STORYMIRROR

Shalini Thakkar

Others

3  

Shalini Thakkar

Others

અંતર

અંતર

3 mins
166

રાતના લગભગ નવ વાગે જમી પરવારીને આખા દિવસનો થાક ઉતારતા કૃષ્ણકાંત મહેતા પોતાના બેડરૂમમાં આરામ ખુરશી પર બેઠા બેઠા દિવાલ પર લાગેલી એમની પત્ની સવિતાની તસ્વીરને તાકી રહ્યા હતા. કૃષ્ણકાંત ભાઈનો એક નિયમ હતો. એ રોજ એમની પત્ની સવિતા સાથે બેસીને આખા દિવસ દરમિયાન બનેલી વાતો શેર કરતા અને સવિતાની વાતો પણ સાંભળતા. રોજ સાથે બેસીને વાતોની આપ-લે કરવી એ કૃષ્ણ કાન્ત ભાઈનો નિયમ, પત્ની સવિતાના ગુજરી ગયા પછી પણ જારી રહ્યો. પત્નીની લગાવેલી તસવીર સામે બેસી ને એ તસવીર સાથે વાત કરતા અને આખા દિવસનો થાક ઉતારતા, આખરે વર્ષોથીએ જ તો નિયમ હતો એમના ઘરનો. પણ હવે સમય જતા કૃષ્ણકાંત ભાઈ સિવાય બધા માટે હવે એ નિયમ બદલાઈ ચુક્યો હતો. પોતાના રૂમની બાજુમાં જ પુત્ર અને પુત્રવધુ ના રૂમ જ્યાંથી એક જમાનામાં હળવી હસી મજાક અને હસવાના અવાજો આવતા હતા ત્યાંથી હવે માત્ર બંને જણા વચ્ચે જોરશોરથી થતી ગરમાગરમ ચર્ચાઓ અને ઝઘડાઓનો અવાજ આવતો અથવા તો પછી ક્યારેક એક ભેંકાર શાંતિ રહેતી. પૌત્ર અને પૌત્રી બંને પોતપોતાના રૂમમાં બંધ થઈ ને ફોન અને સોશિયલ મીડિયામાં રચેલા પચેલા રહેતા. એકલા રહી જતા તો બસ કૃષ્ણકાંત મહેતા જે સોશિયલ મીડિયાને લાઈફથી બિલકુલ અલિપ્ત રહેવામાં માનતા હતા. એ રોજ રાત્રે બેસીને તેમની પત્ની તસવીર સાથે વાતો કરતાં અને ભૂતકાળના જુના જુના સંભારણાઓને વાગોળતા.

એ સમય ૭0 અને ૮0ના દાયકામાં જ્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન ન હતા, એ સમયની એ વાત હતી. તેમનું આખું પરિવાર એક નાની ચાલી જેવા ઘરમાં રહેતું. ક્રિશ્નાકાંત ભાઈ નાનો મોટો વેપાર કરતાં અને એમાં એમનું ઘર શાંતિથી ચાલતું હતું. એ વખતે એમના પુત્ર અજય ને અને એમના પડોશમાં રહેતી અશ્મિ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને જણા રોજ એકબીજાને મળતા અને એકબીજા સાથે સમય ગાળવો એમના માટે એક લાહવો બની જતો. બંને હંમેશા એકબીજામાં ખોવાયેલા રહેતા અને એકબીજા સાથે સમય પસાર કરવા માટેનું બહાનું શોધતા રહેતા. એમના પ્રેમ ભર્યા સંબંધને એમને ઘરવાળાની મોહર લાગી અને બંનેના લગ્ન પણ થઈ ગયા અને સમય જતા એમના ઘરે ખુશી અને હર્ષ નામના બે સુંદર બાળકો એ જનમ લીધો. આમ કૃષ્ણકાંત ભાઈ અને સવિતાબેનનું ઘર હર્યુભર્યું થઈ ગયું.

દિવસ દરમિયાન બધા એ નાનકડા ઘરમાં હળી-મળીને સાથે રહેતા.રોજ રાત્રે બધા સાથે બેસીને જમતા અને પછી સુખ દુઃખની વાતો કરતા. ઘરમાં એક જ નાનું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું જે લિવિંગરૂમમાં ગોઠવાયેલું હતું, જેમાં બધા સાથે બેસીને એક જ કાર્યક્રમ જોતા અને એનો આનંદ લેતા. એ નાની નાની ખુશીઓજ ભરેલું જીવન કેટલું આનંદમય હતું. પરંતુ ધીરેધીરે સમય જતા ઘર બદલાયું અને એ ચાલી ના ઘરમાંથી મોટું મકાન થયું. બધાના બેડરૂમમાં અલગ અલગ કલર ટીવી આવી ગયા અને બધાના પર્સનલ મોબાઈલ ફોન પર થઈ ગયા.

આખરે ઇન્ટરનેટનો જમાનો હતો અને એ બધી સુવિધા હવે જરૂરિયાત બની ગઈ હતી. અને પછી એ મોકળાશ ભર્યા એક જ ઘરમાં રહેતા બધા સભ્યની વચ્ચે એકબીજાના દિલ સુધી પહોંચવાના રસ્તાઓ ક્યારે સાંકડા થઈ ગયા એનો કોઈને અહેસાસ જ ન થયો. એક સમયે એકબીજા વગર ના રહી શકતા અજય અને અશ્મિ ક્યારે એકબીજાથી દૂર થઈ ગયા એની એમને પણ ખબર ન પડી. એક જ છત નીચે એક જ રૂમ રહેવા છતાં પણ બંને વચ્ચે એક અંતર ઊભું થઈ ગયું હતું. અશ્મિ પોતાની સહેલીઓ અને કિટી પાર્ટીમાં વ્યસ્ત રહેતી અને અજય પોતાના કામમાં વ્યસ્ત રહેતો. જ્યારે બંને સાથે હોય ત્યારે બંને જણા અલગ-અલગ દિશામાં પોતાનો ફોન લઈને બેસી રહેતા અને સોશિયલ મીડિયાની દુનિયામાં પરોવાઇ જતા. આખા ઘરને ઇન્ટરનેટ નામનું ગ્રહણ લાગી ચૂક્યું હતું. ઇન્ટરનેટ નામનું પ્રાણી ક્યારે એક મોજશોખની વસ્તુઓમાંથી જરૂરિયાતમાં ફેરવાયું અને પછી જરૂરિયાતમાંથી વ્યસનમાં પરિવર્તિત ગયું એની કોઈને ખબર જ ના પડી. અને હવે એ જ બધાની દુનિયા બની ચૂકી હતી. એક જ મહેતા બધા સભ્યની પોતપોતાની એક અલગ દુનિયા ! રહી ગયા હતા તો માત્ર કૃષ્ણકાંતભાઈ અને એમની પત્નીએ તસવીર જેમની પાસે ભૂતકાળ વાગોળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન