STORYMIRROR

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

એક ડગ ધરા પર પ્રકરણ - 7

એક ડગ ધરા પર પ્રકરણ - 7

2 mins
15.3K


શાનનો કોલેજ કાળ

સુલુની ઉંમર હજુ માંડ સત્તર વર્ષની હતી. જેની સાથે લગ્ન થવાના હતા એ બીજવર હતો. નવી માને પૈસામાં રસ હતો. નહીં કે સુલુ સુખી થાય તેમા. શાન, નેહા અને સુલુની ત્રિપુટી મસલત કરવા માંડી.

સોળે સાન આવે એ ઉક્તિ મુજબ તેમની વિચાર શક્તિ ખીલી હતી. ૨૧મી સદીની છોકરીઓ ઘણી ચબરાક અને સારા નરસાનું ભાન ધરાવતી હોય છે.

શું કરે તેના વિચારોમાં ખોવાઈ ગયા. ૧૭ વર્ષ એ તો કાંઈ પરણવાની ઉંમર ગણાય? આજે સમાજમાં ચારેકોર નજર ફેરવો. ૩૦થી ૩૫ વર્ષની છોકરીઓ જણાશે. 'ઘંઉ વીણું કાંકરા વીણું'માં કુંવારી રહી ગઈ હોય છે. શરૂઆતના ૨૫ વર્ષના થાય ત્યારે તેમનો જવાબ હોય છે “અમે પરણવા માટે તૈયાર નથી...”

શું તેના માટે લાલ કે લીલા સિગ્નલ ઝબુકતા હોય છે? અમારે અમારું ભવિષ્ય બનાવવું છે. ત્યાં સુલુને જુઓ.

કાંઈક તરકીબ કરવી પડશે જેથી પરણવા આવનાર મૂરતિયો હા પડી જ ન શકે. સુલુને પોતાની બંને કીકી વચમાં લાવવાની ફાવટ હતી. સુમનભાઈ મોટી ફાંદવાળા જ્યારે તેને મળ્યા ત્યારે વાતો કરતા સુલુ ચાલાકીથી તેમ કરતી. ‘બાંડામાં બોંતેર ” લક્ષણ હોય સુમનભાઈએ તો ધસીને ના પાડી દીધી. શાને તેના માનમાં સુલુ અને નેહાને પારસી ડેરીનો મસ્ત આઈસ્ક્રિમ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

શાનને હવે ભણવાની સાથે સાથે આ બધી વાતોમાં ઉંડો રસ લેવા માંડ્યો. તેને થયું જેટલું ભણવું જરૂરી છે. તેટલુંજ સાથે ભણતી સહેલીઓના જીવનમા આવતા નાનામોટા અવરોધોને સુલઝાવવાનું પણ તેટલું જ અગત્યનું છે. શાનનું શાણપણ તેની બહેનપણીઓના પ્રમાણમા ખૂબ ચડિયાતું હતું. તેમા મુખ્ય ભાગ માતાનો પ્રેમ, સમયસૂચકતા અને દાદા, દાદીની સુંદર કેળવણી હતા. ચાલો હાલ પૂરતો સુલુનો વિકટ પ્રશ્ન ઉકલી ગયો.


Rate this content
Log in