STORYMIRROR

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

આ બૈલ મને માર

આ બૈલ મને માર

1 min
2.8K


અમેરિકામાં જન્મેલા બાળકોના માતા પિતા જ્યારે પોતાની 'કરિયર'માં એવા રચ્યા પચ્યા હોય છે કે બાળકો અમુક ઉંમરના થઈ જાય પછી આંખ ખૂલે છે. અનુભવ જણાવે છે કે ત્યારે જરાક મોડું થઈ ગયું હોય છે!

આજે  ક્રિસ્ટી કોલેજથી મોડી આવી. મમ્મી જાણતી હતી કે તેનો મિત્ર છે. અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીને કહેવાય તેટલા પ્રયાસ સીમા અને સચિન કરી ચૂક્યા હતા. શામાટે સૂતેલા સાપને છંછેડવો. છતાં પણ આદત પ્રમાણે સીમા રહી શકતી નહી. તેને હજુ આશા હતી કે તેની લાડલી ક્રિસ્ટી માનશે? મોડા આવવાનું કારણ પૂછ્યું તો કહે ‘હું મારા પ્રોજેક્ટ ઉપર કામ કરતી હતી.’ જો પ્રોજેક્ટ ન હોય તો રિસર્ચ પેપર બહાનું ક્રિસ્ટી પાસે તૈયાર જ હોય.

એકની એક દિકરી તેથી લાડ પૂરા પામી હતી. બીજે દિવસે પણ મમ્મીએ ધીરેથી એ જ સવાલ પૂછ્યો. 'જો મમ્મા હવે ફરીથી આ સવાલ પૂછીશ તો તને સારા સમાચાર આપીશ, કેહું ‘મા’ બનવાની છું અને તું તથા ડેડ નાના નાની!'


Rate this content
Log in