Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

બંધ મકાનનું તાળુ

બંધ મકાનનું તાળુ

1 min
190


એક જોરદાર વંટોળ આવ્યો

પચીસ વર્ષથી બંધ મકાનનું બારણું હાલ્યું

એ સાથે જ બંધ મકાનનું તાળુ પણ હાલવા લાગ્યું


હાશ કોઈ તો મને આજે ખોલશે

તાળાને મનમાં એવું લાગ્યું...

મારી જોડીદાર કદાચ હમણાં જ આવશે

ચાવી ભૂલી ગયા ને !


હા ભૂલી જ ગયો તાળાને તો સંવેદનાઓ જ નથી હોતી

પવનના સપાટા સાથે તાળું વધારે હાલવા માંડ્યું

એ સાથે જ તાળામાં લાગેલો કાટ થોડો નીચે ખર્યો.

એ ખબર પડી નહીં કે તાળું રડ્યું કે. ખાલી જ !


Rate this content
Log in