દ્રષ્ટિ એવી સૃષ્ટિ
દ્રષ્ટિ એવી સૃષ્ટિ
દ્રષ્ટિ એવી સૃષ્ટિ
એક સમૃદ્ધ ગામમાં ખેડૂતો હળીમળીને રહેતા હતા, પણ ગામના કેટલાક દારૂડિયાઓનો આગેવાન રઘો દારૂ વેચવાનો ધંધો કરતો હતો.રઘો એક બુટલેગર હતો.
એક દિવસ ગામમાં સાધુઓ આવ્યા અને વ્યસન મુક્તિ માટે સભા ભરી. સાધુઓએ દારૂના નુકસાન સમજાવવા ગ્લાસમાં દારૂ અને પાણી ભરી તેમાં જીવડાં નાખ્યા, જેથી સાબિત થાય કે દારૂ ઝેર સમાન છે.
પરંતુ રઘુએ આ દ્રશ્યને મારી મચડીને પોતાના સાથીઓને કહ્યું કે દારૂથી પેટના જીવડાં મરી જાય છે, માટે કોઈ પણ તકલીફ હોય તો દારૂ પીવો. આમ, ખોટી સમજૂતીથી લોકો ગેરમાર્ગે દોરાયા.
