Harsha dalwadi

Others

3  

Harsha dalwadi

Others

આત્મવિલોપન એક સ્ત્રીનું

આત્મવિલોપન એક સ્ત્રીનું

7 mins
72


પલકનાં કહેવાથી સૌમ્યા એ તેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ પરંતું મનમાં ઘણા વિચાર અને સવાલોનું ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. રહેવા માટે આશરો તો મળી ગયો છે. પરંતું બાળકોનાં ભવિષ્ય માટે અને તેના જીવન ધોરણ ને ઉચ્ચ બનાવવા માટે એક આ એકાઉન્ટનું જ કામ કરી ને થઈ શકે નહીં. અને હાલમાં ક્યાંય બીજી જગ્યાએ જોબ મળે તેમ નથી શું કરું? ત્યાં દરવાજે એક ટકોર થઈ સુ વિચાર કરી રહી છે સૌમ્યા ! ત્યાં સામે પલક ઊભી છે વિચાર એ જ કે તારું આ ઋણ કઈ રીતે ચૂકવીશ? ઋણ? તો સાંભળ તુંં તારી ઓળખ ઊભી કરી ને પગભર થા. બાકી મારાથી જે કઈ મદદ થશે તે કરીશ. ત્યાં દરવાજે બીજો ટકોર થઈ સામે રસીલા બેન ગિરધર કાકા ઊભાં છે અને એમને જોઈને સૌમ્યા આવકાર આપ્યો અને રસીલા બેનએ કહ્યું બેટા તારી આ માનસિક અને આર્થિક પરિસ્થિતિ મા મદદરૂપ થવા માંગુ છું મારી ભૂલ થઈ છે કે તને સમજી ન શકી તારી મનસ્થિતિ ને મેં વખોડી. મમ્મી જી મને કોઈ પ્રત્યે કોઈ રોષ નથી પરંતું મનને એક જ વાત ડંખે છે કે એ જે કઈ થયું તેમાં મારો વાંક શું? ખેર જે કંઈ થયું તે મને મારી મમ્મી મળી ગઈ. અરે ગિરધર કાકા તમે ! અહીં. હા બેટા એક સમયે તે મને મદદ કરી હતી આજ મારો સમય છે તને મદદરૂપ થવાનો. તુંં મુંજાઈશ નહિ હું તારી કાકી અને બેન બા મળીને ટિફિન સર્વિસ શરૂ કરીશુંં અને તુંં એકાઉન્ટ નું અને બાળકોનું ધ્યાન રાખજે. ના હો એમ ન ચાલે બાળકોને ધ્યાન અમે રાખીશુંં બરાબર ! ગીત તુંં અહીં હા દી હું જ નહી પણ મમ્મી સાથે આવી છે જો ત્યાં મમ્મી ! સરસા સૌમ્યા તેને ભેટી પડી;. સોનલ બેન ; 'દીકરા એ દિવસે મેં પણ તને ન રોકી તારા પપ્પા આગળ મારુ કઈ ન ચાલ્યું અને એમના કહેલ શબ્દો લીધે મેં પણ મારું મોં તારી તરફથી ફેરવી લીધું હતુંં. હું તારી જનની થઈ તારા માટે કઈ ન કરી શકી. પરંતું હવે તારા આ શ્રમયજ્ઞમા તારી સાથે છું. દી હું પણ.

**********

એક દિવસ સ્નેહા અને ગીત બંને વાત કરી રહી છે સૌમ્યા ને ફોરેન લેંગ્વેજ નું ખાસુ જ્ઞાન છે જો એ એના જ્ઞાન ઉપયોગ કરે તો તેની આર્થિક પરિસ્થિતિ વધારે સારી થઈ શકે તેમ છે. 

ગીત; દી એક વાત કહું?

સૌમ્યા;હા બોલ 

ગીત: હું અને સ્નેહા દી એમ કહીએ છીએ કે તુંં ફોરેન લેંગ્વેજનું જ્ઞાન ખાસ્સું એવું છે અને એ તુંં તરજુમાં તરીકે ઉપયોગ કરે તો? તારી આર્થિક સ્થિતિ વધારે સારી બને. એ કામ સાથે તુંં એકાઉન્ટ પણ કરી શકે અને ટિફિન સર્વિસ મા પણ ઉપયોગ કરી શકે અને બીજું નવું જાણી શકે.

સૌમ્યા: હું તૈયાર છું

ગીત; તો તારી માટે આજ જ એ કામ લાવી દઉં.દી આ બુક છે તેનું હિન્દી ભાષામાં રૂપાંતર કરવાનું છે.

સૌમ્યા: ઓકે

પલક અને સ્નેહા સૌમ્યા ને મદદરૂપ થઇ રહ્યા છે. યુએસએ માં પલક ના હસબન્ડ પણ સૌમ્યા ને કામ અપાવતા રહે છે હવે ટિફિન સર્વિસ એ એક મીની કાફેમાં પરિવર્તિત થઈ ગયું હતુંં. સૌમ્યા એ બાળકોના સ્કૂલનાં ભણતર સાથે સાથે ઇતર પ્રવૃત્તિનાં કલાસ શરૂ કરાવ્યા અને એ દેખરેખ સોનલ બેન અને ગીત બખૂબી નિભાવી રહ્યા હતાં.

********

સમય એની ગતિ એ વહી રહ્યો છે અહીં રાજ ને વેદ નિત્યા ની ગેરહાજરી ખૂબ સતાવે છે એ ગેરહાજરીમાં સૌમ્યા સાથેની દરેક યાદગાર પળ વધારે અસહ્ય લાગે છે. પરંતું તેને મળવા જવામાં તેનો મેલ ઈગો નડે છે.પરંતું એક દિવસ રાજ નિત્યા અને વેદ ને સ્કૂલ પછી મળવા પહોંચી જાય છે અને વેદ નિત્યા ને જોઈ ભેટી પડે છે.

વેદ: પપ્પા તમે અહીં ?

નિત્યા; પપ્પા તમે અમારા સાથે કેમ નથી રહેતા? 

વેદ:અમને તમારી ઘણી યાદ આવે છે.

રાજ;મને પણ તમારી ખૂબ યાદ આવે છે.

નિત્યા; તો ચાલો અમારા સાથે 

રાજ;હમણાં મને કામ રહે છે માટે હમણાં નહીં પરંતું તમારા બંને માટે આઈસ્ક્રીમ 

એ આઈસ્ક્રીમ આપી રાજ ત્યાંથી જતો રહે છે.

*********

વેદ:માસી આજ પપ્પા અમને આઈસ્ક્રીમ અપાવી 

ગીત;:બીજું શુંં કહ્યું ?

નિત્યા:કઈ નહી અમને આઈસ્ક્રીમ અપાવી જતાં રહ્યાં હતાંં

ગીત:ઓકે

આ રીતે બાળકોને મળવાનું એ રાજ નું નિત્યક્રમ થઈ ગયો હતો. ક્યારેક આઈસ્ક્રીમ પિઝા કઈક ને કઈક રોજ નવું નવું લઈ આવે અને ત્રણેય મળીને ખાય અને થોડો સમય સાથે વિતાવે.એક દિવસ રાજ બંને બાળકોની સાથે રેસ્ટોરન્ટમાં લંચ કરી ફરવા લઈ ગયો અહીં ઘરે બાળકો મોડે સુધી પહોંચ્યા નથી એ વાત ની જાણ સૌમ્યા ને થતા તે બેબાકળી બની તપાસ શરૂ કરી હતી ત્યાં બાળકોના આવવાનો અવાજ સાંભળીને એક સાથે સવાલો ના વરસાદ વરસાવવા લાગી.

વેદ: મમ્મી અમે પપ્પાની સાથે હતાં

નિત્યા:માસી ને ખબર હતી

સૌમ્યા:ગીત!?

ગીત; હા દી મને ખબર હતી અને ગઈકાલે જીજુ નો ફોન આવ્યો હતો. અને એ ઘણા સમયથી વેદ નિત્યા ને મળે છે.

વેદ ;મમ્મી અમને પપ્પાની સાથે રહેવું છે

નિત્યા; અમને પપ્પાની ખૂબ યાદ આવે છે.

 સૌમ્યા:બંને રૂમમાં જાવ

***********

સૌમ્યા ચૂપચાપ એના રૂમમાં જતી રહે છે અને ત્યાં પલક નો ફોન આવે છે. 

હેલો સૌમ્યા પેલા ત્રણેય ને ઉંમર કેદ મળી છે. 

*******

 અહીં જેલમાં જતી વખતે એ ત્રણેય રજત,શેખર અને મોહિત અમીર માતા પિતાની એક ના એક સંતાન છે આજ એ ત્રણેય ના ગુનાહ ને છુપાવવા માટે કોઈ એ પણ સાથ ન આપ્યો.સજા થઈ ત્યારે કોર્ટમાં તેમના તરફથી કોઈ પણ ન હતુંં.પરંતું એક જ રજત ના મમ્મી ત્યાં આવ્યા અને રજત ને જોઈને કહ્યું આજ તે મારા આપેલા સંસ્કાર ને માટી મા ભેળવી દીધા છે. કાયદાકીય તુંં ગુનેહગાર સાબિત થઈ ગયો છે અને તને સજા મળી ગઈ છે પરંતું તારી સજા તુંં જેલમાં ભોગવીશ અને હું અહી બહાર. તને શાયદ આ બધું અત્યારે ન સમજાય પરંતું આજ વસ્તું મારી પર બની હોત ત્યારે?

આજ મને નાનપ અનુભવાય છે કે તુંં મારી સંતાન છે. હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તુંં સજા પુરી કરી આવે ત્યારે હું જીવિત ન રહું.

*********

આ તરફ સૌમ્યા ની કોલોનીમાં સૌમ્યાના આરોપીઓ ને સજા મળી એ વાત જાણી ઘણા લોકો સામે સૌમ્યા ને અમે તમારા સાથે છીએ એવું કહેતા અને પાછળથી ખરાબ વાત કરતાં. છતા પણ સૌમ્યા મનમાં દર્દ અને ચહેરા પર મુસ્કાન રાખી પોતાના કામ અને બાળકોના વિકાસ માટે પરિશ્રમની અગ્નિમાં તપતી રહેતી. એના ધૈર્ય ને પરિશ્રમ તો રંગ લાવ્યા હતાં પરંતું હજુ જ્યાં મનની વાત વગર કહ્યે જે રાજ જાણી લેતો તે હજુ દૂર હતો.હજારો ના સાથ હોય પણ જેના હાથમાં હાથ આપી ને જીવન સાગર પાર કરવાના સપનાં જીવ્યા હોય તે જ તરછોડી દે ત્યારે મેઘધનુષ ના રંગ પણ ફિકા લાગે છે. આમ રાજ ની સાથે વિતાવેલા દરેક ક્ષણ ને યાદ કરી સૌમ્યા તેનું જીવન જીવી રહી છે.

*************

આ તરફ જેલમાં રજત ને ઉદાસ જોઈ મોહિત અને શેખર પણ ઉદાસ છે

રજત:યાર મને મમ્મી ની યાદ આવે છે

મોહિત: મને પણ

શેખર: મને અહીંયા જરા પણ નથી ગમતુંં 

રજત:ખબર છે મારી મમ્મી મને જમાડ્યા વગર જમતી નહીં

શેખર: આપણે જે જઘન્ય કૃત્ય કર્યું છે તેના બદલામાં આ સજા કઈ નથી સજા તો બહાર આપણા માતા પિતા ભોગવી રહ્યા હશે 

મોહિત;દરેક વ્યક્તિ કહેતું હશે જો જાય બળાત્કારીઓના મા બાપ 

રજત:મારે મમ્મીને મળવું છે

મોહિત:કઈ રીતે શક્ય છે?

