Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ચાલો લ્હાણ કરીએ

ચાલો લ્હાણ કરીએ

4 mins
1.7K


બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવઆનંદ. દેવઆનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે ત્યારે પ્રેક્ષકો હસે.

જીવનકી સફરમેં રાહી મિલતેં હૈ બિછડ જાને કો

ઔર દે જાતેં હૈ યાદેં તનહાઈમેં તડપાનેકો

આખું ગાયન તો યાદ નથી. આ ગાયનની પહેલી બે પંક્તિ દિલને હચમચાવવા માટે પૂરતી છે.

જીવનની સફર આમ જોઈએ તો તેની વ્યાખ્યા સાવ સરળ છે. જનમ્યા ત્યારે જે પ્રથમ શ્વાસ લીધો હતો અને અંત સમયે જે આખરી શ્વાસ લઈશું તે વચ્ચેના ગાળાને જીવન કહેવાય. એ બે શ્વાસની વચ્ચેનું અંતર માપવું સહેલું નથી. કોઈનામાં તાકાત પણ નથી. હજુ ગઈકાલની વાત છે. મારા મિત્રનો  ડોક્ટર જમાઈ ચાલીસથી બેતાલીસ વર્ષની ઉમરનો કુટુંબ સાથે વેકેશન લઈને આવ્યો. બીજે દિવસે કામ પર ગયો. તબિયત ઠીક ન લાગવાથી ઘરે આવ્યો. અચાનક દુખાવો ઉપડ્યો. ડોક્ટર હતો ઈમરજન્સીમાં એમબ્યુલન્સમાં પહોંચી ગયો. ચાર દિવસમાં તો ખેલ ખતમ ‘માસિવ હાર્ટએટેક.'

જનારે વિચાર કર્યો કે પાછળ રહેલાની શું હાલત થશે? બાળકોનું કોણ? જુવાન પત્ની તેની ઉમર કેવી રીતે કાપશે? જનાર તો જતો રહ્યો. જો કે તેની મરજી ઓછી હતી ? અરે તેને ખબર પણ ન હતી કે દુખાવો થયા પછી ‘મારી હાલત શું છે'.  હવે આ રાહી સાડત્રીસ વર્ષની પત્ની અને પાંચ વર્ષની અંદરની બે દીકરીઓને કોને ભરોસે મૂકી ગયો? જીવન પથના રાહી મળે છે તે બિછડવાના છે એ નક્કી છે. એમાં શંકાને સ્થાન નથી. તેનો અર્થ એ નથી કે જીવનને માણવું નહી. બધા રાહી આમ જતા રહેશે એવો વાહિયાત વિચાર પણ કરવો નહી.

જીવન જીવવ માટે છે. બની શકે તો સારા કૃત્યો કરવા. મહેનત કરી બે પૈસા રળવા. જીવનમાં જો સુખ અને શાંતિ જોઈતા હોય તો પૈસા જરૂરી છે. તેની પાછળની આંધળી દોટ અને ગાંડપણ  અર્થહીન છે.  માતા, પિતા, બાળકો, ભાઈ , બહેન, પતિ અને પત્ની સહુ જીવનમાં તેમના સ્થાને મહત્વના છે. કોઈની ઉપેક્ષા યા અનાદર એ હિતાવહ નથી.

જીવન દરમ્યાન સાથી એ જીવનનું અભિન્ન અંગ છે. જે જીવનને મઘમઘતું રાખે છે. એ સાથી સાથેનો પવિત્ર રિશ્તો જીવનનો પ્રાણવાયુ છે. એ રિશ્તાના વફાદારી, લાગણી, આદર, પ્રેમ, સત્યતા પાયા રૂપ છે. એકબીજાને સમજવાની ભાવના, હુંપણાનું ઓગાળવું ખૂબ અગત્યના છે. જ્યારે આવી સુંદર વ્યક્તિનો સાથ હોય અને અચાનક વાયરો દીવો બુઝાવી જાય તેમ મૃત્યુ આવીને દૂરી સર્જી જાય ત્યારે પાછળ રહેલા સાથીની હાલત કલ્પવી પણ અસંભવ છે. તનહાઈમાં તે પુરાણી યાદો વિંંટળાઈ  હેરાન પરેશાન કરી મૂકે. છતાં પણ એ યાદો મમળાવવી ગમે .

ગાયનમાં ચોખ્ખું કહ્યું છે, મિલાપ જ બિછડવા માટે થયો છે. શું તેનો અર્થ એવો તો નહી કરવો રહ્યો કે, મિલાપ જ શું કામ થયો? હરગિઝ નહી. જનમ્યા ત્યારે ખબર હતી મુસાફરી મૃત્યુ તરફની છે, તો શું કામ જન્મ ધર્યો? જીવનની સફરમાં જેમ મિલાપ અણધાર્યો હોય છે. તેમ વિયોગ પણ કહીને નથી થતો. હા, થોડા અપવાદ સિવાય. જ્યાં હું, હું ને પંપાળવામાં આવે ત્યારે છૂટાછેડાનો માર્ગ ખુલ્લો થાય. એ સમયે બિછડવાનું દુખ થવાને બદલે છૂટકારો મળ્યાનો આનંદ થાય છે.

જીવનની સફરમાં રાહી મળ્યો ભલે બિછડવાનું નક્કી હોય પણ મિલાપ દરમ્યાન જે સુંદર સાથ નિભાવ્યો. જીવન મધુરું બનાવ્યું. કલ્લોલ કરતું કુટુંબ મેળવ્યું. તે શું પૂરતું નથી? સારા નસીબે મનગમતો સાથી મેળવ્યો. વસંતમાં મોહર્યા, વર્ષાની રિમઝિમમાં પલળ્યા, પાનખરની સુંદરતા માણી, ઠંડીમા ઉષ્મા માણી. એ સાથીની યાદ ભલે તડપાવે પણ એ તડપનમાં પણ ઝીણું ઝીણું મધુરું દર્દ છે.  જે મિલન આનંદની હેલી ઉભરાવે છે. તેવા મિલનનો વિયોગ ખૂબ દર્દ પણ આપે છે.

જીવનની સફરમાં રાહી અનેક રૂપે મળે છે. દરેકનો મેળાપ અને વિયોગ છાપ છોડી જતાં નથી. કોઈ આવે અને જાય, કોઈનો સાથ થોડો ટકે કોઈ જીવનભર સાથ નિભાવે. અંતે તો તે પણ વિદાય થવાના. જે અગત્યના યા નજીકના હોય તેમની ગેરહાજરી વરતાય. જેમની ગેરહાજરી વરતાય તેમાં પણ અનેક પ્રકાર હોઈ શકે. ગેરહાજરીમાં હાજરી જણાય તે અનેરા હોય. પછી તે માતા, પિતા , પતિ, પત્ની કે બાળકો હોય.

અહી સાકાર અને નિરાકારનો ભેદ સમજાય. જ્યારે વ્યક્તિ હયાત હોય ત્યારે તેના પ્રત્યેની આસક્તિ કે પ્રેમ વ્યક્ત હોય. પણ જ્યારે એ વ્યક્તિ સાથ ત્યજી દે ત્યારે એની મધુરી યાદ, તેના દ્વારા મળતું માર્ગદર્શન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એ દર્દ પણ મીઠું લાગે. એ સહવાસની સુગંધ દ્વારા વિરહમાં પણ પ્રેરણાનો સ્તોત્ર વહેતો રાખે. એ તડપનમાં તીવ્રતાનો સંગમ થઈ જીવનના હરકદમ પર સાથ નિભાવે.

હાજરીનો અભાવ હોય અને ગેરહાજરીમાં હસ્તી ચારેકોર ડોકાતી હોય. જીયરામાં તડપન હોય અને એ તડપનમાં દિલ દર્દ દ્વારા સહવાસ માણતું હોય. યાદોનો સાગર ઉમટ્યો હોય અને હૈયું તેમાં હિલોળા લેતું હોય. ખૂણેખાંચરેથી યાદ ડોકિયા કરતી હોય. નજર સમક્ષથી સાથીની તસ્વીર ખસતી ન હોય. કણકણ સાથીની યાદ સભર હોય. યાદ અને વિષાદ હાથ મિલાવી જાણે સાદ ન દેતાં હોય! હૈયું ચિત્કાર પાડી ઉઠે, નિભાવવો ન હતો તો સાથ શું કામ આપ્યો! દ્વંદ્વની ઉલઝન સુલઝાવવી કેમ? હા, પ્યારનો સાદ સુણાય અને હૈયાને શાતા મળે કે,'નિશાનીઓ દ્વારા' સંતોષ માણવો રહ્યો.

જીવનની સફર જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ચાલી રહેવાની. હવે એ સફરમાં કોણ કેટલો સાથ નિભાવશે એ કહેવું મુશ્કેલ નહી પણ નામુમકીન છે. જેવું મળવું અને છૂટા પડવું એક સિક્કાની બે બાજુ જેવા છે તેવું તડપવું અને તરબતર રહેવુનું પણ છે.  એ તડપનમાં પણ પ્રેમ છે. જે તરબતર હતાં ત્યારે પામ્યા હતા. તનહાઈ હોય કે  માનવ મહેરામણ એ સાથ નહી છોડે. તનહાઈમાં તમને ઘેરી વળશે. છતાં જુનું આવલંબન સહારો દેશે. માનવ મહેરામણમાં અગ્નિ પરની રાખ જેવું લાગશે. રાખ દૂર થાયને અગ્નિ પ્રજ્વળી ઉઠશે.

જીવનની સફર ઉમંગભેર સાથીની હાજરી કે ગેરહાજરી, તનહાઈ કે મિલન, આનંદ યા વિષાદ, યાદોની બારાતની સંગે વણથંભી ચાલવાની. હાજરી અને ગેરહાજરીની ચરમ સીમા છે ”મધુરી યાદ.”a


Rate this content
Log in