STORYMIRROR

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

ધારણા સાચી પડી

ધારણા સાચી પડી

2 mins
14.1K


જોકે આમ તો બારણું કદી ખખડે નહી કે દરવાજાની ઘંટડી કદી રણકે નહી!

ખુબ સુંદર સ્થળે રહેતી મંઝરીને હવે એકલાં રહેવાની આદત થઈ ગઈ હતી.

ખબર નહી કેમ આજે સવારથી થતું હતું કોઈક આવશે ? પણ કોણ, તેની ખબર

ન હતી. અરે, આ દેશમાં ફોન કર્યા વગર કોણ આવવાનું ? પાડોશી પણ જો

આવવાના હોય તો ‘ નવાબ વાજીદ અલી શાહ કે આને સે પહેલે ઉનકા હુક્કા

આતા હૈ’ની માફક પહેલાં ફોનની ઘંટડી રણકે, ઈફ, ઈટ ઈઝ ઓ.કે. કેન આઈ

સ્ટોપ બાય ફોર અ મિનિટ.’ પૂછીને જ આવે.

અમેરિકામાં કાગડા ખાસ જોવામાં આવતા નથી. તેથી એમ તો ન કહેવાય કે

મારી બારીએ કાગડો બોલ્યો હતો. ખેર, અંતરના અવાજને હવે અવગણવાની

આદત પડી ગઈ હતી. હા, તેની ડાબી આંખ ફરકતી હતી ! ચાનો કપ લઈ ખુરશી

પર જઈને બેઠી. આજના સમાચાર પત્રનું ‘સુડોકુ” રમવાની મઝા આવી ગઈ. હતું

અઘરું પણ અડધું સોલ્વ કરી ચા પીધી, પછી દિમાગ ચાલ્યું.

શામાટે આમ રાહ જોવાની આદત પડી ગઈ છે ? અરે , તારે આંગણે કોણ આવવાનું છે?

એકલા રહેવાની આદત પડી ગઈ છે. સારું છે ઈશ્વર કૃપાએ જીવનમાં રસ ટકી રહ્યો

છે. પ્રવૃત્તિ સભર જીંદગી જીવવાની ચાવી છે. છતાં જો કદી એકલતા સતાવે ત્યારે

પ્રભુ સ્મરણ હામ આપે છે.

વળી પાછું મર્કટ મન છટક્યું. જરૂર કોઈ આવશે ? શનિવાર હતો, રેડિયો પર સુંદર

ગીતો વાગી રહ્યા હતાં. ફરીથી ચા બનાવી, ઠંડીના દિવસોમાં તેની મઝા માણવી ગમે,

કેમ ખરું ને ! તમારે પીવી હોય તો આવી જાવ. સરસ મઝાની આદુ અને ફુદીનો નાખી

બનાવીશ.

અરે, બારણાની ઘંટડી વાગી? ના વાગે ભાઈ, નીચેથી સિક્યોરિટિવાળાનો ફોન આવે

‘યુ હેવે ગેસ્ટ, કેન આઈ સેન્ડ હર અપ’? ના, ખરેખર  બેલ વાગી . આ કાંઈ ભ્રમણા

નથી ! હાથમાં મારી પૌત્રી માટે શૉલ બનાવતી હતી તે નીચે મૂકી, બારણું ખોલવા

ઉઠી!

જેનો સ્વપને વિચાર ન હોય એ મારો નાનો દીકરો , પરસેવેથી રેબઝેબ બારણામાં

ઉભો હતો.

”મમ્મી. જોગીંગ કરવા નિકળ્યો હતો ૨૫ માઈલ , ટુવાલ ભૂલી ગયો હતો તે લેવા

ઉપર આવ્યો.” મા, આપણા ઘર નીચેથી જતો હતો.

આવ બેટા, હું હરખાઈ, મારી ધારણા સાચી...


Rate this content
Log in