Meenaz Vasaya. "મૌસમી"

Children Stories Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children Stories Inspirational

ગૌરી

ગૌરી

3 mins
204


ગૌરી એક સાત વર્ષની બાળકી હતી. તે મજૂર માતા પિતાની લાડકી દીકરી હતી. તેની માતા એક લેડી ડોકટરને ત્યાં ઝાડુ, પોતા, રસોઈ માટે જતી. અને તેઆખો દિવસ એ ત્યાં જ રહેતી. એના બાળકો સાચવતી, નવરાવતી અને બધું કામ કરતી. ગૌરી પણ માતાની સાથે આ ડોકટરને ત્યાં જતી. તેને ડોકટરના ઘરે બહુ ગમતું. કારણ કે ડોકટરના ઘરમાં એક બારી હતી તે એકદમ સ્કૂલની સામે પડતી.

એટલે ગૌરી ને એના જેવડા બાળકો ને જોવાની, ખૂબ મજા આવતી. એના ગળામાં આઇ કાર્ડ હોય, વોટર બેગ હોય અને ખભે સ્કૂલ બેગ હોય, યુનિફોર્મ પહેર્યો હોય,

એ બધું જોવાથી એને ખૂબ આનંદ થતો. એનું એક સપનું હતું .આ બધા ની જેમ એ પણ આ સ્કૂલમાં ભણે.

તેની માતા ને કહેતી "માં મને નવું ફ્રોક કે રમકડા નથી જોઇતા, પણ તું મને આ સ્કૂલમાં ભણવા બેસાડ ને. હું મોટી થઈ ને આશા મેડમની જેમ ડોકટર બનીશ".ત્યારે તેની માતા કહે છે ".બેટા આપણે રહ્યા ગરીબ માણસો, આપની પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય ?"

માં ની વાત સાંભળી ગૌરી ઉદાસ થઈ ગઈ. ભગવાન ને કહેવા લાગી. શું અમને ભણવાનો હક ના હોય ?

શું અમારા સપનાઓ ના હોય ? ગૌરી ને ઉદાસ જોઈ એની માતા પણ ઉદાસ થઈ ગઈ. તેને જાત પ્રત્યે ચીડ થઈ કે તો શું મારા બાળક ને મારા જેમ ઝાડુ, પોતા અને વાસણ કરવા પડશે ? ભગવાન ને વિનંતી કરે છે." હે પ્રભુ તું મારી દીકરીના સપના પુરા કર જે. જો એ ડોકટર બનશે તો સમાજસેવા કરશે. એના જેવા બાળકોની ફી ભરશે,

એવી સંસ્થા ઓ બનાવશું જેનાથી બધા ને કામ મળી રહે, હે પ્રભુ મને હીરા મોટી ઝવેરાત કઈ ના જોઈએ બસ મારી દીકરીને આ સ્કૂલમાં ભણવા મળે."

રાતના ઉદાસ મને ઈશ્વરને પ્રાર્થના કરી સૂઈ જાય છે.

બીજે દિવસે માં દીકરી બંને ડોકટર આશા ને ત્યાં જાય છે. રોજની જેમ ગૌરી એ બારી પાસે બેસે છે. અને રમતા બાળકો ને જુએ છે. અને આજે એ બધા બાળકો તાળી પડતા હોય છે, એ પણ તાળી પાડવા લાગે છે. અને એની આંખમાં આંસુ આવી જાય છે. એના આંસુ જોઈ ડોકટર આશા પૂછે છે તું કેમ રડે છે ? તને રમકડા જોઈએ છે ? નવા કપડાં જોઈએ છે ?

ત્યારે ગૌરી કહે છે ના મેમ, સ્કૂલ તરફ આંગળી ચીંધી બતાવે છે. મને પણ સ્કૂલે જવું છે તમારા જેમ ડોકટર બનવું છે.

ત્યારે ડોકટર આશા કહે છે તું કાલથી સ્કૂલે જઈશ ? હું તારી ફી ભરી દઈશ. હું તને ડોકટર બનાવીશ.

ત્યારે એની માતાની આંખમાંથી તો અશ્રુઓની ધાર થઈ. લાગ્યું કે ભગવાને એની પ્રાર્થના સાંભળી લીધી. ડોકટર આશા ગૌરીને લઈને સ્કૂલમાં એડમિશન કરાવે છે. યુનિફોર્મ અને બુક્સ અપાવે છે. ગૌરી તો એટલી ખુશ ખુશાલ જાણે એને પાંખો આવી ગઈ અને સપના જોવા લાગી, કાલે પોતે પણ આ સ્કૂલમાં બધાની સાથે આવશે, ભણશે રમશે અને મજા કરશે.

ગૌરીની માતા એ ડોકટરનો ખૂબ આભાર માન્યો અને ખૂબ દુઆ આપી. અને સાંજે ગૌરી પણ બેગ લઈને બેસી ગઈ. પુસ્તકો જોવા લાગી. ખુશ ખુશાલ ચહેરો જોઈ મા પણ હરખાઈ ગઈ.ગૌરીની મા ને ડોકટર ભગવાન જેવા લાગ્યા. જેને ગૌરીના મુખ પર હાસ્ય આપ્યું.એક સુંદર ભવિષ્ય આપ્યું. સપનાઓને પાંખો આપી. શાયદ ડોકટર જેવા દેશમાં બધા લોકો હોય તો કોઈ અભણ ના રહે. કોઈ મા બાપના સપના અધૂરા ના રહે. ડોકટરો પણ સમાજ સેવક બની શકે.


Rate this content
Log in