Jigna Joshi

Others

3  

Jigna Joshi

Others

ડરવું જરુરી છે!

ડરવું જરુરી છે!

6 mins
7.7K


મિ.મલિક પેલી નાયગાંવની કન્સટ્રકશન સાઈટ વિઝિટ કરાવવાનું કામ તમે પોસ્ટપોન શું કામ કરી રહ્યા છો? આય ડોન્ટ અન્ડરસ્ટેન્ડ! પણ સર ત્યાં.. એટલું જ બોલતા મલિકના કપાળ પરસેવાની બુંદો જામી ગઈ. આ વાત સાંભળીને એસી ઓફિસમાં મલિકના હાથ-પગ ધ્રુજવા લાગ્યા. સશાંક તાડૂકીને બોલ્યો,‘ઓ પ્લીઝ સ્ટોપઈટ, ડોન્ટ ટોક રબીશ. આય ડોન્ટ વોન્ટ ટુ લીસન એનીથીંગ. યુઝ યોર કોન્ટેક્ટસ. સેન્ડ યોર બેસ્ટ આર્કિટેક્ટ ટીમ એન્ડ ગેટ ધ વર્ક ડન, એટ એની કોસ્ટ. આય ડોન્ટ હેન્ડલ ઈટ મચ નાવ મને ઉપરથી પ્રેશર છે.’ સશાંક મલિકના ચહેરાના હાવભાવ જોઈ રહ્યો. લુક મિ.મલિક આમા આપાણા બંનનો ફાયદો છે. તેણે મલિકને પાણીનો ગલાસ ઓફર કર્યો. મલિક એકીશ્ર્વાસે પાણીનો આખો ગલાસ પી ગયો. છેલ્લે સશાંકે મલિકને વોર્ન કરતાં કહ્યું,‘રીમેમ્બર વન થીંગ ગેટ ધ રફ મોડેલ રેડ્ડી વીથઈન અ વીક.’  

ઓફિસની કેબિનમાંથી બહાર નીકળીને મલિક પોતાની ડેસ્ક પર આવીને બેસી ગયો. તેનું મગજ ચકરાવે ચડ્યું. છ મહિના પહેલાનું દ્રશ્ય તેની નજર સમક્ષ ખડું થઈ ગયુ. એ કમકમાટી ભરી ઘટનાની ગોઝારી રાત યાદ આવતા તેને કંપારી છૂટી ગઈ. એ ચિત્ર-વિચિત્ર હાલતમાં મળેલી લાશો અને કુટુંબીઓના આક્રંદથી તેનું હૈયુ કલ્પાંત કરી ઉઠ્યું હતું. તે ભગવાનને પ્રાર્થી રહ્યો હે ભગવાન ક્યાંક ફરી પાછું...

તેનું મન દ્વિધા અનુભવી રહ્યું. કોઈની ભલી દુઆ લેવાને બદલે મેં તો બદદુઆ જ ભેગી કરી છે. આ બધામાંથી કયા ભવે છૂટીશ હું? ઘડીભર તો તેને થયું કે હમણાને હમણા રાજીનામું લખીને સશાંકના મોં પર મારી આવે. પણ ક્ષણભર પછી પોતાના પરિવારનો વિચાર આવતા તે વિવશ બની જાય છે. નોકરી ન જાણે માણસ પાસે શું શું કરાવે છે! બધું જાણતા હોવા છતાં મૌન રહેવુ એનું નામ જ ગુલામી. મલિક મનોમન બબડ્યો. કેમ કરીશ? કોને મોકલીશ? કઈ રીતે કામ પાર પડશે? એ ચિંતામાં ને ચિંતામાં મલિક આખી રાત સૂઈ ન શક્યો. બીજે દિવસે સવારે તે પરાણે ઉઠ્યો. આગલી રાતના ઉજાગરાનો થાક તેના મોઢા પર ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો. તે શાવર લેવા બાથરુમમાં ગયો. તે નાહી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા હાથ તેનું ગળુ દબાવી રહ્યા હોય તેવો તેને ભાસ થયો. તેનો શ્ર્વાસ રુંધાવા લાગ્યો. તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તે ઝટ દઈને બાથરુમમાંથી બહાર નીકળ્યો. તે ખૂબ જ ડરેલો હતો. થોડીવાર તો તે બેડરુમમાં એમ જ સુનમુન બેઠો રહ્યો. પોતાની સાથે આ શું બન્યું? આ માત્ર ભ્રમણા હતી કે કશુંક અજુગતુ થવાના એંધાણ એ તે કળી શક્યો નહીં. હજીપણ તેનું હ્રદય તીવ્ર ગતિએ ધડકતું હતું!

