ગાલે ચુંટી ખણી
ગાલે ચુંટી ખણી

3 mins

7.1K
અવનિશ આજે 'રિટાયર્ડ’ થયો. મેનેજરના હોદ્દાને ચાલીસ વર્ષથી શોભાવી રહ્યો હતો. આજે તેના માનમાં વિદાય સમારંભ યોજાયો હતો. તેની કામગીરીથી કંપનીએ ઘણી પ્રગતિ સાધી હતી. રિટાયર્ડમેંટનું ખૂબ સરસ પેકેજ તેને મળ્યું હતું. તેની પત્ની અનુને ખૂબ આગ્રહ કરી ફેરવેલ પાર્ટી માટે આમંત્રણ મળ્યું હતું. તેની સેવા અને નિષ્ઠાના બે મોઢે વખાણ સાંભળી અનુનું શેર લોહી ચઢ્યું હતું. પાર્ટીનો આનંદ બેઉ હાથે લૂટીને બને પતિ અને પત્ની ઘરે આવ્યા. બંને જણાંએ ખૂબ આનંદ માણ્યો હતો. થાક્યા હતા, સીધા સૂવા ગયાં.
“અરે વાહ, સવારના પહોરમાં ગરમા ગરમ ચા અને સાથે બટાકા પૌંઆ, શું વાત છે આજે.’ અનુ,'કેમ ભૂલી ગયા હવે તમે રિટાયર્ડ થઈ ગયા, હવે તો રોજ ગરમ ચા અને નાસ્તો આપણે બંને સાથે બેસીને કરીશું.’ ચાલીસ વર્ષથી એકધારી જિંદગી જીવ્યા છીએ હવે તો બસ જિંદગી માણવાના દિવસો આવ્યા છે, સાચી વાત ને? અવનિશ ખૂબ ખુશ થયો.
અનુ,'તમે નહાવાની જરા પણ ઉતાવળ કરતાં નહી, આજના કપડાં કાલે ધોવાશે. કાંઈ રામો વહેલો આવે એટલે આપણે ધડાધડી કરવાની? આટલાં વર્ષો એ જ તો કર્યું હતું.' અવનિશના મુખ પર કુતુહલ અને આંખમાં પ્રશ્ન. મોઢામાંથી કોઈ ઉદગાર જ ન નીકળ્યો. સોનું, સાબ કો આજકા પેપર દે દો. ઝાપટ બાદમેં લગાના સાબ કો ડિસ્ટર્બ મત કરના.
અવનિશના માનવામાં ન આવ્યું. તેને બધા મિત્રોએ ચેતવ્યો હતો. યાર, ધ્યાન રાખજે કાલથી તારી એવી વલે થવાની છે. કઈ પત્નીને ચોવીસ કલાક પતિ કામ ધંધા વગરનો ઘરમાં રહે તે ગમે? ઘરના નાના મોટા કામકાજ કરવાં પડશે. અરે ’રામાલાલને’ ઘણાં માન મળશે!
અવનિશને થયું પોતે કેટલો નસીબદાર છે? મિત્રો ક્યાં તેની અનુને ઓળખતાં હતાં? અનુ સાથે ખરેખર હવે જીવનની મ
Advertisement
જા માણવાનો સમય પાકી ગયો છે. પોતાની જાતને ખુદ કિસ્મત પહેલાં દિવસથી માનવા લાગ્યો. ગરમા ગરમ ઉતરતી રોટલી ખાતાં તેણે સ્વર્ગનો આનંદ અનુભવ્યો. જમ્યા પછી જીરા મીઠાની છાશ પીને લાંબી તાણવાનો વિચાર આવ્યો. અનુ કહે, ઉભા રહો હું પડદા બંધ કરું અને સોનું વાસણ અને રસોડું કરે ત્યાં સુધી હું પણ આડી પડીશ.
અવનિશને અનુ નવી નવી દુલ્હન હતી એ દિવસો યાદ આવી ગયા. આજે તો બે બાળકો અને ચાર પૌત્ર પૌત્રીઓથી સંસાર હર્યો ભર્યો હતો. ચાર વાગે ચા સાથે ક્રિમ વાળા બિસ્કિટ જોઈને તો એ છક્ક થઈ ગયો.
રાતના તેની ભાવતી ગરમા ગરમ દાળ ઢોકળી, વાહ શબ્દ મુખમાંથી સરી પડ્યો.
તેને બધાએ ખૂબ ડરાવ્યો હતો કે ‘યાદ રાખજે કાલથી તારી મેમનું વર્તન બદલાઈ જશે! હવે તું નવરો ટાટ ઘરનાં બધા કામમાં તારે જોતરાવું પડશે.' આવો બેહુદો વિચાર આવ્યો કે તરત જ મનમાંથી કાઢી નાખ્યો.
અવનિશને અનુ પર ખૂબ ગૌરવ થયું. રાતના બજુમાં સુતેલી અનુને પ્યારથી આલિંગન આપવા હાથ અને પગ ઉંચક્યાં ત્યાં તો બાથમાં અનુ આવવાને બદલે ઓશીકું છિનવાઈ ગયું.
હજુ કેટલું ઉંઘણશીની માફક સુવું છે. આ જુઓ તો ખરા ઘડિયાળમાં દસના ટકોરા પડ્યા. સવારના પહોરમાં માણી રહેલાં દિવા સ્વપનામાં ભંગ પડ્યો હતો. જે પળો માણી હતી તે અણમોલ હતી. માત્ર પથારીમાંથી ઉઠતાની સાથે સ્વપ્નની દુનિયામાંથી હકીકતની હવા તેને સ્પર્શી ગઈ અને કડડ ભૂસ કરીને જમીન પર પટકાયો!