Harry Solanki

Children Stories Comedy Fantasy

3  

Harry Solanki

Children Stories Comedy Fantasy

ચતુર કોણ ?

ચતુર કોણ ?

1 min
297


લોહાણો અને વાણિયો પડોશી હતા. લોહાણો રોજ સવારે પૂજા કરે, “હે ભગવાન મને 1000 રૂપિયા આપ, 990 પણ નહીં લઉં અને 1010 પણ નહીં લઉં.”

વાણિયાને તેની પરીક્ષા કરવાનું મન થયું, તેણે 990 રૂપિયા રૂમાલમાં બાંધીને લોહાણો ના ઘરમાં ફેંક્યા.

લોહાણો ગણ્યા તો 990 નીકળ્યા. હાથ જોડીને નમન કરતો કહે, “તું કેવો દયાળુ છો ભગવાન હિસાબમાંય પાક્કો, 990 રોકડા ને 10નો રૂમાલ...!"

દરેક વખતે કાંઈ વાણિયો જ ચતુર ના હોય.


Rate this content
Log in