ઓફિસે પહોંચીને તેણે ડ્રોઅરમાંથી આર્કિટેક્ચરના ફાઈનલ યરના સ્ટુડન્ટોની એક ફાઈલ કાઢી. તે ફાઈલના એક પછી એક પાના ઉથલાવવા લાગ્યો. અમુક નામ સામે લાલ પેનથી ટીક માર્ક કર્યા. બેલ મારીને તેણે પ્યુનને બોલાવ્યો. ‘હે બઘા સખારામ ભાઉ જ્યા નાવા જવળ લાલપેન ચા ટીક ઠેવલા આહે મલા ત્યા સર્વાચાં પતા કિંવા ફોન નંબર પાહિજે. લૌકર નિઘૂન યા.’ સખારામે મલિક તરફ એક વેધક નજરે જોયું. અણગમો અને અનિચ્છા વ્યક્ત કરતી એ નજર મલિક ઝીરવી ન શક્યો. તે તરત જ નીચુ જોઈ ગયો. નામના લિસ્ટ, એડ્રેસ અને ફોનનંબરની યાદી તૈયાર હતી. નાયગાંવની સાઈટ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે સ્ટુડન્ટના નામ હતા અશોક, આલોક, રોહન અને સમીર. આ બધાને મલિકે ફોન કરીને બે દિવસ બાદ કોલાબાની ઓફિસમાં મળવા આવવાનું જણાવ્યું. નક્કી કરેલા સમય મુજબ તે ચારે જણા મલિકને મળવા કોલાબાની ઓફિસે પહોંચે છે. મલિક તેઓને નાયગાંવની તે સાઈટ વિષે આછો-પાતળો પરિચય આપે છે. સાથે-સાથે ઘણા આંબા, આમલી દેખાડતા કહે છે કે, ‘જો તમે આ પ્રોજેક્ટ કમ્પલીટ કરશો તો તમારો જોબ પ્રોફાઈલ ઘણો સ્ટ્રોન્ગ બની જશે, એની હું ખાતરી આપુ છું. અને બીજા લાભ તો ખરા યુ નો, પણ યાદ રહે ઈટ્સ વેરી ટફ જોબ.’ આ કામ માટે તેઓને અઠવાડિયાની મુદ્દ્ત આપવામાં આવે છે. ઓફિસમાંથી બહાર નીકળીતા ચારે જણ વચ્ચે આ પ્રોજેક્ટ વિષે થોડી એવી ચર્ચા થાય છે. આલોક કહે છે યાર, આ તો બહુ ન કહેવાય. સ્ટુડન્ટ લેવલે સાઈટ પર મોકલવાના કોઈ પૈસા થોડી આપતું હશે! રોહન અને સલીમ પણ આલોકની આ વાતમાં હામી પૂરાવે છે. વળી અશોક કહે છે, છોડોને યાર આ બધું વિચારવાથી આપણે શું મતલબ? હશે કોઈ વગદાર વ્યક્તિનું કામ. આપણને તો આપણા કામના પૈસા મળે એ જ બહુ કહેવાય. બીજે દિવસે તેઓ ઉત્સાહ ભેર નાયગાંવ જવા નીકળે છે. રસ્તામાં જ બધા કામોની વહેંચણી પણ થઈ જાય છે.

