Nayana Viradiya

Children Stories Thriller Children

3  

Nayana Viradiya

Children Stories Thriller Children

ચોકલેટનું જંગલ

ચોકલેટનું જંગલ

3 mins
162


એક ખુબ જ મોટું, ઘટાદાર જંગલ હતું. જંગલમાં જાત- જાતના ઝાડ કોઈ નાના તો કોઈ મોટા, કોઈ ઊંચા તો કોઈ નીચા કોઈ ફૂલથી ભરેલા તો કોઈ ફળથી લચેલા. આ જંગલની બાજુમાં જ એક નાનકડું ગામ, રતનપુર તેમાં એક નાનકડો છોકરો રહે નામ એનું ટપુ, એક દિવસ ટપુ તેની સાયકલ લઈને રમતો હતો. રમતા-રમતા એ જંગલમાં પહોંચી ગયો જંગલમાં ખુબ આગળ નીકળી ગયો, જંગલ તો પુરું જ નહોતું થતું તેણે થાકીને એક ઝાડ નીચે સાયકલ ઊભી રાખી. ઝાડ નીચે બેસી ગયો, સાયકલ ફાસ્ટ ચલાવીને તે થાકી ગયો હતો એટલે તેને ઊંઘ આવી ગઈ. થોડીવારે તેની આંખ ખૂલી ને તેને ઉપર તરફ નજર કરી ત્યાં તો તેની આંખ ખુલીને ખુલી જ રહી ગઈ.                                                       

આહ ! આ શું ?! આટલી બધી ચોકલેટ અને તે પણ ઝાડ ઉપર લટકતી આહ ! તેના મોઢામાં પાણી આવી ગયું વાહ આતો ચોકલેટનું ઝાડ તે ફટાક કરતો ઊભો થયો ને ચોકલેટ તોડવા કૂદકો લગાવ્યો પણ તેનાથી પહોચાયું નહી, ઘણા કૂદકા માર્યા પણ ચોકલેટ સુધી પહોચીં શકાતું ન હતુંં, હવે શું કરવું ? એ સાવ થાકી ગયો હવે તો તેનાથી કૂદકો પણ લાગતો ન હતો. તેને એક વિચાર આવ્યો કે મારી આ સાયકલ શું કામની છે ? તેને સાયકલ ઝાડ નીચે ઊભી રાખી તેના પર ચડીને ચોકલેટ તોડી, ડાળી પકડીને હલાવી ત્યાં ચોકલેટનો ઢગલો થઈ ગયો.                                                              

ટપુ ને તો મજા પડી ગઈ. તેણે તો ચોકલેટ ખાવા જ માંડી- ખાવા જ માંડી-ખાવા જ માંડી, પેટ ભરીને ચોકલેટ ખાધી. હવે તો તેનું પેટ પણ ના પાડી રહ્યું હતુંં. તેનાથી એક પણ ડગલું આગળ ચલાતું ન હતુંં !

તે ઝાડને ટેકે બેઠો હતો ત્યાં થોડીવારમાં તેને ફરી ઊંઘ આવવા લાગી, એટલી બધી ચોકલેટ ખવાઈ ગઈ હતી કે તેની આંખ ઘેરાવા લાગી તેતો ઘસઘસાટ ઊંઘી ગયો, નસકોરા બોલાવવા લાગ્યો જ્યારે તેની આંખ ખુલ્લી ત્યાં તો એકદમ ઠંડો પવન આવી રહ્યો તે આંખ ચોળતા- ચોળતા ઊભો થયો. ત્યાં તો એકદમ ચોંકી ગયો. ઝાડ કે જેની નીચે પોતે સૂતો હતો તે ગાયબ હતુંં, જંગલ પણ નહોતું દેખાતું, તેની આસપાસ રંગબેરંગી પહાડોની લાઈન હતી. લાલ,પીળા, ગુલાબી, લીલા, કેસરી, બ્લુ, સફેદ જેવા વિવિધ રંગના પહાડ, ટપુ તો દોડીને પહાડ પાસે ગયો તેમાંથી એકદમ ઠંડો પવન આવતો હતો. વળી સુગંધ પણ સરસ આવતી હતી. ટપુએ તો પહાડને આંગળી અડાડી ત્યાં તો એ એકદમ પોચો- પોચો હતો. તેને આંગળી મોઢામાં મૂકી ત્યાં તો મજા પડી ગઈ. આહહા.... ! આ તો આઈસ્ક્રીમ છે આતો આઈસ્ક્રીમનો પહાડ છે, આહાહા ! કેવો મીઠો છે, આઈસ્ક્રીમ ! તેણે તો એક પછી એક બધા જ પહાડમાંથી આઈસ્ક્રીમ ખાધો. હવે છેલ્લા કેસરી પહાડમાંથી આંગળી બોળી જેવું મોઢામાં મૂકવા જાય ત્યાં તો કોઈએ તેના ગાલ પર જોરદાર થપ્પડ મારી તેની આંખ ખુલી ગઈ આ શું ? બધું ક્યાં ગાયબ થઈ ગયું, સામે મમ્મી ડોળા કાઢી ને ઊભી હતી ટપુડા ઊભો થાને હવે સૂરજ માથે પોગ્યો, કેટલા અવાજ કર્યા તને, ટપુની તો બધી જ મજા ગાયબ, અરે ! આ શું થયું આઈસ્ક્રીમનો પહાડ ક્યાં ? મારું આ ચોકલેટનું ઝાડ ? અરે ! શું આ બધું સાચું નો'તું ? સપનું હતુંં ........ ચોકલેટના જંગલનું. પણ સાચે આવું હોય તો કેવી મજા પડે ને ?


Rate this content
Log in