Sangita Dattani

Others

4.0  

Sangita Dattani

Others

બારના ટકોરા

બારના ટકોરા

2 mins
230


આજે સમયને મનુષ્યજાત સાથે એક રમત રમવાનું મન થયું એટલે નક્કી કર્યું કે દુનિયાની બધી જ સમય દર્શાવતી ઘડિયાળોએ રાતના બાર વાગ્યે થંભી જવું. સમય અનુસાર બધી જ ઘડીયાળો થંભી ગઈ. ફક્ત ચોવીસ કલાકની આ રમતમાં મનુષ્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. શીલા, મીના, સીમા, દિયા, રંભા, શ્રી બધાને તો મજા પડી ગઈ પણ આ બધાના પતિદેવોને અને છોકરાઓને બહુ જ તકલીફ પડી. 

શાળાઓ, ઓફિસો, સિનેમા ગૃહો, મંદિરો, મસ્જિદો, દેવળોમાં કામ કરનારા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને સમયને તો આ જોઈને બહુ જ આનંદ આવતો હતો. ઘણાં વર્ષોથી તેઓ પોતાનો કાર્ય નીચું જોઈને કર્યે જ જતાં હતાં. તેમાં પણ આ અભિમાની મનુષ્યજાતનું અભિમાન ઓગળી રહ્યું હતું તે જોવાની તેને ખૂબ જ મજા પડતી હતી. 

ચા ચા ચા લાવો, પાણી ગરમ કરો, કપડાં ક્યાં છે, રૂમાલ ક્યાં છે વગેરે સવાલો અને બૂમાબૂમથી પત્નીઓ- માતાઓ જાગી ગઈ. આંખો ચોળતા ચોળતા ઘડિયાળ સામે જુએ છે તો ઘડિયાળ રાતે બાર વાગે બંધ ! અરે, રંભા ડોશી તો સવારે છ ને બદલે નવ વાગે ઊઠ્યા અને કહે, "લે, આ રાતે બાર વાગે ઘડિયાળ બંધ પડી કે શું ?" ને તડકો આટલો ચડી આવ્યો છે પણ શું કરે. ચા બનાવવા માટે કોઈ પાસે દૂધ ન હતું બધી દુકાનો પણ બંધ ! ક્યાં લેવા જવું ?

જેમ તેમ કરીને કાળી ચા કે ખાંડ વગરની ચા પીને દિવસની શરૂઆત કરી અને દૈનિક પ્રવૃત્તિ કરતાં કરતાં ફરી સાંજ પડી. આ દિવસે આખી મનુષ્યજાતે આરામ કર્યો. કારણ કે, સમય જ થંભી ગયો હતો ! અંતે રાતે બાર વાગે સમયને મનુષ્ય જાત પ્રત્યે દયા આવી અને ફરી પોતાનું કામ શરૂ કરી દીધું અને ત્યારે જામટાવરની ઘડિયાળમાં બારના ડંકા થયા !


Rate this content
Log in