અણમોલ ખજાનો
અણમોલ ખજાનો
પિન્કી દાદીને બગીચામાં જોઈને તેમની પાસે આવી. "દાદી તમે આ શું કરો છો ?"કુતૂહલવશ પૂછ્યું.
એટલે દાદીએ સમજાવ્યું, "જો પિન્કી, આપણાં બગીચામાં કેટલાં બધાં નાનાંમોટાં વૃક્ષો છે. વૃક્ષ આપણને કેટલું બધું આપે છે. મુળ, થડ, પાન,ફુલ, ફળ,બી વગેરે. આ દરેક વસ્તુ ખુબ જ ઉપયોગી હોય છે. જો પેલી ડોલમાં ખરેલાં પાંદડાં ભર્યાં છે એનું ખાતર થાય. ઘણાં વૃક્ષનાં મુળમાંથી દવા બને છે. વડની વડવાઈમાં બાળકોને હીંચકાં ખાવાની મજા પડે છે. ફળો તો આપણે ખાઈએ, પક્ષીઓ ખાય. ફળનાં બી વાવીએ તો ફરી એમાંથી બીજું વૃક્ષ ઊગે. વૃક્ષ સુકાઈ જાય પછી એનું લાકડું ઈમારત, ફર્નિચર કે બરતણ તરીકે કામ આવે. આમ વૃક્ષનો દરેક ભાગ ઉપયોગી હોય છે. માટે આપણે નવાં વૃક્ષો વાવવાં જોઈએ અને હોય એનું જતન કરવું જોઈએ."
પિન્કી તો દાદીની વાત સાંભળીને ખુશ થઈ ગઈ અને કહ્યું, "કાલથી હું પણ તમને કામમાં મદદ કરીશ."
