આર્ષવી
આર્ષવી
હંમેશા ઉદાસ અને ગમગીનીમાં રહેતી, આર્શવી આજે ખૂબ ખુશ હતી, આંખોમાં સોનેરી સપના, હોઠ પર મુસ્કાનની લાલી. છેલ્લા પાંચ વર્ષથી ગુમસુમ રહેતી, તે આજે સોળે શણગાર સજી ને બેઠી હતી. બહાર ગુલિસ્તાંમાં વસંત ખીલી. પતંગિયાઓ જાણે ફૂલોને પ્રપોઝ કરતા હોય ! એવું લાગે છે. ચારો તરફ હરિયાળી છે, આજે જાણે ! લીલી ઓઢણી અને ગુલાબી ચોલી પહેરેલી મુગ્ધ કન્યા જેવી આ ધરતી દીસે છે.
ફૂલોની ડાળીઓ લચી પડી. આ ધરતીના ભાલ પર ચુંબન કરતી હોય એવું લાગે છે. આ ધરતીનો સીનો જાણે ! ખુશીઓથી છલકાયો હોય એમ, ધરતીના ચહેરા પર ફૂલોની મુસ્કુરાહટ છે. બહાર ગુલિસ્તામાં પંખીઓની ચહેક, ફૂલોની મહે ક છે.
આર્ષવીના હદય ચમનમાં પણ જોને ! આજે પાંચ વર્ષ પછી ખુશીઓની વસંતનું આગમન થયું. એના જીવનમાં એ ઐતિહાસિક પળ આવી જેનો વર્ષોથી ઇન્તેઝાર હતો.
