Harsha dalwadi

Others


3.0  

Harsha dalwadi

Others


ડબ્બો

ડબ્બો

1 min 98 1 min 98

"રજની આ મસાલીયો ખાલી કેમ છે ? તને તારી મા એ કઈ શીખવ્યું છે કે નહી ? કે બોજ લાગવા માંડી એટલે પરણાવીને મોકલી દીધી અમારા લોહી પીવા માટે. અને લગ્નમાં દીધું તો પણ શું ? જૂનો પુરાણો ડબ્બો જે જોઈને ચીતરી ચડી જાય. કેવા નસીબ અમારા કે તું વહુ બની આવી ભાગ્ય ફૂટ્યા અમારા ને અમરા દીકરાના. . "

આ બધું સાંભળતી રજની મસાલીયો સાફ કરતાં કરતા એના બચપણને યાદ કરવા લાગી હતી. એ દસ વર્ષની હતી અને એની મમ્મી રસોડામાં રસોઈ બનાવતી ત્યારે રજની મસાલીયાને જોઈને સવાલ કરતી.

"મમ્મી આ બધા મસાલા એક જ ડબ્બા મા કેમ મુકવામાં આવે છે ?"

ત્યારે એને જવાબ આપતા દયાબેન કહેતા કે "આ બધા મસાલા એક પરિવારના સાત રંગને સ્વાદ છે. જેમ શાક દાળમાં કોઈપણ એક મસાલો ઓછો હોય કે ના હોય તો એ વાનગી સ્વાદ અને રંગ વિહીન લાગે છે એ જ રીતે પરિવારના સભ્યો પણ એ મસાલા જેમ હોય છે દરેકને રંગ સ્વાદ અલગ અલગ હોય છતા એક ડબ્બામાં સાથે હોય છે એમ પરિવારના સભ્યો હોય છે બધાના સ્વભાવ રંગ અલગ અલગ હોય છે તો પણ એક છત નીચે પરિવાર બની ઘર રૂપી ડબ્બામાં સાથે રહે છે."


Rate this content
Log in