Mohammed Talha sidat

Others

3  

Mohammed Talha sidat

Others

એસ્યોરન્સ કોલોની

એસ્યોરન્સ કોલોની

3 mins
115


તમે વાંરવાર પ્રાણીઓને લગતી વાર્તા સાંભળી જ હશે. આજે અમે તમને પ્રાણીઓને બચાવવાની એક સત્ય ઘટના વિશે જણાવીશું. તો તૈયાર થઈ જાઓ વાર્તા વાંચવા માટે.

લખનઉમાં રહેતી અરુણિમા સિંહ નાની હતી, ત્યારે દાદા_દાદી સાથે નદીએ જતી અને ખૂબ ઊત્સુકતાથી કલાકો સુધી પાણીમાં રહેતા જીવજંતુઓ ને એકીટસે જોયા કરતી. જળચર જીવોમાં અત્યંત રસ લેનાર અરૂણિમાએ લખનઉ યુનિવર્સીટીમાંથી ૨૦૧૦માં જીવન વિજ્ઞાનમાં અનુસ્તાકની પદવી મેળવી હતી. અને વિલુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણના કામ સાથે જોડાઈ ગઈ કાચબાઓને બચાવવાનું કામ કરતી "ટર્ટલ સર્વાઈવલ એલાયન્સ ઈન્ડિયા પ્રોગામ સાથે ૨૦૧૩થી જોડાઈ ગઈ.

અરુણિમા સિંહનું લક્ષય ભારતની કાચબાની બધી પ્રજાતિઓ માટે એસ્યોરન્સ કોલોનીઓનું નિર્માણ કરવાનું હતું આ કોલોનીઓનો ઊપયોગ પ્રજનન સમૂહોને સુરક્ષિત કરવાનો છે. જેથી તે વિલુપ્ત ન થાય. જંગલમાં એમની જીવિત રહેવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આવી કોલોનીઓના નિર્માણ માટે ગંગા ની સહાયક‌ નદીઓની આસપાસની જગ્યા શોધવાની શરૂઆત કરી. ચિત્રા પ્રજાતિના કાચબાઓના ઈંડામાંથી જન્મેલા બચ્ચાઓને ઠંડીથી રક્ષણ આપવું પડે છે. તેને પોષણયુક્ત ખોરાક મળે તે પણ આવશ્યક હોય છે. તેમની પ્રોજેકટ ટીમ જંગલમાં આવા ઈંડાઓ શોધીને તેમની દેખરેખ રાખે છે. ચિત્રા પ્રજાતિ સિવાયની પણ કેટલીક પ્રજાતિઓ હતી. જેની પાલન અને સંશોધન વિશે કોઈ જાણકારી ન હતી. તેથી એ અંગે અરુણિમા કહે છે કે વિલુપ્ત થતી પ્રજાતિઓ માટે કોલોની હોવી જોઈએ. જેથી તેમા તેઓ વિકસીત થઈ શકે. પ્રાકૃતિક ગરમી અને વહેતા‌ પાણીના આવાસોમાં તેઓ રહે છે. ત્યાં એમને‌ માછલીના બચ્ચાનો ખોરાક આપવામાં આવે છે. જયારે એમના માથાનું વજન ૧કિલો થઈ જાય પછી ત્યારે આ જુવેનાઈલ કાચબાને નદીઓમાં છોડી દેવામાં આવે છે.

