STORYMIRROR

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

વ્યાજ

વ્યાજ

1 min
340

જીવનમાં મળે એવી પળ, 

ભાગાદોડી છૂટતી પાછળ, 

જીવનના આરે ઘડપણ, 

શરૂઆતે ઊભો બચપણ.


શિશુમાં તો ભગવાન વસે, 

ક્યારે રડે, ક્યારે હસે, 

એ બધું બહુ મોહક લાગે, 

એની બોલી ઘંટી જેમ વાગે.


વૃદ્ધને બાળક બરાબર, 

બંને દુનિયાથી બેખબર, 

વાતો અલકમલકની થાય,  

કોઈને પણ તો ન સમજાય.


કામકાજનો કોઈ ભાર નહીં, 

સામે ફુરસદનો પાર નહીં, 

દાદાજીનો અનુભવ બોલે, 

સાંભળીને પૌત્ર ખુબ ડોલે. 


અંતમાં હિસાબ એ જ સાચું,

દાંત વિનાનું ડોબલું ડાચું, 

વ્યાજ અસલથી વ્હાલું લાગે, 

આગળ પૌત્ર પાછળ દાદો ભાગે.


Rate this content
Log in