ડીપી પ્લાન (ડેવલપમેન્ટ પ્લાન)ના ભાગરુપે આલોક આસપાસના સ્થાનિકો પાસે જઈને તે સાઈટ વિષે એક સર્વે હાથ ધરે છે. જેના દ્વારા લોકોના અભિપ્રાય જાણી શકાય કે તેમની જરુરિયાતો શું છે? તે સાઈટ પર શું બંધાવુ જોઈએ? બિલ્ડિંગ, ઓફિસ કે પછી મોલ. પરંતુ આ કામમાં તેને નિરાશા સાંપડે છે. કોઈ સ્થાનિક તેને સરખો જવાબ નથી આપતું. બહુધા લોકોનો એક જ સૂર રહ્યો  કે જો તેમને તેમનો જીવ વહાલો હોય તો અહીંયાથી જતા રહે. અહીં કાંઈ થઈ શકે એમ નથી. આલોકને ત્યાંના રહેવાસીઓ પર દયા આવે છે.  અને થોડી ધૃણા એ ઉપજે છે. તે ગીન્નાઈને બોલે છે. આ જમાનામાં પણ આ લોકોને અંધશ્રધ્ધાના અંધકારમાંથી બહાર નથી આવવું. ખેર કાલે વાત એમ કહીને તે વીલે મોઢે ત્યાંથી પાછો ફરે છે. રોહન અને અશોક સાઈટ મેઝરમેન્ટનું કામ હાથમાં લે છે. પરંતુ તેઓને દરવખતે મેઝરમેન્ટમાં કંઈને કંઈ ગોટાળો જ આવે છે. આ બધી મથામણમાં સાંજ પડી જાય છે. તેઓ હોટેલ તરફ જવા નીકળે છે. દિવસનાય ભેંકાર લાગતો આ વિસ્તાર સાંજ પડે ઓર વેરાન અને સુમસાન બની જાય છે. આસપાસના વન વિસ્તારમાંથી આવતા જંગલી જાનવરોના ભયાનક અવાજોમાં ભળતો તમરાઓનો તીક્ષ્ણ અવાજ વાતાવરણને વધુ ખોફનાક બનાવી રહ્યો છે. અચાનક ઝાડના ખરેલા સુકા પાંદડામાંથી કોઈના પગલાનો પગરવ સંભળાય છે.  ભયભીત બનીને તેઓ પાછળ જુએ છે. પણ કંઈ નથી દેખાતું.  હજી માંડ થોડા ડગલા આગળ વધ્યા હોય છે ત્યાં અંધારી દિશાને ચીરતો એક અવાજ તેમના કાને અથડાય છે. જો જીવ વહાલો હોય તો ચાલ્યા જાઓ અહીંયાથી આ અવાજ સાંભળતા જ બધાના હોશકોશ ઉડી જાય છે.

