધું સાંભળી બોર થઈ જાય છે.ને છતાં,ટીચર ની વાત આવતા જતા કાને ધરે છે. પણ,તેમાંનો એક સ્ટુડન્ટ શિવા આ આશ્રમ તથા સોહમ ગુરુજી ખૂબ જ પ્રભાવિત થાય છે. અને જ્યારે પ્રવાસ પૂર્ણ કરી ને પાછો ઘરે આવે છે. ત્યારે તે પોતાની મા કૌશાને પૂરી વાત કરે છે. પ્રવાસમાં કરેલી મજા, ટીચર દ્વારા રમાડવામાં આવી રમત ને જોયેલા સ્થાન, પણ જ્યારે સરભેદની વાત આવે છે તો શિવા થોડો અચકાય છે. તેની આ સ્થિતિ જોઈને કૌશલ તેને આગળ વાત બોલવાનું કહે છે.

કૌશા : બોલ બેટા કેમ અટકી ગયો ?

શિવા : મમ્મી, સફેદ જગ્યાએ પહેલીવાર ગયો છતાં મને તે જાણીતી લાગી અને એ તો હમ ગુરુ તો જાણે પહેલેથી ઓળખતાં હોય એવું લાગ્યું. જ્યાં સુધી અમે આશ્રમમાં રહ્યા ત્યાં સુધી મને તેનો અનુભવ થયો તેના મુખ નું હાસ્ય જોઈને મને પાછું આવવાનું મન પણ નહોતું થતું મારા ફ્રેન્ડ મારી મજાક ઉડાવતા હતાં કે આ સ્થાન તને ગમશે. ને ખરેખર એમની મજાકનું મને દુઃખ ન લાગ્યું હું ત્યાં જ રોકાઈ જાત એ બધું શું હતું સમજાતું જ નથી.

કૌશા : બેટા, એ ગુરુ છે અને તેઓ પોતાના શિષ્યોને ઓળખી જાય છે હું તને તેની વાર્તા કહી આમ કહી ઓછા કામ પર લાગે છે ને સેવા લેસન કરવા બેસે છે જેમ તેમ કરીને જેવા પોતાનો લેશન પૂરું કરે છે કેમકે તેનું મન તો ગુરુમાં જ લાગે લોકો છે જમી અને કોશા શિવા અને જ્યારે સુવડાવતી હતી ક્યારે શિવા વાર્તાની યાદ અપાવે છે અને કોશા તે વાતને સ્વીકારી ને વાર્તા કરવાનું શરૂ કરે છે. 

        સોહમ ગુરુનો જન્મ સોહમ ગુરુ નો જન્મ સરભેદ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સુદેવ અને માતા નું નામ શું હતું. જેવો સરભેદ ગામના પ્રખ્યાત બ્રાહ્મણ હતાંં. પુરુ ગામ તેમનો આદર કરતું હતું. બાળપણથી જ સોહમ ખૂબ જ પ્રતિભાશાળી હતાં. તેમના ઘરે જે કોઈ બ્રાહ્મણ આવતા તે તો અમને જોઈને ખુશ થઈ જતા. એકવાર તો એક સાધુ આવ્યા અને તેમણે સોહમ ને જોઈને પ્રણામ કર્યા. સુદેવજી અને સુનિતી બંનેને નવાઈ પામ્યા. આમ કરવાનું કારણ પૂછયું, ત્યારે સાધુ મહારાજે કહ્યું કે આપનો પુત્ર એક દિવ્ય આત્મા છે. ને તેવી નવા યુગનું નિર્માણ કરવા માટે આ ધરા પર આવ્યો છે. આ સાંભળી સુદેવજી અને સુનીતિ બંને પ્રસન્ન થઈ ગયા ધીરે ધીરે સોહમ પણ મોટો થતો ગયો. તેમનો નામાંકિત બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યો. આ સમયે મળેલા ગુરુ વચન ને તેઓ જીવનમાં ઉતારવા લાગ્યા. સવાર-સાંજ સંધ્યાવંદન માળા અને દિવસમાં શિક્ષા ઉપરાંત લોકોની સેવા વગેરે શિવા તારી ઉંમરમાં સોહમ ગુરુ એ પોતાના દિવ્ય ગુરુના દર્શન પણ કર્યા હતાં અને તે સમયે તેઓ પણ અચંભિત થયા હતાં.

          એકવાર સાધના કક્ષમાં સાધના કરતી વખતે તેઓએ દિપક ગુરુના દર્શન કર્યા અને તે જરા પણ ગભરાઈ તે પહેલા જ એ ગુરુએ કહ્યું

દિવ્ય ગુરુ : સોહમ ગભરાઈશ નહી હું તારો જન્મો જનમ નો ગુરુ છું. તું મને ભૂલી ગયો હોય પણ હું તને નથી ભૂલ્યો. આપણે મળીને આ યુગને બદલવાનો છે. માનવ ને નવી દિશા દેખાડવાની છે. ને ત્યાર બાદ તે ગુરુ એ એક પ્રકારનું મહાન તપ સોહમ ને કરવાનું કહ્યું.

