STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

આળસની પરાકાષ્ઠા: ભગો

આળસની પરાકાષ્ઠા: ભગો

2 mins
3

આળસની પરાકાષ્ઠા: ભગો


મારો જન્મ કાઠિયાવાડમાં થયો એટલે મને એના રાજા રજવાડા વિષે જાણવાનો બહુ શોખ. કેટલાક રાજા કુતરા તો પાળતા પણ એના લગ્ન પણ ધામધૂમથી કરાવતા. કેટલાક કબૂતર પાળતા અને એને વિમાન ઉડાડવા ની તાલીમ આપતા કેમકે તે વખતે હજુ હોકાયંત્ર આવ્યા નહોતા એટલે પાયલોટ જોડે દિશા બતાવવા કબૂતર જાય. એક રાજા આળસુ લોકોને બહુ માનથી જોતા અને ગુરુ ગણીને સન્માન આપતા. 


કાઠિયાવાડના આવા એક રાજાએ સૌથી મોટા આળસુને ઇનામ આપવા માટે સભા બોલાવી. આખા દેશમાંથી ત્યાં એવા આળસુઓ આવ્યા જેમણે વર્ષોથી સ્નાન ન કર્યું હતું.કેટલાક તો ત્રણ ચાર વરસથી પથારીમાંથી ઉભા નહોતા થયા. જમવા નાહવા કે ઝાડે ફરવા પણ નહિ! 


આવા દશ બાર લોકો રાજાના દરબારમાં ઇનામ લેવા પહોંચી ગયા. બધાએ પોતાની આળસની બડાશ હાંકી. રાજાએ એક નામ સૂચવ્યું જે સાત વરસથી પથારીમાથી  પેશાબ કરવા પણ ઉભો નહોતો થયો કે નહિ બીજા કોઈ કામ માટે, નહોતી દાઢી કરી કે જમીને ચળું કરવા પણ ઉભો નહોતો થયો. 


ત્યારે એક ડાહ્યા માણસે રાજાને 'ભગા' વિશે જણાવ્યું, જે એક ઝાડ પર બેઠો હતો. તેને કહ્યું કે સાહેબ ભગો મેં જોયેલો સૌથી મોટો આળસુ છે.  રાજાએ તેને ઇનામ આપવાની ના પાડી કારણ કે ઝાડ પર ચડવાની મહેનત તો તેણે કરી કહેવાય.


ત્યારે ડાહ્યા માણસે ખુલાસો કર્યો કે ભગો તો જ્યારે જન્મ્યો ત્યારે એક બીજ  પર બેઠો હતો, અને જેમ જેમ બીજ  મોટું થઈને ઝાડ બન્યું, તેમ તેમ તે પણ તેની સાથે ઉપર ચડતો ગયો.


 રાજાએ તેને આળસુના પીરનું  ઇનામ લેવા બોલાવ્યો, પણ તેણે આવવાની ના પાડી દીધી, કે બાપુ તો તો મારો આળસુ તરીકે અવતાર   એળે ગયો કહેવાય.  "બાપુ, આપ પધારો તો ખરા, હું તમે આવો ત્યારે ઇનામ લેવા હાથ પણ નથી લાંબાવાવાનો તો હું થોડો ત્યાં આવવાનો છું!"


આ જાણીને રાજાને સમજાયું કે આ સાચી આળસ છે અને તેમણે ભગાને ઇનામ આપીને સન્માનિત કર્યો.


આજની તારીખે પણ ત્યાં એક લીમડાના ઝાડ ઉપરની એક લીંબોળી ઉપર ભગાનું આળસુ પીર મંદિર છે અને દેશ પરદેશ થી તો ઠીક પણ કેટલાય દેવતા પણ ત્યાં દર્શન કરવા આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન