Nayanaben Shah

Children Stories Tragedy Inspirational

4.5  

Nayanaben Shah

Children Stories Tragedy Inspirational

દેવની ઉપાધિ.શ્રીમતી નયના શાહ

દેવની ઉપાધિ.શ્રીમતી નયના શાહ

5 mins
14


હજી સવારના માંડ નવ વાગ્યા હતા. સવારમાં આવનાર આંગતુકને જોતાં હું ખુશ થઈ  ગઇ હતી. જો કે પ્રત્યક્ષ તો હું એમને પ્રથમવાર મળતી હતી. વર્તમાનપત્રમાં અનેક વાર એમના ફોટા જોઈ ચૂકી હતી. એમના વિષે એવું કહેવાતુ કે એમને મળ્યા પછી મંદિરમાં ભગવાનના દર્શન કરવાની જરૂર જ ના પડે. એમને આવકાર આપતાં જ આપોઆપ મારા હાથ જોડાઈ ગયા.


આવનાર વ્યક્તિ શહેરની સૌથી જાણીતી સ્કુલ સરસ્વતી વિધ્યાલયના પ્રિન્સીપાલ હતા. એ સ્કુલનું પરિણામ હમેશ સો ટકા આવતું. એ બધાનું કારણ એ સ્કુલના પ્રિન્સીપાલ શ્રી હરિપ્રસાદજી હતા. એ શિસ્તપાલનના ચુસ્ત આગ્રહી. તે એમની સ્કુલ ના વિદ્યાર્થીઓને એમનો ભરપૂર પ્રેમ પણ મળતો રહેતો. એમને કોઈ પણ જાતની શિક્ષા કરવાની જરૂર એટલા માટે ના પડે કે એ પ્રેમ થી બધાને સમજાવતાં. જે કામ સોટી ના કરે એ કામ પ્રેમ કરે. તેથી તો એમને"બેસ્ટ શિક્ષક" નો એવોર્ડ મળતો રહ્યો.

ઘરમાં પ્રવેશતાં જ એમને એમની ઓળખાણ આપવા માંડી. પણ મેં કહ્યું,"તમારે તમારી ઓળખાણ આપવાની જરૂર  નથી."

"હું તમારા કામે આવ્યો છું." મેં કહ્યું,"તમે મને કહ્યું હોત તો હું તમને મળવા આવત અથવા તમારે ફોન કરવો હતો ને !"

"જુઓ,બહેન જેને કામ હોય એને જ આવવું પડે અને વાત રહી ફોન કરવાની . તો  મારો સિધ્ધાંત છે કે આમંત્રણ આપવા જાતે જ જવું જોઈએ. એ સામેની વ્યક્તિને માન આપવાની રીત છે."

હું એ પ્રભાવશાળી વ્યક્તિને જોઇ જ રહી. આટલી  બધી નમ્રતા ! આવી વ્યક્તિ જ સરસ્વતી વિધ્યાલયની પ્રિન્સીપલ બની શકે. થોડી આડીઅવળી વાતો કરીએ મૂળ વાત પર આવ્યા."બેન, તમે જાણો છો કે વર્ષોથી અમારી શાળાનું રિઝલ્ટ સો ટકા આવે છે. આટલા વર્ષોમાં પહેલી જ વાર એવું બન્યું છે કે અમારી શાળાનો એક વિધ્યાર્થી નપાસ થયો. અમે એનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. અમે એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે. એમાં તમે જજ તરીકે પધારો. તમને લેવા મુકવાની વ્યવસ્થા અમારા તરફથી કરેલ છે. બેન,તમારે ના નથી કહેવાની."

આખરે એ દિવસ પણ આવી ગયો. 8 થી 10 ધોરણના વિધ્યાર્થીઓ બોલવાના હતા. ઘણા બધા વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મને હતું કે આટલા નાના બાળકોને તો" સ્ટેજ ફિયર"હોય જ. એ લોકો બહુ બોલી નહીં  શકે. ગભરાઇ જશે. પરંતુ હું એ વાત ભુલી ગઇ હતી કે આ તો શહેરની પ્રથમ હરોળની સ્કુલ છે.

હું ત્યાં પહોંચી ત્યારે જ મને ખબર પડી કે વિષય છે,"દેવની ઉપાધિ"દરેક વિધ્યાર્થીઓ એ ખૂબ સુંદર રજુઆત કરી હતી. નવાઇની વાત તો એ હતી કે કોઇ પણ બાળકને સ્ટેજ ફિયર હતો જ નહીં. દરેક બાળક એના માતાપિતા તથા ગુરૂજનોને દેવનું પદ આપી રહ્યા હતા.

સામાન્ય રીતે જે બાળકનો નંબર ના આવે એ નિરાશ થઈ  જતું હોય છે તેથી જ હું દરેક બાળકે કરેલો ઉપાડ,રજુઆત તથા ઉપસંહાર ના માર્ક આપી રહી હતી. ત્યાં થોડીવાર માટે બાળકોને દસેક મિનીટની રિસેસ આપવામાં આવી. મને એ દરમ્યાન હરિપ્રસાદજી સાથે વાત કરવાની તક મળી ગઇ. મેં કહ્યું,"તમે મને અહીં બોલાવી,હું નંબર આપવા બંધાયેલી છું પણ મારી તમને એક વિનંતી છે કે નંબર આપી બાળકો ને નિરાશ ના કરવા. આ દરેક ભાગ લેનાર બાળકને હું મારા તરફથી ઈનામ આપીશ."

ત્યાં રિસેશ પુરી થઈ  અમારી વાત અધુરી રહી. બાકીના બાળકો પણ ખૂબ સુંદર રજુઆત કરી રહ્યા હતા. છેલ્લે એક બાળક ઉભો થયો જેનું નામ યક્ષ હતું. બાળકોની રજુઆતથી હું ખુશ હતી. યક્ષને જોઇને લાગે નહીં કે દસમા ધોરણનો વિધ્યાર્થી હશે.

લગભગ 6 ફુટ જેટલી ઉંચાઈ તથા ભરાવદાર શરીર. પહેલી નજર તો એ શાળાનો શિક્ષક જ લાગે. એને બોલવાનું શરૂ કર્યું એ સાથે જ હોલમાં શાંતિ છવાઇ ગઇ. મારા માન્યામાં આવતું ન હતું કે આટલો હોંશિયાર છોકરો નપાસ કઈ  રીતે થાય ?અત્યાર સુધી  જે છોકરાઓ બોલેલા એ ઘેરથી તૈયારી કરીને આવેલા એ વાત સ્પષ્ટ સમજાઇ જતી હતી. પણ યક્ષની વાત જ જુદી હતી.

યક્ષે શરૂઆતમાં જ કહી દીધું કે મારા મિત્રો એ દેવની ઉપાધિનો અર્થ દેવતુલ્ય માતાપિતા તથા ગુરૂનું પદ ગણાવ્યું. ઉપાધિ એટલે પદ એવો અર્થ  કર્યો જયારે ઉપાધિ એટલે મુશ્કેલી પણ થાય છે. જેની હું અહીં રજુઆત કરવા જઇ રહ્યો છું.

"મને જોઈને તમને મારી ઉંમરનો ખ્યાલ નહીં આવે. પોલિસને પણ મારી ઉંમરનો ખ્યાલ આવતો ન હતો . તેથી મારી પાસે લાયસન્સ ના હોવા છતાં  પણ હું પકડાતો ન હતો.

મારી મા ફરવાની શોખીન હતી. એકાદ જગ્યાએ રસોઈ કરવા જતી હતી તેથી એની પાસે થોડા ઘણા પૈસા રહેતા. પપ્પા નોકરીએ જતાં કે તરત મમ્મી કહેતી,"બેટા,ચલ મારે બહાર જવું છે. તું બાઈક લઇ લે. આપણે બહાર ફરવા જઈએ. તને પીઝા પણ ખવડાવીશ. હું ખુશ થતો. આખો દિવસ હું મમ્મી જોડે ફરતો. અમે ક્યારેક નાના નાનીને ત્યાં જતાં તો ક્યારેક મમ્મીની બહેનપણીઓ ને ત્યાં. એ લોકો અમારી ખૂબ આગતાસ્વાગતા કરતાં. મને પણ એ ખૂબ ગમતું. ધીરે ધીરે મારૂ મન ભણવાથી દૂર થતુ ગયુ.

એકવાર પપ્પાને ખબર પડતાં મને માર પડ્યો.

બાઇકની ચાવી લઈ લીધી. થોડા દિવસ મને પપ્પા પર ગુસ્સો ચડેલો. અઠવાડિયા બાદ બધુ શાંત પડતાં ફરીથી હું અને મમ્મી પહેલાંની જેમ બહાર જવા લાગ્યા. મને એ બધુ બહુ જ ગમતું. પરિક્ષાની મને કોઇ ચિંતા તો હતી જ નહીં. પરિણામ સ્વરૂપ હું નપાસ થયો. મારા બધા મિત્રો પાસ થઈ  ગયા. એટલું જ નહીં આ સ્કુલમાં હું પહેલો એવો વિધ્યાર્થી છું કે જે નપાસ થયો હોય.

જ્યારે મને ખબર પડી કે આ સ્કુલની સ્થાપના થયા બાદ હું પહેલો વિધ્યાર્થી છું કે જે નપાસ થયો હોય. પપ્પાએ મને માર માર્યો. મને એમના પ્રત્યે નફરત થતી ગઇ. મમ્મીને કારણે મારૂ ભણવાનું બગડ્યું. મારા મિત્રો મારાથી આગળ નીકળી ગયા. હું ભાંગી પડ્યો હતો. મને મમ્મી તથા પપ્પા પ્રત્યે નફરત થતી ગઇ. જીવનમાંથી રસકસ ઉડી ગયા. માબાપ એટલે મારા જીવનમાં દેવે આપેલી મુશ્કેલી.

હા,પણ મારા મતે આદરણીય અમારા પ્રિન્સીપલને હું દેવની ઉપાધિ આપીશ.

એમને મને ભણવાની પ્રેરણા આપી. સ્કુલમાં ફી વગર મને આવવાની છૂટ આપી. મારૂ અંગત રીતે ધ્યાન રાખતાં થયા. ખરેખર દેવની ઉપાધિ જો કોઇ ને આપવી હોય તો એ છે અમારા પ્રિન્સીપલ. પણ હવે હું સખત મહેનત કરી ભણીશ. ભવિષ્ય ઉજ્જવળ બનાવીશ."

યક્ષ એની જગ્યા એ બેઠો. ત્યારે આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. એક વાત તો નક્કી હતી કે યક્ષ કોઈ પણ તૈયારી કર્યા વગર આવ્યો હતો. જો કે દરેક બાળકને નંબર આપ્યા વગર મેં બધાને ઇનામ તો આપ્યા પણ યક્ષને તો મેં કહ્યું કે,"તું દરરોજ મારે ત્યાં ભણવા આવજે. હું ટ્યુશન નથી કરતી પણ તને સ્પેશ્યલ ઇનામ તરીકે હું ભણાવીશ."


Rate this content
Log in