શેખર:આપણાં ઘરના કોઈપણ વ્યક્તિ આપણને મળવા નથી ઇચ્છતા આપણે જે કાદવ એમના સંસ્કાર અને પાલન પોષણ પર ઉછાડયું તેની સામે આપણી સજા નહિવત છે. પરંતું એક કામ થઈ શકે જો સૌમ્યા જી આપણને એક વખત મળવા માટે આવે અને આપણે આપણી ભૂલ ને તેની સામે સ્વીકારી લઈએ તો.

********

આજ સવાર થઈ ગઈ છે પરંતું સૌમ્યા ના મનમાં અજંપો થઈ રહ્યો છે તે એના નિત્યક્રમ આટોપી કામમાં વ્યસ્ત રહેવા મથે છે ત્યારે જ ફોન ની રિગ વાગી ફોન સ્ક્રીન પર પલક નામ છે

સૌમ્યા:બોલ પલક આજ આટલી વહેલી સવાર ફોન? 

પલક:પેલા ત્રણેય તને મળવા ઈચ્છે છે

સૌમ્યા:ok હું મળીશ 

પલક: સાંજે પાંચ વાગ્યે મળવાનું નક્કી.

સૌમ્યા સાંજે પાંચ વાગ્યે જેલ પહોંચે છે અને તેની સામે મોહિત ,શેખર,અને રજત ને લાવવામાં આવે છે. એ ત્રણેય ને જોઈને સૌમ્યા અવાચક બની જાય છે અને તેને કળ વળી જાય છે અને એ સવાલ કરે છે મેં તમારું શું ખરાબ કર્યું હતુંં? તમને લોકોને જરા પણ વિચાર આવ્યો નહીં કે તમે લોકો જે મારા સાથે કર્યું અઘોર પાપ છે. તમારા ઘરની દીકરી બહેન કે પત્ની સાથે આવું કોઈ કરે ત્યારે એની પીડા વિચારી છે. 

રજત:અમે ગુનેહગાર છીએ અને અમને ફાંસી થવી જોઇએ અને અમે તે દિવસે નશામાં હતાં એટલે સારા નરસા નું ભાન ન હતુંં અમે એમ નહી કહીએ કે અમને માફ કરી દ્યો.

સૌમ્યા:નશા ની આડ મા કેમ માં ને પત્ની નથી સમજતા કેમ ભૂખ લાગે છે તો પણ અનાજ જ ખવાય છે ઘાસ નથી ખવાતુંં..ખબર છે તમારા જેવા બળાત્કારી ઓમાંથી છૂટ્યા પછી એક સ્ત્રી ના જીવન ના લીરેલીરા થઈ જાય છે. રીપોર્ટ લખાવવા જાય ત્યારે પોલીસ દ્વારા માનસિક ત્રાસ તપાસ કરાવવા જાય ત્યારે ડોકટર ના ગંદા સવાલ અને કોર્ટમાં હાજર થાય ત્યારે વકીલો ના ક્રોસએક્ઝામીનેશન.એ બધાં થી પણ વધારે અસહ્ય ત્યારે થાય છે જ્યારે તેના ઘરના લોકો તેને કલંકિત સમજી તરછોડી દે છે અને સમાજ?મા હમેશા માટે એ એક દાગ છે એવું માનવામાં આવે છે. એ સ્ત્રી જીવિત હોવા છતાં જીવતી લાશ બની ને રહેતી હોય છે એ ગમે તેટલી સફળતા મેળવી લે પરંતું એના પર લાગેલો બળાત્કાર પીડિતા નો દાગ નથી ભૂંસાતો.. મને ખબર છે તમને લોકોને ઉંમર કેદ મળી છે પરંતું જયારે પણ એ સજા પુરી થાય એટલે દરેક સ્ત્રીમાં તમારા ઘરની દીકરી વહુ બહેન કે મા ને જોજો.

આટલું કહી સૌમ્યા ત્યાં થી જતી રહી.

શું સૌમ્યા અને રાજ ફરી એક થશે ?


વધુ આવતા અંકમાં


Rate this content
Log in