ટર્ટલ સર્વાઈલ એલાયન્સે રેડ ક્રાઊન રૂફેડ ટર્ટલ અર્થાત બટાગુર કાચબા જેવી પ્રજાતિ માટે લખનઉ અને કાનપુરના ચીડિયાગરમાં ત્રણ એસ્યોરન્સ કોલોનીઓ બનાવવામાં મદદ કરી. બી. કચુગા પ્રજાતિ ગંગા અને અન્ય નદીઓમાં વિલુપ્ત થઈ ગઈ છે. એ માત્ર ચંબલમાં જ બચી છે તેને ફરી ગંગામાં લાવવાની યોજના પર કામ કરી રહયા છે. અરુણિમાએ એસ્યોરન્સ કોલોનીઓના નિર્માણ નું કામ શરૂ કર્યુ તો લુપ્ત થતી ઘણી પ્રજાતિઓ માટે એજન્સીઓના ફોન આવવાના શરૂ થયાં પહેલાં કાચબાઓના પુનર્વસન માટે કોઈ કેન્દ્ર ન હોતા. તેથી એજન્સીઓ તેની ચોરી કરતા લોકો પાસેથી બચાવીનેએને જંગલમાં છોડી દેતા હતાં. અત્યાર સુધીમાં મીઠા જળમાં રહેતી દસથી વધુ લુપ્તપ્રાય: પ્રજાતિઓ માટે તેઓએ એસ્યોરન્સ કોલોનીની રચના‌ કરી છે. ૨૦૧૫માં એમણે ઈટાવા અને મેનપુરી‌ પાસે આશરે ત્રણસો કાચબાઓનું પુનર્વસન કયુઁ.

અરુણિમા સિંહ ને એના કામમાં પોલીસ અધિકારીઓની પણ મદદ મળે છે. ઈન્ડિયન ટેન્ટ ટર્ટલ જાતિના પાંચસો કાચબાઓને તસ્કરો પાસેથી મેળવવામાં ઊત્તર પ્રદેશના સ્પેશ્યલ ટાસ્ક ફોસૅના પોલીસ અધિકારીની મદદ મળી. ટર્ટલ સર્વાઈલ એલાન્સ કાચબા ઓની ચોરી કરતી ટીમ અંગે જાણકારી મેળવીને પોલીસ કે વનવિભાગને માહિતી આપે છે એ રીતે એમણે એક વખત અમેઠીમાંથી ૬૪૦૦ કાચબાઓ જપ્ત કર્યા હતાં. તે સમયે બચાવ અને પુનર્વસન ટીમનું નેતૃત્વ અરુણિમા‌ કરી રહી હતી. તે કહે છે કે ત્યારે અમે એક સાથે છ‌ હજાર કાચબાઓનો ઈલાજ કરવામાં અસર્મથ હતાં. કારણકે એટલા કાચબાની દેખરેખ રાખવાની સગવડ ન હતી. પંરતુ અમેઠીમાં થોડા સમય માટે સુવિધા ઊભી કરીને શકય તેટલા‌ કાચબાઓનો ઈલાજ કરીને જંગલમાં છોડી દીધા હતાં. અરરુણિમાએ જોયું કે બહુ મોટા પ્રમાણમાં કાચબાઓની ત્સકરી થાય છે. પશ્રિમ બંગાળમાં દુગાૅ પૂજા વખતે સેલ્સવાળા કાચબાઓની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાત આવા કાચબાઓમાંથી દવા બનાવવામાં આવે છે., તેથી બાંગ્લાદેશથી દક્ષિણ _પૂર્વ એશિયા અને ચીનમાં તેને લઈ જવામાં આવે છે. ઘણા લોકો એને ઘરમાં પાળે પણ છે. આ રીતે આવા કાચબાઓની માંગ વધુ રહે‌ છે. નેટવસ્ટ ગ્રુપ અર્થ હીરોઝ સેવ ધ સ્પીસિસ એર્વોડ ૨૦૨૧ થી સ્નમાનિત અરુણિમાએ ગ્રામિણ અને શહેરી પચાસ હજારથી વધુ બાળકોને આ અંગે શિક્ષણ આપીને જાગૃત કર્યા. તેની સાથે અઠૃાવીશ હજારથી વધુ કાચબાઓ, પચ્ચીસ ગંગા ડોલ્ફિન, છ મગરમચ્છ, અને ચાર ઘડિયાલોને બચાવીને પુનર્વસન કર્યુ છે.


Rate this content
Log in