એકબીજાના સહારે હિંમત એકઠી કરીને તેઓ ત્યાંથી નાસી છૂટે છે. હોટેલ પહોંચે છે. ત્યારે માંડ બધાના જીવમાં જીવ આવે છે. થોડીવાર તો તેઓ એમ જ બુતની ની જેમ બેઠા રહે છે. આલોક ગડમથલ અનુભવે છે કે પેલા સ્થાનિકોએ જે વાત કહી હતી તે ક્યાંક સાચી... જ્યારે રોહન અને સલીમ પોતાના મત પ્રદર્શિત કરતા કહે છે,‘આપણે અહીંયાથી ચાલ્યા જવું જોઈએ. આ પ્રોજેક્ટ કયાંક આપણને મુસીબતમાં ન મૂકી દે.’ તો વળી અશોક પૈસાની લાલચમાં બોલ્યો જુઓ મને તો લાગે છે કે આપણે એક-બે દિવસ રાહ જોવી જોઈએ કે આપણું કામ કેટલું આગળ વધે છે. એવું લાગશે તો પાછા જતા કોણ રોકવાનું છે? બાકી જો આ બધો આપણા મનનો ભ્રમ પણ હોઈ શકે. રાતતો જેમતેમ કરીને પસાર થાય છે. બીજે દિવસે ફરી પાછુ એ જ પુનરાવર્તન નથી સાઈટનું મેઝરમેન્ટ લેવાતું કે નથી રહેવાસીઓ પોતાનો સ્પષ્ટ મંતવ્ય આપતા. આલોક ધણા પ્રયત્ન કરે છે. પણ બધું વ્યર્થ. રસ્તામાં પાછા વળતા તેને વિચાર આવે છે કે તે મલિકને ફોન કરીને બધુ જણાવી દે. અને હવે પોતે આ પ્રોજેક્ટમાં ઈનવોલ્વડ થવા નથી માગતો એવી સ્પષ્ટતા પણ કરી દે. તે મલિકને ફોન લગાડે છે. સામે છેડે વાત કરતા તેનો ચહેરો એકદમ  તંગ બની જાય છે. એ ચોંકાવનારા સમાચાર સાંભળીને તેને જબરદસ્ત ઝટકો લાગે છે. તે હાંફળો ફાંફળો સાઈટ તરફ દોટ મૂકે છે. આ તરફ સલીમ અલગ-અલગ એંગલથી સાઈટના ફોટા પાડવામાં વ્યસ્ત હોય છે. જ્યારે રોહન અને અશોક થાકી હારીને એક ઝાડ નીચે બેસી જાય છે. આલોકને દોડતો આવતો જોઈને ત્રણે જણા ગભરાઈ ગયા. એક પછી એક સવાલોનો મારો ચલાવતા બોલ્યા, અરે શું થયુ તને? આમ દોડીને શું કામ આવ્યો? ક્યાંય વાગ્યુ તો નથીને તને? જરા પોરો ખાઈને આલોક બોલ્યો,‘યાર મેં મલિકને ના પાડવા ફોન લગાડ્યો હતો. કે હવે હું આ પ્રાજેક્ટ છોડીને પાછો આવુ છું. તો સામે છેડે સખારામે ફોન ઉપાડ્યો તેણે સમાચાર આપ્યા કે મલિકનું તો ભેદી સંજોગોમાં મૃત્યુ થયુ છે. આ ચોંકાવનારા  સમાચાર સાંભળીને  સૌ દંગ રહી ગયા. તેઓના પગ તળેથી જમીન ખસી ગઈ.

આ બધુ શું થઈ રહ્યું છે? એ કોઈ કાંઈ સમજી નથી શકતું. સલીમ સાઈટના ફોટોગ્રાફ્સ પર નજર ફેરવી રહ્યો છે ત્યારે અમુક ફોટામાં તેને કોઈ બિહામણી સફેદ આકૃતિ દ્રષ્ટિમાન થાય છે. આ જોતાં તેના મોં માંથી ચીસ નીકળી જાય છે. ઓ માય ગોડ. તેના હાથ માંથી કેમેરો પડી જાય છે. તે જોરથી બરાડે છે ભાગો જલ્દી અહીં કશે ભૂત છે. મેં...મેં જોયું હમણા ફોટામાં. કોઈ કંઈ જોઈ, જાણે એ પહેલા બધા સફાળા ઉભા થઈને ત્યાંથી રીતસર ભાગે છે. સાંજ ઢળી ચૂકી હોય છે. ગભરાતા-ગભરાતા તેઓ રસ્તામાં આગળ જઈ રહ્યા હોય છે ત્યારે ફોટામાંની પેલી સફેદ આકૃતિ તેઓને નજર સામે દેખાય છે. તે આકૃતિમાંથી એક ભયાનક અવાજ સંભળાય છે. હું મલિક. અને ચારે જણા ત્યાં જ ફસડાઈ પડે છે.


Rate this content
Log in