STORYMIRROR

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

બારી ઉઘાડ

બારી ઉઘાડ

2 mins
13.9K


‘અરે, આ બારી કેમ ઉઘાડી નથી?’ નીકી ઘરમાં આવીને બોલી ઊઠી. નીકી ઘરમાં આવે એટલે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે. આખા ઘરનાં બારી, બારણાં અને પડદા બધું ખોલવા મંડી પડે.

આમ તો નીકીને પરણ્યે ૧૦ વર્ષ થયા હતાં. જ્યારે પિયર આવતી ત્યારે કોઈને એમ ન લાગે આ છોકરી અહીં રહેતી નથી. તેને ખબર હતી મમ્મી અને પપ્પા એકલાં ઘરમાં શાંતિથી રહે છે. આ શાંતિનો તેને જન્મજાત વિરોધ હતો.

લગ્ન પહેલાં નીકી ઘરમાં ન હોય તો જાણે સૂનકાર વ્યાપી જતો. જેવી ઘરમાં આવે કે એક ચંપલ ત્યાં ને બીજી કોણ જાણે કયા ખૂણામાં. સીધી રસોડામાં જાય અને પાણીનો નવો જ ગ્લાસ લઈને સોફા પર બેસી આખો ગ્લાસ પેટમાં પધરાવે. પર્સ તો તેને યાદ જ નહોય કે ક્યાં મૂક્યું છે!

ભલુ હજો મમ્મીનું કે આવે ત્યારે તરત જ ગાડીની ચાવી તેના હાથમાંથી લઈ લે. નહીંતર નીકીને જ્યારે બહાર જવું હોય ત્યારે ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે. નીકીનાં પપ્પા હંમેશાં તેનો જ પક્ષ તાણે એ બધાને ખબર હોવાથી કોઈ જવાબ ન આપે અને ‘ચાવી શોધ’ મિશન ચાલુ થઈ જાય.

નીકી ફટાફટ પોતાના બધા સ્થળોના નામ બોલવા મંડે જ્યાં ચાવી હોવાની શક્યતા હોય. જો મમ્મી કાંઈ સલાહનો શબ્દ ઉચ્ચારે તો આવી બન્યું પપ્પા અને નીકી બંને મમ્મી પર ટૂટી પડે.

આ નીકી પરણીને ગઈ પછી પપ્પા તો શાંત થઈ ગયા. આમે માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવો તેમનો સ્વભાવ સહુ જાણતા.

નિલેશ પરણીને અમેરિકા જતો રહ્યો હતો. નીકીએ દીકરા અને દીકરી બંનેની ભૂમિકા ભજવવાની હતી. નિલેશ દર બે વર્ષે આવી પંદર દિવસમાં બે વર્ષનું ભાથું આપી જતો.

મમ્મીઃ ‘નીકી, બેટા અજે મને એલર્જી છે એટલે બારી બંધ રાખને !’

નીકીઃ મમ્મી એલર્જી અને સૂર્ય પ્રકાશને કોઈ સંબંધ નથી. ઘરામાં સૂર્ય પ્રકાશ ખૂબ તાજગી લાવે છે.’

મમ્મીઃ ‘હા, બહેન તારી સાથે વિવાદ કરવો વ્યર્થ છે. બોલ સવારે તાજો ઉપમા બનાવ્યો છે થોડો ખાઈશ?’

નીકીઃ ‘મમ્મી ખાઈશ નહી, નિમેષ અને મારા મમ્મા તથા પાપા માટે લઈ પણ જઈશ.’ નીકી નિમેષના મમ્મી અને પપ્પા ને મમ્મા અને પાપા કહેતી.

મને ખબર જ હતી એટલે મેં ડબ્બો ભરીને તૈયાર રાખ્યો છે.

સૂર્યનો પ્રકાશ જેમ અંધકાર દૂર કરી તાજગી, પ્રકાશ અને સ્ફૂર્તિ લાવે છે તેમ બાળકો પણ માતા પિતાના જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉજાસ ફેલાવે છે. નાનીશી વાત ‘બારી ઉઘાડ’…


Rate this content
Log in