Meenaz Vasaya

Others

3  

Meenaz Vasaya

Others

ગોરાઈ બીચનો પ્રવાસ

ગોરાઈ બીચનો પ્રવાસ

3 mins
232


મને દરિયા કિનારો ખૂબ ગમે જ્યારે હું બોમ્બે જાઉં ત્યારે બીચ પર અવશ્ય જાઉં. દરિયો એટલે મારા માટે ઉદાસી હતાશા ગમ ને વ્યથાને દબાવવાનું સ્થળ, હું દરિયા કિનારે જાઉં એટલે મારી ઉદાસી હતાશા ને રેતી નીચે દબાવી દઉં ! દરિયો એટલે ઈશ્વર નું અદભુત સર્જન ! સમી સાંજે દરિયો જોવો એટલે એક અદભુત લ્હાવો છે, સૂરજ પોતાની સોનેરી કિરણો કેસરિયા રંગોથી દરિયા ને કેવો દીપાવે ! આકાશનો નજારો કેવો ખૂબસૂરત લાગે !

આ દરિયાની ઉછળતી લહેરો જાણે કઈ કેટલીય ખુશીઓ જગાવે અંતરના ઊંડાણ ને સ્પર્શી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરે !

અમે મીરા રોડથી થઈ ગોરાઈ બીચ પર ગયા પણ શું નજારો હતો ! રસ્તાની બંને બાજુ વૃક્ષોની હારમાળા પહાડી પર લીલીછમ ઘટા કુદરતી સૌંદર્ય માં અદભુત વધારો કરતી હતી એક મન અને હદયમાં ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ કરાવતી હતી ! ખૂબ રોમાંચક સફર હતી દરિયા ને દિલ ભરીને માણવાની ઝંખના હતી ! અમે પિકસી હોટેલ પર ગયા જે દરિયા કિનારે આવેલી છે શુંં અદભુત નજારો હતો.

નાની નાની ઝૂંપડીઓ હતી બેસવા માટે ખુરશી તેમજ સુવા માટે ખાટલા અને બેંચિસ રાખેલી હતી. ત્યાં હીંચકા પણ હતા ત્યાંથી દરિયાની ઊંચી ઊંચી ઉઠતી લહેરો ને માણવાની ખૂબ મજા આવી ઘૂઘવતો દરિયો સિંદુરી આકાશ દરિયાની આસપાસનું કુદરતી સૌંદર્ય જાણે સ્વર્ગની અનુભૂતિ કરાવતું હતું !

ઉદાસી હતાશા તો જાણે દરિયાની લહેરો એની સાથે લઈ ગઈ એવો અહેસાસ થતો હતો કઈ કેટલુય માનવ મહેરામણ હતું ! કોઈ મિત્રો સાથે કોઈ ફેમિલી સાથે તો કોઈ ગ્રુપ માં આવ્યા હતા ખૂબ મજા માણી રહ્યા હતા ! સિનિયર સિટીઝનની બેસવાની સગવડતા બહુ સારી એટલે તેઓ ઘૂઘવતા સાગર ને સુંદર રીતે માણી રહ્યા હતા કઈ કેટલીય જીવનની વાતો કરી રહ્યા હતા.

યુવાનો મિત્રો સાથે દરિયા ના પાણી માં ઉતરી સફર ને યાદગાર બનાવવા ફોટા ઓ લઈ રહ્યા હતા.ને ઘૂઘવતા દરિયાને મોજથી હદયમાં ભરી રહ્યા હતા જિંદગીની સાચા અર્થ માં મોજ માણી રહ્યા હતા.

કોઈ સાથે સાથે ખાટી મસાલા કેરી અને દાબેલા ચણા ની મોજ માણી રહ્યા હતા ! કોઈ દરિયા કિનારે જમવાનો આહલાદક આનંદ માણી રહ્યા દરિયા ની સામે આવી ને જાણે!બધા દુઃખો હવામાં ઊડી ગયા હોય એમ આનંદ માણી રહ્યા હતા. નાના બાળકો રેતીમાં ઘર બનાવી ને મોજ માણી રહ્યા હતા માતપિતા પોતાના બાળક ને ખુશ જોઈ ખુશ થઈ રહ્યા હતા તેઓ પણ આ યાદગાર ક્ષણો ને કેમેરા માં કંડારી રહ્યા હતા માસૂમ અને નિખાલસ બાળકો બચપણની મજા માણી રહ્યા હતા.

બધા ના ચહેરા પર મુસ્કાન હતી, પ્રવાસ નો આનંદ હતો. ફેરિયા અને ઘોડેસવારી વાળા ને પોતાની આવક થયા નો સંતોષ હતો બાળકો ને બચપણ માણ્યા નો સંતોષ ગૃહિણી ને થોડીક ફુરસદ મળ્યા નો સંતોષ પુરુષો ને કામ ના બોજ હેઠળ થી મુકત થવાનો સંતોષ વડીલોને પોતાની વાત કોઈ સાંભળે છે એ વાતનો સંતોષ સાગર ને પણ થતો હશે! બધાને ખુશી આપ્યાનો સંતોષ એટલે જ સમી સાંજે એનું મો મલકાતું હશે યુગલ બાળકો વડીલો ને જોઈ એ પણ હરખાતો હશે એટલે પેલા જાદુગર ની જેમ પોતાની કરતબ બતાવતો

હશે ઘડીક ભરતી ઘડીક ઓટ ઘડીક ઊંચી ઉઠતી લહેરો તો ઘડીક શાંત લહેરો બની હૈયે હરખાતો હશે !

કેવું!અદભુત સર્જન છે ઈશ્વર નું ! કેવો ઊંડો હશે એ દરિયો? એક બુંદ પાણી થી દરિયા ની ખારાશ માપી શકાય પણ કિનારે થી શુંં દરિયા ની ગહેરાઈનો અંદાજો લગાવી શકાય?

માનવ મન નું પણ કંઈક એવું જ સપાટી પર કૈક અલગ ભીતર કૈક જુદું જ આ નાનકડી બુદ્ધિ થી ઈશ્વર અને એના સર્જન વિશે વિચારવું એટલે મૂંગા ને આવેલ સ્વપ્ન નું વર્ણન કરવા જેવું અઘરું બસ નથી મારી પાસે શબ્દો નથી કોઈ અલંકાર નથી પ્રાસ એટલે બેઠી હું ચૂપચાપ કરું હાથ જોડી એને પ્રણામ ખૂબ સુંદર અને યાદગાર સફર હતી.

ઈશ્વરની પ્રકૃતિની નજદીકીનો અહેસાસ થયો જાણે કોઈ મનચાહી મંઝિલ મળી !


Rate this content
Log in