યાદો
યાદો
1 min
172
ભલેને તું પાસે નથી સાથે નથી,
લાંબા સમયથી મુલાકાતે નથી,
યાદો તારી મનમાંથી જતી નથી,
ગેરહાજરી તારી સદતી નથી,
ડાબી આંખ ભલે ફરકતી નથી,
તારી યાદોની અસર ઓછી નથી,
તારી યાદો હંમેશા સાથે રહે છે,
વાતો તારી સદા મનમાં રમે છે,
જૂની યાદો સદાય તાજી રહે છે,
દસ્તક જયારે બારણે પડે છે,
સાથે નહીં પણ મનમાં વસે છે,
જોઈ ખુશહાલ મને તું હસે છે,
દરિયામાં જેમ ભરતી આવે છે,
મારી આંખો પણ છલકાય છે,