સોહમ. : હા ગુરુદેવ, હું આપના કહ્યા પ્રમાણે જ આગળ વધીશ અને એ તપ ફક્ત, એક રોટી જવની તથા એક વાટકો મોળી છાશ પર કરવાનું હતું. કોઈપણ સ્વાદ વગર તેમણે નાની ઉંમરમાં ૨૪ લાખના 24 મહાપુરુષ ત્રણ સંપન્ન કર્યા.

શિવા: ફક્ત,રોટી ને છાસ ? કેમ કરી ને જમતાં હશે?

કૌશા : હા,બેટા કેમકે તેઓ ખુદ ને માટે નહીં સમાજ માટે તપ કરતાં હતાંં. એ સમય માં અંધવિશ્વાસ પણ હતો. સોહમ ગુરુના ઘર પાસે એક વિજયા નામની ઘરડી માજી રહેતી હતી તેમનો કોઈ સંતાન ન હતું. તે કર્યા હતાં અને તેને કુષ્ઠ રોગ થઈ ગયો હતો. જેનાથી એટલા દર્દ માં રહેતા કે રાત દિન તેનો અવાજ તેના ઘરની બહાર સંભળાતો પણ, તેની પાસે કોઈ જતું ન હતું.

શિવા: કેમ મમ્મી ?

કૌશા : કેમકે,એ વિજ્યા માજી એક પછાત જાતિ ના હતાંં. સેવા તો દૂર જો કોઈ તેનું મુખ પણ જોઈ જાય તો અપશુકન થયાં તેમ માનતા હતાંં.

શિવા: પછી !

કૌશા : તે સમયે સોહમ, વિજયા માજી પાસે ગયાં. ને માજીની સારવાર એમણે શરૂ કરી. ઘરે આવ્યાં તો પિતાજી એ ગુસ્સો કરી ને કહ્યું

સુદેવજી : સોહમ જો વિજયા માડી ની આ જ રીતે સેવા કરવી હોય તો તારે સ્નાન કર્યા બાદ જ ઘરમાં આવવું પડશે.

સોહમ: ભલે પિતાજી હવે તમે કહ્યું તેમ મારે દિવસમાં ત્રણ વાર સ્નાન કરવાનું રહ્યું કેમકે માડી પાસે ત્રણ વાર જવાનું થશે. પછી,પોતાની માતા ને કહ્યું કે માં મારા વસ્ત્ર અને જનેઉ તું મને દિવસ ના ત્રણ વાર આપી દે જે.

(આ રીતે જાતિ -ભેદનો અંધવવિશ્વાસ તેમણે પોતાના ઘરમાંથી સૌ પ્રથમ બહાર કાઢ્યો.)

 ને જ્યાં સુધી વિજયા માજી સારા ન થયાં ત્યાં સુધી તેમની પાસે સોહમ જતાં હતાંં. સાજા થયાં બાદ વિજયા માજી એ સોહમ ને ખુબ જ આશિર્વાદ આપ્યાં.

          તે સમયે ભારત આઝાદ ન હતું તેથી તેઓ સ્વતંત્રતા સેનામાં પણ જોડાયા હતાં. નારી ઉત્થાન કરીને તેમણે સ્ત્રીઓ ને યજ્ઞ કરવાનો અધિકાર આપ્યો વેદ,ઉપનિષદ,પુરાણો નું સરળ ભાષાંતર કર્યું તથા પોતાના શરીર ના વજન થી પણ વધારે માત્રા માં પુસ્તકો લખ્યાં. આજે તેમનું ગુરુકુલ ઉપરાંત એક યુનિવર્સિટી પણ છે. જ્યાં બાળકો અલગ -અલગ વિષય પર ડિગ્રી પ્રાપ્ત કરે છે.ને એક તો એવું કેન્દ્ર બનાવ્યો કે જ્યાં વિજ્ઞાન તથા આધ્યાત્મનો સમન્વય થાય છે યજ્ઞ થેરાપી દ્વારા લોકોના રોગને મટાડવામાં આવે છે જે નાસા સાથે સંકળાયેલ છે.

શિવા: પણ,મમ્મી તને આ બધી જાણ કઈ રીતે થઈ ?

કૌશા: બેટા, હું પણ તેમની જ યુનિવર્સિટીમાં ભણી હતી અને જેમ તને અનુભવ થયો તે જ રીતે મને પણ ગુરુજી એ આશીર્વાદ આપ્યાં હતાંં ને ત્યાર બાદ તેમના સૂત્ર “ મુસ્કુરાતે રહો “ ને ધ્યાનમાં લઈ મેં કદી કોઈ વાતનું ટેંશન લીધું નથી.ને સાચું કહું તો બેટા, ગુરૂ ટેંશન લેવા દેતાં નથી. સાચું ને ?

શિવા : સાવ સાચું કહ્યું માં,હવે હું પણ કદિ નિરાશ નહિ થાઉં ને તેમની જેમ સત્ય ના માર્ગે ચાલી ને હું સફળ થઈશ.

કૌશા : ઓકે, બેટા હવે નીંદર નો સમય પૂરો થયો. ચાલો, હોમવર્ક કરવા તૈયાર થાઓ.

(આ સાંભળી ને શિવા હસવા લાગે છે ને કહે છે સાચે જ માં ‘મુસ્કુરાતે રહો')


Rate this content
Log in