STORYMIRROR

Rajesh Baraiya

Others Thriller

1.0  

Rajesh Baraiya

Others Thriller

ગુજરાતમાં વિશાળ પરવાળા સૃષ્ટિ

ગુજરાતમાં વિશાળ પરવાળા સૃષ્ટિ

2 mins
15.6K


આપણા આ સજીવ સૃષ્ટિ ધરાવતાં ગ્રહ ઉપર સૌ પ્રથમ સજીવો આવિષ્કાર સમુદ્રમાં થયો ત્યાર પછી ઘણા વર્ષો પછી સજીવ સૃષ્ટિ ધરતી ઉપર પાંગરી. સમુદ્રની જૈવિક વિવિધતા આપણા માટે સદાય વિસ્મયકારક અને રોમાંચથી ભરપૂર રહેલ છે.

દરિયાઈ સજીવ સૃષ્ટિમાં વિશાળ પરવાળાના ખડકોનું સર્જન કરતા પરવાળાની વિવિધ જાતિઓ છે જેના ઉપર એક વિશિષ્ટ પરિસરતંત્રની રચના થાય છે. સમુદ્રમાં જુદી જુદી ઊંડાઈએ જુદા જુદા પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં વિશાળ વ્હેલથી માંડીને ધરતી ઉપરના તમામ સાપ કરતા પણ વધુ ઝેરી એવા સર્પો, દરિયાઈ કાચબા અને અનેક પ્રકારના અન્ય પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે વિશ્વની તમામ માછલીઓમાં સૌથી મોટી માછલી એવી વ્હેલશાર્ક ખાસ ઉલ્લેખનીય છે.

દરિયાઇ પર્યાવરણ ઘણું જ વિશાળ છે. જે પૃથ્વીની લગભગ સિત્તેર ટકા સપાટી પર છવાયેલ છે. દરિયાઈ પાણીના કુલ જથ્થા પૈકી સપાટીના થોડાક જ જથ્થાને સૂર્યપ્રકાશ મળે છે. કેટલીક જગ્યાએ તેની ઊંડાઈ ચાર માઈલ જેટલી હોય છે બધા સમુદ્રો પ્રવાહો વડે સંકળાયેલો છે. ખારૂ પાણી, મોજા, ભરતી-ઓટ તેની લાક્ષણિકતા છે. માત્ર સમુદ્ર જ નહીં પરંતુ દરિયાનાં ખુલ્લા પાણીમાં પણ અનેક વનસ્પતિ પ્રાણી વસે છે.

જીવનના વિવિધરંગોથી સર્જાયેલ આપણી પૃથ્વીની સુંદરતા અદભુત છે. પૃથ્વીની આ મનભાવન સુંદરતાના કરણે અહીં મળતા અસંખ્ય જીવ અને વનસ્પતિઓ છે.

આ ધરતી પર હાજર વિભિન્ન પ્રકારના પરીતંત્ર જેમ જળક્ષેત્ર, પર્વતીય ક્ષેત્ર, મરૂભૂમી સ્થાન વગેરે જીવના વિવિધ રૂપોને આશ્રય આપે છે. દરિયામાં સ્થિર પરવાળા ટાપુ ક્ષેત્રો આવાજ એક વિશિષ્ટ પરીતંત્રનું ઉદાહરણ છે. જે જીવનના રંગ બે રંગ રૂપોથી સર્જલ છે. ઉષ્ણકટિબંધ સમુદ્ર ક્ષેત્ર સમુદ્રનું પ્રવાળાનું વિશિષ્ટ પરીતંત્ર ભાતભાતની વનસ્પતિઓ જીવોથી સમુધ્ધ હોય છે. સમુદ્રમાં રંગબેરંગી જોવા મળતા પરવાળાના જુડને ઘણા લોકો વનસ્પતિ સમજે પણ આ વનસ્પતિ નહીં પણ સૂક્ષ્મ જીવોની વસ્તી હોય છે. હા પ્રવાળા રંગ બે રંગી હોવાનુ કારણ એમાં રહેલ શેવાળના વિશિષ્ટ રંજકની હાજરી જ પરવાળાના રંગીનતા માટે જવાબદાર હોય છે.

પ્રકૃતિએ પરવાળાના વિકાસ માટે સહજીવીના ગુણોથી સંપૂર્ણ કર્યુ છે. પરવાળા અન્ય જીવોની જેમ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કાર્બન હાઇડ્રોકસાઈડ ગેસને છુટો કરે છે. શેવાળ એટલે અલગી તેમાંથી તેનો ખોરાક બનાવે છે. શેવાળની આ પ્રકિયામાં કાર્બનીક પદાર્થ બનાવે છે. તેમનો કેટલોક ભાગ પરવાળાના પોષણ માટે મદદ રૂપ બને છે. પરવાળા સમુદ્રના કિનારા પર જોવા મળતા સૂક્ષ્મ જીવોના ઝુડ છે. સૂક્ષ્મજીવોના આવી વસ્તીમાં પોલીય નામના સૂક્ષ્મ જીવો વસવાટ કરે છે. આ પોલીય નામના સમુદ્ર જીવનો પટ્ટો કિનારા પર જોવા મળે છે. તે તેમના શરીરની સુરક્ષા માટે તેમની ચારે બાજુ હાડ઼કાના ભાગની જેમ મજબૂત આવરણથી બનાવે છે આ આવરણ ચુનાનું હોય છે. પ્રત્યેક પરવાળા ભય સમૂહ યા પરવાળા કોલોની એક પોલીયથી શરૂ થયને ધીરેધીરે વધતી જાય છે. આવા પરવાળાના સમૂહ જોવાનો લાહવો જામનગર મરીનપાર્કમાં એટલે કે સમુદ્ર ઉધાન જામનગરમાં જોવા મળે છે. કચ્છના સમૂદ્ર કિનારે પણ જોવા મળે છે.


Rate this content
Log in