The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Shanti bamaniya

Others

4.3  

Shanti bamaniya

Others

ડિજિટલ ઈઝહાર કરતો પત્ર

ડિજિટલ ઈઝહાર કરતો પત્ર

2 mins
70


 ઇઝહાર કરવો કેવી રીતે.?

પહેલા તો બધા પ્રેમ પત્ર દ્વારા ઇજહાર કરતા હતા આજે તો આવી રીતે ઈઝહાર કરે છે કોણ?

હવે એ જમાનો તો રહ્યો નથી કે કાગળ -પેન લઈને લખવા બેસીએ.

રાધા જોડે મુલાકાત પણ ડિજિટલ જ હતી તો વિચારુ છું ડિજિટલ પત્ર જ લખી નાખું.

હવે તો મોબાઈલ લેપટોપની દુનિયા અને આ ડિજીટલ દુનિયામાં આ ફેસબુક, વોટ્સએપ પર આપની મુલાકાત થઈ હોય પણ લાગણીઓ આ અહેસાસ ડિજિટલ નહોતા. 

કેમકે ...'કાગળ ના ફૂલ પણ મહેક આપે છે જો કોઈ પ્રેમથી આપે છે.'

સોશિયલ સાઈટ પણ ગજબ છે. એક બીજા ને જોડી દે છે. એકબીજાને નજીક લાવી દે છે. પછી ભલેને તે વ્યક્તિ ગમે તેટલી દૂર હોય પણ હૃદયથી નજીક હોય છે.

હવે તો લાગતું નથી કે ફ્રેન્ડ બનીને રહી શકાય.

હવે તો આ લાગણીઓને ઈઝહાર કરી દેવો છે.

આજે તો પત્ર લખીશ તને ડિજિટલ પત્ર.


તેને યાદ કરીને મારી સવારનો આરંભ થાય છે.

તેનું મારી જિંદગીમાં આવવું એક સુંદર પળ એક સુંદર ઘટના જિંદગીને વધુ સુંદર બનાવી દીધી.

તેણી યાદ આવતા બસ આ બધું જ ઉભરાઈ ગયું છે.

હવે તો કહી દેવું પણ જરૂરી હતું.

તેથી આજે તો નક્કી જ કરી લીધું છે. 

પ્રથમ પત્ર લખીશ અને દિલ- દિમાગ વચ્ચે ચાલતી કશ્મકશનો આજે તો અંત લાવી દેવો છે, બધું જ કહી દેવું છે. 

આજે તો પ્રથમ પ્રેમપત્ર લખીશ પણ લખવું શું?

સો ટકા હિંમતમાં એક ટકો ઓછો પડી જાય છે.

હવે તો બસ ખાલી તારા મોઢામાંથી શબ્દો છલકાઇને બહાર આવે એની રાહ જોવું છું. કુદરત એવો કોઈ જાદુ કરી દે ને મારી હા માં તારી હા મળી જાય.

લેપટોપ હાથમાં લઈને ડિજિટલ પત્ર લખવાની શરૂઆત તો કરી.

શબ્દોને હું મારી આંગળીઓથી લખુ છું પણ લાગણીઓ આપમેળે છપાઈ જાય છે.

કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ હોય છે. તને આ પત્ર લખું છું તો મારી આંગળીઓ પણ ધબકી ઊઠે છે.


                  હૈ પ્રિયે.

                આઈ લવ યુ


હું લખું પ્રેમ પત્ર તારા નામે..

કે દિલની તડપ લખું.

કે આંખોની તરસ લખું.

મારો પ્રેમ તો તારી 'ના' પછી પણ કાયમ રહેશે.! ચાહું છું.. હું તને, ચાહતો રહીશ કાયમ.

આશ છે કે' હા ' ની તમારી પાસેથી.

'ના 'કહેશો તો વાંધો નહીં.

અંતે સાચું કહું, હું ખુદ પણ હેરાન છું.

જ્યારે પ્રેમ શબ્દ આવે છે.

મને તું જ યાદ આવે છે.

પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શું હશે?

એ તો ખબર નથી પણ પ્રથમ પ્રેમ છે, આ મારો.

એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો, પણ ગમ્યો છે સાથ તમારો.

તો પ્રેમનો ઇઝહાર કરી દેવો સારો.

આ આખો તો રોજ હસીને ચહેરો જોવે છે.

પણ દિલમાં વસ્યો છે બસ ચહેરો તમારો.

તમે 'હા 'કહેશો તો એક ચમત્કાર હશે .!

અંતે સાચું કહું તો નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ ખુશી.

હું તો ઈચ્છું સાથ તારો.

જિંદગી આખી પૂરી થઈ જશે આનંદથી મારી. જો સાથ મળશે તમારો .

શું મળશે સાથ તમારો.?

         લી... તારો દિવાનો.


Rate this content
Log in